STORYMIRROR

DIPIKA CHAVDA

Tragedy Fantasy

3  

DIPIKA CHAVDA

Tragedy Fantasy

કૃતિની કૃષ્ણ ભક્તિ બની રાજ

કૃતિની કૃષ્ણ ભક્તિ બની રાજ

4 mins
218

       કેલેન્ડરનાં પાનામાં છાપેલાં તારીખિયાની સામે જોતી અને એમાં રાધાકૃષ્ણનાં ફોટાને જોતી કૃતિ આજે હાંફી રહી હતી. એનું જીવન એકજ રૂમમાં એક વર્ષથી સ્થગિત થઈ ગયું હતું. એનો પતિ રવિ ફોજમાં હતો. પણ એક યુદ્ધમાં એ શહીદ થયો હતો. અને એ સમાચાર સાંભળીને કૃતિ અર્ધપાગલ જેવી થઈ ગઈ હતી. કૃતિનો દીકરો રાજ પણ પોતાની માઁની આવી હાલત નથી જોઈ શકતો. અને એક દિવસ રાજ એની મમ્મીને કહેછે કે મમ્મી હું તારી દવા લઈને આવું છું. કોઈ આવે તો દરવાજો ખોલતી નહીં. અને રાજ બહારથી તાળું મારીને દવા લેવા ગયો. અને પાછો આવ્યો જ નહીં. રસ્તામાં જ એક અકસ્માતમાં એનું મૃત્યુ થયું હતું. થોડાજ સમયથી અહીં રહેવા આવેલા એટલે કોઈ એમને જાણતું પણ નહોતું. અને બિનવારસી લાશ ગણીને એની અંતિમવિધિ પણ થઈ ગઈ.

       આ બાબતથી અજાણ કૃતિ એક રૂમમાં બંધ છે. હા આમેય એક જ રૂમ ને રસોડાનું ઘર હતું એનું. હવે ના તો પતિ છે ના તો પુત્ર. અને પોતે માનસિક રીતે અસ્વસ્થ ! પણ કહેછે ને કે જેનું કોઈ ના હોય એનો ભગવાન હોય. કૃતિની હાલત જોતાં ભગવાન જ જાણે એને અદ્રશ્ય રહીને શક્તિ પુરી પાડતાં હતાં. ઈશ્વર ભક્તિમાં માનતી કૃતિ સતત મીરાં નાં ભજન ગાતી. ભગવાનની પૂજા કરે, પાઠ કરે, અને આખો દિવસ ઘરની સાફસફાઈ કર્યા કરે.એને મન થાય તો રૂમમાં પડેલાં નાસ્તાનાં ડબ્બામાંથી ખાય. ધીમે ધીમે એનામાં સુધારો થવા લાગ્યો.

       એને ધીમે ધીમે બધું યાદ આવવા લાગ્યું. અને ખબર પડી કે પોતે રૂમમાં પુરાઈ ગઈ છે. હવે ! કૃતિને યાદ આવ્યો ‘ રાજ ‘એનો દીકરો ! પણ કોને પૂછે ? રૂમમાં બંધ હતી અને ઘણો સમય થઈ ગયો હતો. બસ હવે એણે નક્કી કર્યું કે ભલે જે થયું હોય તે ! પણ હું એકલી નથી. મારો ઈશ્વર મારી સાથે છે. મારે હવે મારા રવિ અને રાજ માટે એવું કાંઈક કરવું છે કે જ્યારે એ મને લેવા આવશે ને તો જોઈને ખુશ થઈ જશે. અને એણે પોતાનાં જીવનની જીવની લખવાની શરૂ કરી.

       રૂમમાંજ જે કાંઈ હતું એ ખાતી, કાચું પાકું પણ ખાઈ લેતી. એની ભૂખ તરસ જ જાણે ઊડી ગઈ હતી. ઘણીવાર તો શિવામ્બુ પીને પણ દિવસો પસાર કરી લેતી. પણ મનથી એ મક્કમ હતી. કે એનો રાજ જરૂર આવશે અને મને બહાર કાઢશે. 

       એનામાં ઘણીબધી કળાઓ છુપાયેલી હતી. પોતાની કથની લખતાં સાથે સાથે ઘરમાંજ જે કાંઈ નકામી વસ્તુઓ, કપડાં, વગેરે હતું એનો ઉપયોગ કરીને સરસ મજાની નવી નવી વસ્તુઓ બનાવવા લાગી. ફૂલદાની, પગલૂછણિયાં, તોરણ, ઝુમ્મર, શોપીસ, આવું ઘણું ઘણું બનાવવામાં એણે પોતાનો સમય પસાર કર્યો. દિવસે આવું બધું બનાવે અને રાત્રે પોતાની કથની લખે.

        રોજનો આ ક્રમ હતો. એને રાત દિવસનું પણ ભાન જ નહોતું. કેટલા દિવસો, કેટલા મહિનાઓ વિતી ગયા કશી જ ખબર જ નહોતી કૃતિને. બસ એતો એની આ કૃષ્ણ ભક્તિ માં અને પ્રવૃતિમાં જ મસ્ત રહેતી હતી. શિવામ્બુ પીવાથી એની તબિયત પણ સુધરી હતી. અને સૌથી મોટી અને મહત્વની વાત તો એ હતી કે ખુદ કૃષ્ણ ભગવાન પોતે અદ્રશ્ય સ્વરૂપે રહીને એને જીવવાની શક્તિ પુરી પાડતાં હતાં.

        ભગવાન પોતે ક્યારેક રવિ બનીને તો ક્યારેક રાજ બનીને આવીને કૃતિ સાથે વાત કરતાં. ક્યારેક તો રાજ બનીને આવીને કૃતિનાં ખોળામાં માથું મૂકીને સૂઈ જાય. કૃતિ હાલરડાં ગાય, ભજન ગાય અને રાજને સૂવડાવે. આમજ સમય વીતતો ગયો. હા, કૃતિનું શરીર નબળું પડી ગયું હતું. પણ જે હાલતમાં એ રૂમમાં પુરાઈ ગઈ હતી એમાથી એ બહાર આવી ગઈ હતી. અને પોતાની જીવનીમાં એ લખી પણ લેતી, “ રવિ ! યાદ છે ને ! આપણે ત્યાં પહેલું બાળક આવવાનું હતું ને તું તો સરહદ પર સેવા આપતો હતો, અને અહીનાં જ રાધામંદિરનાં પુજારીને તે ભલામણ કરેલી કે કૃતિ એકલી જ છે એની પાસે કોઈજ નથી તો તમે એનું ધ્યાન રાખજો. અને પુજારીએ મારું બહુજ ધ્યાન રાખ્યું હતું. એજ મને દવાખાને પણ લઈ ગયા હતા. મારી કૂખે ‘ રાજ ‘ નો જન્મ થયો હતો. ને તે દિવસે જન્માષ્ટમી હતી. પુજારીજીએ પણ કહ્યું હતું કે સાક્ષાત કૃષ્ણ જ તમારા ઘરે જન્મ લઈને પધાર્યા છે. એ તમારા ઘરમાં રાજ કરશે ને પછી એનું નામ રાજ પાડ્યું હતું.” 

         હા ! આવી ઘણીબધી યાદોને એણે પોતાની જીવનીમાં વણી લીધી હતી. હા એજ કૃષ્ણ આજેય મારી સાથે છે મારો રાજ બનીને.અને એકાએક જ દરવાજો ખખડે છે. કૃતિને રાજનાં શબ્દો કાને પડે છે કે મમ્મી હું તારી દવા લેવા જાઉં છું તું કોઈપણ આવે તોય દરવાજો ખોલતી નહીં. ને એ ખોલતી નથી. ત્યાં ફરીથી બહારથી અવાજ આવ્યો કે શહીદ રવિ શર્માનું ઘર આજ છે ને ? મિસિસ રવિ શર્મા અમે તમને અહીંથી લઈ જવા આવ્યા છીએ. મિ. રવિને મરણોત્તર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સાંભળીને કૃતિએ દરવાજો ખોલ્યો. સામે મેજર સાહેબ ઊભા હતાં. એ કૃતિની માફી માંગે છે. બધી વાતથી માહિતગાર કરે છે. અને ગયા વર્ષે સરહદ પર સેવા કરતાં કરતાં શહીદ થયેલા રવિને એવોર્ડ મળ્યો છે. એવી વાત કરી. મેજરને ખબર પડી કે એક વર્ષથી રૂમમાંજ બંધ રહેલી કૃતિનો દીકરો રાજ પણ મૃત્યુ પામ્યો છે એની પણ કૃતિને ખબર નથી. એતો એમજ બોલતી રહી કે મારો રાજ મારી સાથે જ હતો કૃષ્ણ સ્વરૂપે.

     આજે કૃતિએ બનાવેલી બધીજ વસ્તુઓ અને એણે લખેલી જીવનીને પુસ્તક રૂપે પ્રકાશિત કરવાની જવાબદારી પણ સૈન્યનાં જવાનોએ લીધી છે. વસ્તુઓનું વેચાણ, પુસ્તકનું વિમોચન અને સાથે સાથે રવિને મરણોત્તર એવોર્ડ આ બધું જ સન્માન એક સાથે મળે છે. કૃતિ રાજને બોલાવે છે. ને કૃષ્ણ આજે પણ રાજ બનીને એની પાસે આવે છે. દીકરાને હાથે માનાં હાથમાં એવોર્ડ અપાય છે અને દીકરાનાં જ હાથે મા નું લખેલું પુસ્તક પણ વિમોચન થાય છે.

 કેવી ભક્તિ કરી કૃતિએ કૃષ્ણની ! એક વર્ષ અવિરત ! કે આજે પણ એમણે રાજ બનીને આવવું પડ્યું !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy