Vijay Shah

Abstract

3  

Vijay Shah

Abstract

'કશુંક' કશુંક છે.

'કશુંક' કશુંક છે.

7 mins
14.2K


હું ૬૦ વોલ્ટના બલ્બ નીચે બેઠો કશુંક લખવા પ્રેરાઉ છું. કોના વિશે હું શું લખીશ એ કશું મારામગજમાં નક્કીનથી. પરંતુ કશુંક લખવું છે એ નક્કી છે. પેન પણ સડસડાટ ઉપડે છે. નાનકડા ૮”X ૪”ની સાઈઝમાં પાતળા કાગળવાળા પેડ પર એ કશુંક લખવાની શરૂઆત થાય છે. પાનાં ઘણાં ઓછાં છે પણ આજે એટલા પૂરાં કરવાં છે. એમાં કશુંક લખવું છે. એ કશુંક શું હોઈ શકે તે વિચારું છું અને રોડ પરથી પસાર થતી ટ્રકનો અવાજ સંભળાય છે. ટ્રક ડ્રાઈવર કદાચ રતનસિંહ હશે કે પછી મિલ્ખાસિંહ, કદાચ મોહન હોય કે કાળું પણ હોય. એણે કદાચ પીધો હોય…અને નશામાં ઝૂમતોહોય… કદાચ નશામાં જ એની સુરજીત કે કુલજીતને યાદ કરતો હશે.. કે પછી મસ્તીમાં કોઈક ગીતલલકારતો કે ગણગણતો જતો હશે… ટૂંકમાં એ કશુંક કરતો હશે… ઝૂમતો હશે… યાદ કરતો હશે… લલકારતો હશે… ગણગણતો હશે.. એ ‘કશુંક’ કરતો હશે…

એ કશુંક ગુલાબસિંહની વાંકડી મૂછોના મરકાટ જેવું લાગે છે… ફાંફડી મહેજબીનનાં ઘૂઘરુંના ઝણકાર જેવું લાગે છે. સાંકડી શેરીના સોમચંદની સાકર જેવું મીઠ્ઠું લાગે છે…કપડાં સૂકવતી કલ્પનાનીકમરના થડકાર જેવું લાગે છે… ક્ષિતિજને ઘરે તળાતા બટાકાવડા જેવું એ કશુંક…

હા, એ કશુંક પેલી ચૌદ વર્ષની મુગ્ધાની ભૂખી નજર છે. એનું નામ સુનિતા. એની માનું નામ એકલી નીતા… અને એની દાદીનું નામ…કદાચ એકલું ‘તા’ હસે એ સતત ‘સ્ટેર’ કરતી હતી… કદાચ ઉંમરનો દોષ… તેના શરીરમાં જાગતા વિકારાત્મક કામુક ભાવનાનો દોષ… બાકી માસમાં કશું ‘સ્ટેર’ કરવા જેવું નથી. હા, હું એના કરતાં વિજાતિય લિંગ ધરાવું છું… તેના કરતાં દસેક વર્ષ મોટો છું… સુઘટીત બાંધો ધરાવતો ગોરો યુવાન છું… બાકી બીજું કશુંય વધારે મારા મન નથી જે એને કામુક કરે… પરંતુ એની ભૂખી નજરો એ મારામાં કશુંક વધુ…

પેલી ફ્રેમમાં ગૂંગળાવતા ભગવાન તો ‘કશુંક નથી ને ?’ ભગવાન હું માનતો નથી પણ કદીક નાહીને હું બેચાર માળા કરી લઉં છું. અને સારેમાઠે પ્રસંગે બેચાર ગાળો ચોપડાવી દઉં છું… કદીક ખૂબ હતાશ થયેલી વ્યક્તિને ભગવાનના બ્હાને છેતરી લઉં છું… એને એમ લાગે છે કે ભગવાન જો હોત તોતે આટલો ભાંગી ન પડત. (ભગવાન) તેની મદદ કરત ત્યારે એને હું પટાવું છું. વહાં દેર હે અંધેર નહીં… બાકી ભગવાન જેવું છે કે નહીં તેની મને ખબર નથી પણ તેના જેવું કશુંક…

