Tirth Shah

Drama Tragedy

4.0  

Tirth Shah

Drama Tragedy

કરુણતા

કરુણતા

6 mins
310


( સંવાદ કળાને આધીન વાર્તા )

પાત્રના નામ :

મિલન - માલતી ( પતિ-પત્ની )

મેહુલ ( મિલન-માલતીનો દીકરો )

સૌમ્યા - શૈલેષ ( માલતીના ભાઈ-ભાભી )

પ્રભાત ( મિલનના મોટા ભાઈ )

  નાટય મંચ ઉભરાઈ ગયું છે. પ્રેક્ષકો આવી ગયા છે અને નાટયખંડની લાઈટો બંધ થઈ ગઈ છે. દરેક કલાકારો સ્ટેજ પર આવી ગયા છે અને બસ હવે ચાલુ થાય છે નાટક.

 ' ખરા બપોરનો સમય છે, શેરીની અંદર કાચું સરખું નાનું અમથું મકાન છે. જેમાં એ ઘરના પતિ-પત્ની બેઠા છે. જોડે તેમનો આઠેક વર્ષનો બાળક બેઠો છે અને કોઈ વાત પર ચર્ચા કરે છે '

માલતી : આજે હમણાંજ વાત કરી બાપુજીને, તેમણે કીધું કાલે ઘરે આવજે અને તારા ભાઈને ખબર ના પડવી જોઈએ. એટલે કાલે હું મારા ઘરે જઈશ. પૈસાની સગવડ થઈ જશે જ ! તમે ચિંતા કરતા નહીં.

સારું ત્યારે હું ચા બનાવી દઉં.

મિલન : જો બહુ માંગતી નહીં અને કદાચ વધારે બોલે તો સાંભળી લેજે. તારા ભાઈ અને ભાભીને ખબર ના પડે તેવી રીતે. મને પણ નથી ગમતું પણ શું કરીએ, ભરાઈ ગયો છું હું આ દેવાના ખાડામાં..

માલતી : એ તો સારું છે મેહુલની ફી ભરી દીધી મારા બાપા એ. એમની મહેરબાની તો ઘણી આપણા પર, જ્યારે જ્યારે હું જાઉં ત્યારે મારી મમ્મી મને ચોરી છૂપે શાકના રૂપિયા આપી દેતી. મેહુલ ના હાથમાં મુઠ્ઠીવાળી રૂપિયા આપી દેતી.

મિલન : હા, મારી જ્યારે જ્યારે નોકરી છૂટી ત્યારે આપણા ઘરનું રાશન ભરી દેતા. તેલના ડબ્બાથી લઈને ગોળ, ખાંડ, મરી-મસાલા, અનાજ બધું ભરી દેતા. એવુંજ કહી શકાય મેહુલને તેમણેજ ભણાવ્યો. જ્યારે જ્યારે તું વેકેશનમાં જાય ત્યારે છોકરી અને ભાણીયા રહ્યા એનું પણ કવર આપતા. તને અને મને કપડાંની જોડી લઈ દેતા, મેહુલ ને દિવાળીમાં ફટાકડા લઈ આપતા.

તેમના વિશે કહેવું તેટલું ઓછું. તારો ભાઈ પણ ઘણી મદદ કરતો. આપણાથી કઈ રીતે ભૂલી જવાય એમની એ મદદ.

માલતી : યાદ છે તમને પેલી તમે પૂછ્યા વગરની લૉન લીધી હતી તે પણ મારા ભાઈ અને બાપુજીએ ભરી દીધી હતી. એના પહેલા મને કેટલું બોલ્યા હતા અને પછી તરતજ એમણે લૉન ભરપાઈ કરી દીધી હતી. જો લૉન ના ભરી હોત તો આજે ભરતા હોત અને ખાવાના ફાંફા પડી ગયા હોત.

અરે, મને પેલી વાત યાદ આવી ' તમારા કોઈના નજીકના લગ્નમાં જવા માટે મોંઘીદાર સાડી લઈ આપી હતી અને મારું નીચું ના પડે માટે મને સોનાનો સેટ પહેરવા આપ્યો હતો ને તમને પણ સારું લઈ આપ્યું હતું '.

મિલન : મારી દર ત્રણ મહિને નોકરી બદલાતી તો મને ધંધો શરૂ કરવા માટે રૂપિયા આપ્યા હતા. એ ધંધો ના ચાલ્યો એના રૂપિયા પણ એમને માથે પડ્યા મારા કારણે. મેહુલની બાબરીનો ખર્ચો પણ તારા ઘરેથી થયો હતો. ઘણી રીતે આપણા દિવસો કાઢ્યા હતા. પ્રવાસે જાય તો મેહુલને લઈ જતા અને તેનો ખર્ચો પણ કાઢી દેતા.

 ( બીજા દિવસે માલતી તેના પિતાના ત્યાં જાય છે )

માલતી : જય માતાજી, કેમ છો ? અને મમ્મીની તબિયત હવે કેમ છે. સૌમ્યા ભાભી કેમ છો મજામાં ને ?

જુઓ હું સૌનક માટે રમકડાં લઈને આવી. ભાઈ ક્યાં નોકરી ગયો ?

સૌમ્યા : ( મન માં ) પૈસા લેવા આવ્યા એટલે મોટી મોટી વાતો કરે છે.

માલતી ભાભી હું બહાર જાઉં છું. તમે વાતો કરો તમારા બાપુજી જોડે.

પિતા : સાંભળ, કાલે મેં અને તારા ભાઈ શૈલેષ જોડે વાત કરી. એણે એવું કીધું ' હવે મદદ નહીં કરે, આખી જિંદગી અમે થોડી બેઠા છીએ. તારા ભાઈએ સખત ના પાડી છે. એ નથી અત્યારે એટલે તને આપું છું હવે કયારેય માંગવા આવતી નહીં. મારી પાસે હવે રૂપિયા નથી વધ્યા અને જે બચ્યા છે એ તારી મમ્મીની દવા માટે છે. હવે મારી ઉંમર થઈ અને ક્યાં સુધી તને સાચવીશું ? માફ કરજે.

માલતી : એમાં માફી થોડી મંગાય, તમારો હક છે તમારે રૂપિયા આપવા કે નહીં. હું એટલી પણ ગાંડી નથી મારા બાપા સામે લડી પડું. કોઈ વાંધો નહીં. ભાઈને યાદ આપજો.

( માલતી અખાય રસ્તામાં રડે છે. તેને ખબર છે ઘરમાં પુરા પાંચસો રૂપિયા નથી અને બાપાનું ઘર બંધ થઈ ગયું. કોણ કરશે મદદ અને કેટલી )

માલતી : મિલન, હવે શું કરીશું. ઘરમાં પાંચસો છેલ્લા છે. હવે ખાવાનું કેમનું કરીશું, ભાડું કેમનું ભરીશું, બિલ અને ફી કેમની ભરવી, તમારી દવાનું શુ કરશું. બધા જ રસ્તા બંધ છે. આજે મને આપણી પરિસ્થિતિ પર દયા આવે છે. સાલું, મેહુલને કેમનો ભણાવવો. મને આજે મારા બાપા સામે રડું આવી ગયું, હું અખાય રસ્તામાં ધ્રૂસકે ધ્રૂસકે રડી છું.

કેવી લીલા છે ઘરમાં કશું નથી, મરવા ના પણ રૂપિયા નથી.

( માલતી તેના આંસુ લૂછે છે )

મિલન : હું મારા મોટા ભાઈ પ્રભાત ભાઈને વાત કરું. અમને સારું છે અને ભાભી આપવા દેશે. એતો સરકારી નોકરી કરે છે એમને હું વાત કરું.

લાય, અત્યારે ફોન કરું અને જે કહે એ રીતે પછી જતો આવું.

( મિલન પ્રભાતના ઘરે જાય છે )

પ્રભાત : બહું દિવસે દેખાયા. અમને એમ ' તમારા સાસરે ઘર જમાઈ બની ગયા હશો ' ત્યાંથી મદદની ના પાડી એટલે અહીં આવ્યા. મને ખબર છે તું કામ વિના મારા ઘરે આવેજ નહીં, તને જરૂર પડી એટલે મોટા ભાઈ દેખાયા. ઘર ચલાવતા આવડતું નથી તો બાળક લાવ્યા કેમ ?, ઘરમાં રૂપિયા નથી તો બચાવતા શીખ. આખી જિંદગી કશું કર્યું નહીં અને આજે.......જવા દે !

બોલ કેટલા જોઈએ....

મિલન : નથી જોઈતા, ભાઈ. મને મારા પરિવારની ચિંતા છે. ને મેહુલ મારો છોકરો છે, મને એની અને મારા પરિવારની કદર છે. મારે નથી જોઈતા ભાઈ. આવજો...

પ્રભાત : કોણ કરશે મદદ ?, બધે આજ નેચર રાખશો તો કોઈ મદદ નહીં કરે. તારા પરિવારની એટલી ચિંતા છે તો સારી નોકરી કર અને ઘર ચલાય. હજુતો ભાડે રહે છે કેમનો ઉપર આવીશ.

