Tirth Shah

Drama Others

4.0  

Tirth Shah

Drama Others

કોયડો

કોયડો

5 mins
277


દૂર વનરજીમાં ક્યાંક કોઈ ઢોલ-તાલનો નાદ સંભળાય છે. ખંજરી અને મંજીરા તેમાં સૂર પુરાવે છે. વાંસળી તેનો રાગ ગાય છે અને વીણા તેનો લય બેસાડે છે. સ્ટેજ પર બેઠેલા વડીલ એવા લોકસાહિત્ય અને લોકકથાને વાગોળે છે. એમની જોડે એક ગાયિકા બેઠી છે અને સુંદર ભજનો ગાય છે. સામે ગામ અને આસપાસના ગામના લોકો બેઠા છે અને આસ્વાદ માણી રહ્યા છે. 

એ..........સોરઠ ભણો અને ગાંડી છે ગીર,

એ..........દીકરી ભણી અને ન્યાલી છે હિર.

ગાંડી ગિરની ધરા એ લોકડાયરામાં ગાજી છે. દૂરદૂરથી લોકો એ ડાયરાને માણવા આવ્યા છે. એ ધરાના સંત, મહંત, સ્વામી અને ગુરુની વાતો થાય છે. એ લોકસંગીત ઉજાગર થયું છે અને લોકસાહિત્યની વાતો થાય છે. 

હેં, ભલા માણહ.. આ પૂજનીય દેવજી મહારાજની કથા હાલી રહી છે ? હું આઘેથી આવ્યો છું. બાજુના દેશળપર ગામેથી અહીં ડાયરાને માણવા આવ્યો છું. મને એવી વાત કાને પડી આજે કથામાં વર્ષો જુના સંત એવા શ્રી ધોળામલ બાપુની વાત કરવાના છે ? હું એમને ઘણો માનું એટલેજ આટલી રાત્રે છેક ન્યાથી આવ્યો.

" એમ એ ગામના વૃદ્ધ વ્યક્તિ એવા દાદાભાઈ વાત કરે છે "

હા, દાદાજી...આજે કથામાં શ્રી ધોળામલ બાપુની વાત કરવાના છે. આજે કામ કરજો મારે ઘરે રોકાઈ જાજો, કથા તો છેક મોડી પતશે એના કરતા મારે ઘેર રોકાઈ જાજો. આવો હું તમને આગળ બેસાડું. 

" એમ નવયુવાન એ દાદાજીને બેસાડે છે "

આ બાજુ કથા બરોબર જામી છે. આખુંય ગામ ચંગે ચડ્યું છે. દરેકના મોઢે એ કથા અને ડાયરો કરનારનું નામ ગાજયું છે. બધાજ કથાને માણી રહ્યા છે. એકદમ કથામાં ઓતપ્રોત થઈ ગયા છે જાણે સમયની કોઈને ચિંતા નથી. રાતના એક વાગવા આવ્યા છે અને કથા તેના એકપછી એક પાના ઉઘાડા કરે છે.

એ બેઠી રાણી ઝૂલે હીંચકે ઝોલા ખાય,

 એ બેઠો રાજ હેઠે વાટ જોઈ હરખાય.

બધા એ કથાકારને માત્ર સાંભળી રહ્યા છે. પેલા વૃદ્ધ દાદાજી પણ કથાને આગલી હરોળમાં બેસી સાંભળી રહ્યા છે. યુવાનો પેલી ગાયિકાને જુએ છે અને પછી મનોમન હસે છે. 

" હું હવે મારા પૂજનીય શ્રી ધોળામલ બાપુની કથા કહેવા જાઉં છું. મને ખબર છે સમય ઘણો થઈ ગયો છે અને મોડી રાત થઈ ગઈ છે છતાંય હું તમારો પ્રેમ અને મારા પ્રત્યેની લાગણીને ધ્યાનમાં રાખી હું વાત કહેવા જાઉં છું "

" એમ કથાકાર એવા શ્રી કિરણસિંહ ભગત સાહેબ શરૂ કરે છે."

શ્રાવણ માહ બેઠો હતો, સોરઠની ધરા હતી. માતા સ્નેહીબા અને પિતા દેવસુખ બાપાના ખોળે પાંચમું સંતાન એવા શ્રી ધોળાજી. ધોળાજી પહેલા ચાર દીકરી અને પછી છેક દીકરો. વિચાર કરો, એ દીકરાને કેટલા લાડકોરમાં ઉછેર્યો હશે! એ દીકરાને કેટલો પ્રેમ કર્યો હશે. ચારેય દીકરી સાસરે વળાવી લીધી. ત્યાંસુધી ધોળાજી ભણવામાં મસ્ત અને વ્યસ્ત હતા. એ ઘણા સમયથી આગળ હતા અને વિચારોમાં કોઈ સાધુ સમાન હતા. એમનું ઓછું બોલવું અને ધ્યાન ધરવું એમની અદા હતી. સાત ચોપડી ગામની શાળામાં ભણ્યા પછી પિતાના વ્યવસાયે જોડાવાનો નિર્ધાર કર્યો. 

મન કહે બીજું અને કાર્ય કરાવે બીજું. તેમનું મન પ્રભુ ભક્તિ માં ગયું અને તેમણે ગૃહત્યાગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. એમની ઈચ્છા સાંભળી તેમની માતા ઢળી પડી અને પિતાએ તેમને કાઢી નાખ્યા. પોતે કાઈ ખબર નહતી આગળ શું કરવું અને કોને મળવું પણ સમય તેમને લઈ ગયો. તે આગળ જઈ મહાન સંત બન્યા અને તેમની આજે કેટલી વાહવાહી થાય છે. એ બેઠેલા બધાજ જાણે છે અને દરેકને ખબર છે શ્રી ધોળમલ બાપુજી કેવા હતા..

એમણે ઘણા પરચા આપ્યા. આસપાસના ગામે થી આગળ વધી મુંબઈ જેવા શહેરમાં તેમનું માન વધવાનું ચાલુ થયું. ધીરેધીરે દેશ અને દુનિયામાં તેમની અલગ ખ્યાતિ ઉભરવા લાગી. તેમણે આપેલા કર્મ અને ધર્મના શબ્દો અને હેત અને પુણ્યના પાઠો ઘણા પ્રચલિત છે. શ્રી બાપુજીએ લગભગ વીસ ધાર્મિક કથા લખી હશે અને કેટલીય કથા તેમણે વાયસપીઠ પર કરી હશે.. આજે તેમનો ચાહક વર્ગ ઘણો છે. હું પોતે શ્રી બાપુજીને અંગત રીતે માનું છું અને ભક્ત છું. 

સોરઠની ધરામાં વાદળો ગાજયા,

શ્રી બાપુજીની રાહે બન્યા અમે વહાલાં.

એમએમ તેમની કીર્તિ વધતી ગઈ. એકાએક એવા સમાચાર મળ્યા કે શ્રી બાપુજી ખોવાઈ ગયા. એકરોજ એવા પણ વાવડ ફેલાયા કે શ્રી બાપુજી અવસાન પામ્યા. એકરોજ એવા પણ સમાચાર મળ્યા કે બાપુજી ક્યાંક નાસી ગયા છે. આજે મને અથવા અહીં બેઠેલા એકેયને જાણ નથી કે શ્રી બાપુજી હયાત છે કે નહીં ? એકમોટો યક્ષપ્રશ્ન છે શ્રી બાપુજી ગયા ક્યાં અને કેમ ?

એમના પરચા એટલા છે માટે માનવું શક્ય નથી કે કદાચ બાપુ હવે જીવે છે કે નહીં ? મને આજેય તેમની કહેલી વાતો યાદ આવે છે. આ સોરઠ તેમને નહીં ભૂલે અને અમે ભક્તો તેમને નહીં ભૂલીએ..

અરે, લાઈટમેન આ લાઈટ આ બાજુ પાડ.. મને કાઈ દેખાતું નથી. પેલા વૃદ્ધ દાદાજી બિચારા ઝીણી આંખે જુએ છે મને, એન કરતા લાઈટ આ બાજુ પાડ તો દાદાજી સારી રીતે જોઈ શકે ! " એમ કથાકાર ચાલુ કથાએ લાઈટમેન ને કહે છે "

ધન્યવાદ, બહુ સરસ કથા કીધી અને તમારો આભાર. મારા એક કહેવા મુજબ તમે છેક અંતરિયાળ ગામે કથા કરવા માટે આવ્યા. હું તમારો ખૂબ આભાર માનું છું અને ગામ વતી પણ ખૂબ આભાર........" એમ ગામના સરપંચ કથાકારને આભાર વ્યક્ત કરે છે "

 પેલા વૃદ્ધ દાદાજી ગયા ક્યાં ?, મેં એમને એમ કીધું હતું મારી હારે મારે ઘેર આવી જાજો. હું અહી આભારવિધિ માટે આવ્યો અને એ દાદાજી ગાયબ....આટલી રાત્રે ક્યાં ગયા હશે ? એ બાપડા નિરાધાર હતા. મને દયા આવે છે એમ થાય આ ભર રાત્રીએ ક્યાં ગયા હશે ?

" એમ ગામનો સરપંચ ગામના લોકો જોડે વાતો કરે છે "

એ દાદાજી તો કથામાં હતાજ નહીં. કારણકે આજની કથામાં કોઈ વૃદ્ધ હતું નહીં, તેમજ તમે કહો છો એમ કોઈ વૃદ્ધ આજે આવ્યું નહતું. મને ખબર છે એ વૃદ્ધ દાદાજી હતાજ નહીં......" એમ મોલાભાઈ સરપંચ ને કહે છે "

એ ભરરાત્રીએ એક મુસાફર ગામમાં પ્રવેશ કરે છે ત્યારે એક વૃદ્ધ દાદાજી એને ગામનો રસ્તો પૂછે છે. 

 બેટા, આ સડક કયે જાય ? મારે વલ્લભભાઈ ને ન્યા જાઉં છે. મને નથી ખબર કે આ સડક કયે જાય ?

એ મુસાફર પણ નથી જાણતો હોતો અને ત્યાંથી જતો રહે છે. 

આ બાજુ, સરપંચને એજ વિચાર આવે છે એ દાદાજી ગાયબ ક્યાં થયા અને જો એ મનેજ દેખાયા તો પછી એ હતું કોણ ? 

શું એ દાદાજી શ્રી બાપુજી હતા કે પછી અન્ય કોઈ વ્યક્તિ ? 

 એક કારણ છે શ્રી બાપુજી પણ હયાત છેકે નહીં તે કોઈ જાણતું નથી માટે.................એ દાદાજી જ શ્રી બાપુજી હશે કે પછી કોઈ બીજીજ વ્યક્તિ ?

આ કોયડો કાયમ માટે વણઉકેલાયો રહ્યો.

શુ કહેવું એ દાદાજી અને શ્રી બાપુજી વિષે...... હશે આ કોયડો અકબંધ રહ્યો.

પણ, એ દાદાજીનો સંબંધ શ્રી ધોળામલ બાપુજી જોડે કરવો ?

પ્રશ્ન રહી ગયો ત્યાં,

ઉત્તર મળી ગયો જ્યાં,

કોઈ સવાલ નહીં,

કોઈ જવાબ નહીં,

કોયડો રહી ગયો,

જે વણઉકેલાયો.


Rate this content
Log in

Similar gujarati story from Drama