મારા ઘરે સ્કૂટર બંધાય છે… જાણે પહેલાના જમાનામાં હાથી બંધાતા ન હોય…! પરંતુ હવેજમાનો બદલાઈ ગયો… બધું ઘટવા માંડ્યું. ડેલીમાંથી બે રૂમની ખોલી થઈ અને હાથમાંથી સ્કૂટર.. એ સ્કૂટરની નીચે કૂતરાનું ગલુડીયું ભરાઈ રહે છે… એ ગલુડીયું કાયમ કશુંક સૂંÎયા કરે છે… કદીક ધીમેધીમે ધીરુ ધીરુ ભસ્યા કરે છે… કદાચ ભૂખ્યું થયું હશે. એની મા પાસે માગતું હશે… કશુંક મારી જેમ…

‘બા મને દસ રૂપિયા આપને.’

‘કેમ ? હજી ગયા શનિવારે તો આપ્યા હતા.’

‘તે તો વપરાઈ ગયા’ ‘શેમાં ?’

‘આવું બધું નહીં પૂછવાનું… કંઈ હું પાન–બીડીમાં નથી વાપરતો… તમે તો જુઓ… ખિસ્શાખર્ચી તો જાઈએ ને ?’

‘ભાઈ સાહેબે બે ચાર પિક્ચર જાઈ નાંખ્યા હશે….’ નાનકી ટહુકી :

‘બેસને હવે ચાંપલી જ્યારે ને ત્યારે ફાયર જ મારે છે…’

હું બબડું છું… ધીમું ધીમું ગલુડીયા જેવું… કશુંક… કશુંક…

એ કશુંક શું છે ? ફરી પ્રશ્નાર્થ ચિહ્ન આળસ મરડી ગયું… વહેલી સવારે સપનું તૂટી જતી ઊડીગયેલ નિંદરની જેમ… ભરચક બસ સ્ટેન્ડ પર ઊભી ન રહેતા તેની પીઠને નિરાશ નજરે તાકી રહેતા મુસાફરની જેમ… અચાનક બહાર જવાને સમયે ટપકી પડેલા તિથિ વિનાના અતિથિની જેમ…

એ કશુંક મારી પેન છે.. મારી ડાયરી છે… મારી વાર્તા છે… મારી લાગણી છે… મારી ભાવનાછે… મારી સંવેદના છે… મારી કવિતા છે… મારી ચોપડી છે… મારી ઊર્મિ છે.. મારી સ્પંદના છે… મારી ક્ષુધા છે… મારી… મા… રી… !

મારી ક્ષુધા મરી ગઈ છે… ત્યારે મને ભૂખ બહુ લાગતી હતી કેમ કે ત્યારે હું નીતાને બહુ ચાહતો હતો… નીતા એટલે ગમે તે હોઈ શકે જેમકે રીટા, મીતા, સ્મિતા, અ સ્મિતા, વિનિતા, તિનિતા, સુજાતા, સુનિતા, કવિતા, અંશીતા… હું થોડોક દીર્ઘદૃષ્ટા છું… સાચું નામ નથી આપતો. હું એને ઓળખું છું… તમને ઓળખાણ નથી કરાવતો પણ એ મારી સામે જાઈને કામય હસતી.. તે મને બહું ગમતું… પેલી મુગ્ધા મને ઘણી વખત સ્ટેર કરતી… તે પણ મને ગમતું… હું જ્યારે જ્યારે તેને માટે કશુંક વિચારતો, લખતો કે કહેતો ત્યારે મને તેના હાસ્યની ખૂબ ભૂખ લાગતી. એના હોઠ જ્યારે મરડાતા ત્યારે મને એના ગાલ ચાવવાનું મન થતું... પણ જવાદો, એ નીતા નામની ક્ષુધા મારી અત્યારે મરી ગઈ છે… ખરેખર ? ફરી પેલો પ્રશ્નાર્થ મારી સામે મરક્યો. મારી ભૂખ મૃતઃપ્રાય છે મરી નથી. હું શરમાઈ જાઉં છું... પેલી મુગ્ધતાની જેમ… એ મુગ્ધાની સામે જાતો ત્યારે તે આમ જ શરમાઈ જતી.

મુગ્ધા કાલે ઊઠીને યૌવના થશે. પછી એ એની મુગ્ધતા પર વિચારશે. થોડુંક મલકાશે… મનેએ છોકરા માટે કેવું થઈ ગયું હતું. નહીં ? કોઈક ભિરુતા એનામાં હશે.. તો પ્રશ્નનો જવાબ મનમાં જદોહરાવશે. નહીં તો એની સખીને કહેશે…

“હું પેલાથી એટ્રેક્ટ થતી હતી” … “કોના થી ?”

“… થી” – તે મારું નામ દેશે

“તો તું સદ્‌નામ થઈશ ?”

“ના.”

“તો બદનામ ?”

“તો ?” જવા દો ને યાર એ પ્રશ્નાર્થ ફરી ક્યાં ઊભો કરો છો…

ઊઠ ! હજુ પાંચ પાનાં બાકી છે લખવાના… હું માથું ખંજવાળું છું… વાળ વધી ગયા છે. એટલે થોડોક ચહેરો ભરાવદાર દેખાય છે. કોલેજ ચાલુ થઈ ગઈ છે. એટલે વટ પડશે… બે ચાર છોકરી આપણા ઉપર મરશે… આપણી ઉપર નહીં તો કંઈ નહીં… વાળ ઉપર વિચારાશે ખરી ! સાલાના વાળ સરસ છે ! એટલે પૈસા વસૂલ…

પાંચને પાંચ દસ ને ત્રણ તેર ને સાત વીસ ને નવ ઓગણત્રીસ.. ઓગણત્રીસ કેટલી ‘ઓડ’ ફીગર છે.. ઓગણત્રીસ ઈંટો ઉપર અઢી ગેલનની પાઈપ ઊભી છે.. ભૂલ્યો ટાંકી છે.. ટાંકીમાં છલ્લોછલ પાણી ભર્યું છે. એક સે.મી. વ્યાસના નળમાંથી એ પાણી વહી જતાં વાર લાગે એવું લાઈટમાં ઊડતું જીવડું મને પૂછે છે…

“હેં એ જીવડાને કંઈ જીભ હોય … તારે છે ?” ‘હા.’ તો તું જીવડું છે, કારણ કે જીવડાને જીભહોય છે… સમજ્યો ?”

“ક્ષિતિજ, જ્યારે હું કંઈક ગાતો હોઉં છું… જાકે હું કોઈ દિવસ ગાતો જ નથી…પણ કોઈકદિવસ ઓવર મૂડમાં કે નાહતા નાહતા કોઈક ગીત લલકારી બેસું છું. ત્યારે મને કહેતો હોય છે…યાર, તું ત્રીજા સપ્તકમાં મુકેશનું ગીત ગાય તો કમલ બારોટ જેવું લાગે છે… ‘સાલા, મને ગાળ દે છે ?’ ” હુંતાડુકું છું, ના પણ તું સૂર, લય, તાલ બધાનું એકદમ ખૂન કરી પેલી ૪૫ની સ્પીડ ઉપર ફરતી રેકોર્ડ જેવુંગાય તે સારુ ં ન જ લાગે… “એટલે એમ જ કહી દે ને કે હું ભેંસાસુર જેવું ગાઉં છું.” “ના રે ના, યારમારાથી એવું કહેવાય ?” તું તો મારો ફાસ્ટ પરમેન્ટ અને રેકગ્નાઈઝડ ફ્રેન્ડ છે ! યાર, તુમ તો હમારીજાન હો… હમારા પ્યાર હો… હમારા… “બસ… બસ…બસ… મને પ્યાર કહીશ તો તારી નિલમને શુંકહીશ ?” “અરે ચલ હટ ! તારી આગળ બધી નિલમો, હિરીઓ પણ પાણી ભરે…” પછી એ કાંઈક નસમજાય તેવી ચેસ્ટા કરે છે ? તેની આંખમાં કશુંક હતું… એ કશુંક પ્રેમ હતું… ઈર્ષા હતી, વાસના હતી, ઝંખના હતી.. શ્રદ્ધા હતી, ભÂક્ત હતી, ઝનૂન હતું, ખુન્નસ હતું, મશ્કરી હતી કે પછી મજાક….

