કર્યાવર
કર્યાવર


મગનભાઈએ પોતાની લાડકી દીકરી સ્નેહાનાં ધામધૂમથી લગ્ન કરાવ્યા, અને સ્નેહાને ભાવભીની વિદાય આપવામાં આવી, અને મગનભાઈએ તેનાં હૃદયનાં ટુકડા સમાન આખેઆખી દીકરી કોઈ બીજાને આપી દીધી.
જ્યારે સ્નેહા લગ્ન પછી પોતાનાં સાસરિયે ગઈ, તે જ દિવસે તેના પતિ અભયના ઘરની આજુબાજુમાં રહેતાં લોકો અભયનાં ઘરની બહાર આવીને ટેમ્પામાં જોવા લાગ્યાં કે સ્નેહાના પિતાએ પોતાની દીકરી સ્નેહા સાથે કર્યાવરમાં શું ? - શું મોકલાવેલ છે.
એક તરફ સ્નેહાના પિતા મગનભાઈએ પોતાનાં જીવ સમાન લાડકી દીકરી કોઈ બીજાને આપી દીધી, અને લોકો ને માત્ર કર્યાવર જોવામાં જ રસ હતો....કોઈપણ વ્યક્તિને સ્નેહાના પિતાએ સ્નેહાને સારા સંસ્કાર આપેલ હતાં એ જોવામાં રસ જ નાં હતો...!