( મિલનની આંખોમાં આંસુ આવી જાય છે )

મિલન : એક વાત સાચી છે આ સમાજની.

' જેની પાસે રૂપિયા નથી હોતા એની કોઈ કદર નથી હોતી. નાની ઉંમરના માણસો પણ ખખડાવી જાય. કેમ મારી પાસે પૈસા નથી એટલે હું માણસ નહીં. અમારી કોઈ જિંદગી નહીં, બધેથી બધા બોલી જાય.

કોઈ વાંધો નહીં ભાઈ આવજો.

પ્રભાત : લે, પુરા પાંચ હજાર છે. ઊંધા વાપરી ના ખાતો. સાચવીને તારી જે જરૂર છે એ પૂરી કરજે. આવજે..

મિલન : ત્રણ મહિના પછી આપી દઈશ ભાઈ. આ સમયે પાક્કું આપી દઈશ.

પ્રભાત : વાંધો નહીં, પાછા આપતો નહીં. જા તારા દીકરાની ફી ભરી દે અને તારું ભાડું ભરી દેજે.

ભાઈ સાથે માંગવામાં શરમ ના રખાય. હું તારોજ ભાઈ છું અને ઉપરથી મોટો છું. મારા ઘરે લક્ષ્મી છે અને તારા ઘરે નહીં એ વાતનું ઘણું દુઃખ છે. મારા ઘરે મીઠાઈ અને તારા ઘરે અન્નનો દાણો નહીં..કેમ મને પહેલા કીધું નહીં, મને ના ગમ્યું મારો ભાઈ કોરી દિવાળી કરે અને હું જાહોજલાલી..

( મિલન તેના ભાઈ ને પગે પડે છે અને ખૂબ રડે છે. માથું ટેકવી ને રડે છે )

મિલન : તમારો આભાર, મારી ભૂલ થઈ ગઈ ભાઈ. હું સમજી ન શક્યો, ગમે તેમ કરીને હું રૂપિયા આપી દઈશ.

( માલતી અને મિલન બેઠા છે )

માલતી : પ્રભાત ભાઈનું ભલું થાય. એક વાત કહું ' કદાચ આપણી પાસે અચાનક રૂપિયા આવી જાયને બધા આપણને પૂજવા લાગે. આજે આપણી પાસે કશુંજ નથી એટલે કોઈ વેલ્યુ નથી. આ દુનિયા અને સમાજમાં ટકવા માટે રૂપિયો ભાગ ભજવે છે.

બાકી જીવતા માણસની શું વેલ્યુ.

મિલન : આપણી કરુણતા જ આપણી હાજરી છે.

આજે મારી વેલ્યુ કયાંય નથી. માથે ભાડા, દેવા. મારી પાસે પોતાનું મકાન નથી. બધેથી રૂપિયા માંગીને જીવન જીવવું પડે છે.

હશે. કુદરત બેઠી છે અને આપણે એની માફી માંગવી જોઈએ.

( દિવાળી આવી છે )

મેહુલ : ડેડી, મારે નથી લેવા ફટાકડા. આપણે ઘરેજ રહીશું. મારા ફ્રેન્ડ સાથે પણ નહીં જવું અને તમારી જોડે રમીશ.

મિલન : આપણે આપણી રીતે દિવાળી કરીશું. નાના દીવામાં ઘરને શણગારીશું અને તારા માટે ફટાકડા લાવીશું.

' એ દિવાળી બધે રોશની હતી અને આ ઘરે તેલના દીવા હતા. બારણું બંધ હતું. મિલન-માલતી અને મેહુલ ઘરની બારીએ બેઠા છે. ઉપર ઉડતા રોકેટને જોઈ મેહુલ હરખાય છે એને જોઈ માતા પિતા ખુશીથી રડે છે. મિલન અને માલતી વિચારીને બેઠા છે 'હવે શું '

   દરેકને લક્ષ્મી મળે એ જરૂરી નહીં. આપણી વચ્ચે આવા અનેક ઘરો છે જ્યાં બે ટંકના ભોજન પર સવાલ છે.

નાટક પૂર્ણ થયું અને લાઈટો ચાલુ થઈ.

એવામાં એક વ્યક્તિ ખૂબ રડે છે. એને જોઈ બધા ગભરાઈ જાય છે અને પૂછે છે. એ વ્યક્તિ કહે છે ' મારી આંખ સામે મારીજ વાર્તા રજૂ થઈ એ તે કેવી કરુણતા !'


Rate this content
Log in

Similar gujarati story from Drama