ક્ષિતિજ મજાક બહુ કરે છે…એ મારા જેવો શાંત પણ છે…પરંતુ એ એના કરતાં વધુ શાંત વ્યક્તિ પાસે બહુ બોલકો હોય છે… દા.ત., હું અને તેના કરતાં વધુ બોલકા છોકરા પાસે તે મારો રોલ અદા કરતો હોય છે… એટલે કે શાંત, શ્રોતા હોય છે… દા.ત. પ્રભાકર… પ્રભાકર ખૂબ બોલે છે… આ ખૂબ શબ્દને બેફામ… અનહદ… અતિશય… બેહદ… શબ્દો વડે શણગારીએ તો નવાઈ નહીં. સાલો પાંચ વર્ષ વહેલો મરશે… પ્રોફેસરો અને વકીલો એમની ઉંમર કરતાં વહેલાં જ મરતા હોય છે… પણ એમની ખપત કળાથી હું અને ક્ષિતિજ બંને મુગ્ધ છીએ. ‘સાલા દરેક વિષય ઉપર બોલવું એ કાંઈ નાનીસૂની વાત નથી… તે જોયું નહીં વાડેકરથી ઠેઠ વડોદરા સુધી એ કેટલી આસાનીથી ઊતરી આવ્યો. એણે તને ક્યાં ક્યાં ફેરવ્યો છે ખબર છે. ક્ષિતિજ ? વાડેકર પરથી દુરાનીનો છગ્ગો. તેના પરથી બી.આર.ઈશાર… ત્યાંથી પરવીનબાબી.. ત્યાંથી સેન્ટ ઝેવીયર્સ કોલેજ… તેમાંથી સ્મિતા… અને સુરસાગર જ્યાં તે લોકો ચોરીછૂપીથી મળ્યા કરતાં.. બોલ આ બધી વાત તમને ખબર ન પડે તે રીતે કહી દીધી ! તું સારો શ્રોતા પણ છે…એ આ પરથી સાબિત થાય કે નહીં ?’

હાશ ! બે જ પાનાં બાકી છે… કશુંક મેં લખ્યું તો છે જ, હવે એ કશુંકને શેષનાગના દોરડાથી બાંધેલા ચાંદ અને સૂરજના ત્રાજવા વડે તોળીશ… વચ્ચે મેરુ પર્વતની ધરી હશે… એ કશુંક શંકરની જટામાં ગૂંગળાવેલ ગંગાની ધાર હશે તો ચાંદવાળું પલ્લું નમી જશે અને જા ક્રોસ પર ખીલાથી જડાયે લઈ સૂનું લોહી હશે તો સૂરજવાળું પલ્લું નમી જશે… અને હા, જા બંને પલ્લાં સાથે જ નમી જાય તો ?

“એ શક્ય નથી.”

“કેમ ?” ધરી બનેલો મેરુ પર્વત સખત છે.

‘પણ ધારી લો કે ધરી વળી જાય. તો.. ’ તો.. તો.. હું માથું ખંજવાળું છું… કન્ફરમેટીવ ટેસ્ટમાંઈન્ટરમીડીએટ રીઝલ્ટ ન હોય…પણ… તાર્કિક રીતે એવું કશુંક થાય તો ?… તો… તો… તે મારી પેનમાંથી ઢોળાયેલી સહીમાંથી સર્જાયેલી કોઈક કૃતિ હશે… (હું પ્રશ્નાર્થચિહ્નના ત્રિશૂળથી બચવા બકી મારું છું… પેલા ઈન્ટરવ્યૂમાં પ્રશ્ન ન આવડતાં ગપ્પું ગગડાવું તેમ)… હા, એવું જરૂર કશુંક હશે.

ચંદ્ર અને સૂરજના ત્રાજવાને અનંત વ્યોમના અવકાશમાં ખસેડી હું “કશુંક” ને તોલવા જાઉં છું… ત્યાં છેલ્લું પાનું પૂરું થઈ જાય છે… સહી ખૂટી જાય છે. મેં કશુંક લખ્યું છે… પણ કશુંક શું છે ? … એ કશુંક પેલી મુગ્ધાની નજર… ભગવાન… ગલુડીયું… મા…પેન… નીતા… ટાંકી… ક્ષિતિજની નિલમ… પ્રભાકરની ખપત… થોડા કાગળનું પેડ… નથી ? “નના” “તો ?” ફરી પેલું પ્રશ્નાર્થ ચિહ્નનું ત્રિશૂળ ઊડ્યું… કશુંક…ક…શું….ક… કશુંક જરૂર છે…પણ એ બધું નથી.. તો ? તો શું છે ?

“કશુંક” કશુંક છે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract