કૃષ્ણલીલા
કૃષ્ણલીલા
કાશ ! મને પણ ટાઈમ મશીનથી મારા મનપસંદ યુગમાં જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય તો ! તો.......તો .... તો ખરેખર હું દ્વાપર યુગનાં અંતિમ ચરણમાં કે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો, ત્યાં જવાનું પસંદ કરીશ.
બાલકૃષ્ણની નટખટ બાળલીલાઓને જોવાનું અને માણવાનું પસંદ કરીશ. તેને માખણ ચોરી ને ખાતો જોઈશ. રિસાયેલા મા યશોદા ને મનાવતા અને એ રીતે પોતાના મુખમાં મા યશોદાને સમગ્ર બ્રહ્માંડનું દર્શન કરાવતા નટખટ કાનુડાની સાથે હું પણ બ્રહ્માંડ દર્શન કરીશ.
કનૈયા અને રાધાની સાથે રાસ રમીશ અને કાન્હા - રાધાની જોડીની પ્રેમલીલાને માણીશ.
કુરુક્ષેત્રમાં અર્જુનને ગીતોપદેશ આપતા ક્રિષ્નાને જોઈશ.
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ:ભવતિ ભારત,
અભ્યુત્થાનમ અધર્મસ્ય તદા આત્માનં સૃજામિ અહમ,
પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતામ,
ધર્મસંસ્થાપનાથૉય સંભવામિ યુગે યુગે.
અર્થાત્ જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મ નો ફેલાવો થાય છે ત્યારે હું( કૃષ્ણ) સ્વયં જન્મ ધારણ કરું છું, સજ્જનોની રક્ષા, દુષ્ટો નાં વિનાશ અને ધર્મ ની પુનઃ સ્થાપના કરવા માટે હું( કૃષ્ણ) દરેક યુગ માં અવતરિત થતો રહ્યુ છું.
હું કૃષ્ણ ભગવાનને પૂછીશ કે ," હે પ્રભુ! તમે તમારા કહેલા શબ્દો કેવી રીતે ભૂલી ગયા કે પછી કળિયુગ ને ગુપચાવવા માંગો છો, પ્રભુ તમે મહેરબાની કરી ને મારી સાથે અમારા કળિયુગમાં આવો, તમારી ત્યાં સખત જરૂર છે. બધી જ જગ્યાએ અધર્મ ફેલાયેલો છે અને ધર્મનું તો ક્યાંય નામોનિશાન નથી. પૃથ્વી એના પતન નાં આરે ઊભી છે, પ્રભુ, તમે હવે ચાલો કળિયુગમાં, આજે બધાને તમારી માફક રાસલીલા રચવી ગમે છે પણ ધર્મના માર્ગે ચાલવું કોઈ ને પસંદ નથી. તમે આવી બે બધાની સાન ઠેકાણે લાવો.
જો તમે તમારા બીજા કામમાં વ્યસ્ત હોવ તો તમારા ભક્તજનો એવા અમને એવું બળ અને શક્તિ આપો કે અમે અધર્મનો ફેલાવો અટકાવીએ અને ધર્મની રક્ષા કરી શકીએ.
જય શ્રી કૃષ્ણ.
#TravelDiaries
