કોરોનાનો ક્યામતી કહેર
કોરોનાનો ક્યામતી કહેર
આપણાં વડાપ્રધાન શ્રી મોદીસાહેબનાં સુચન મુજબ સાંજે પાંચ વાગે સાયરન વાગી અને સૌ હાથમાં દિવા લઈને અગાસી પર પહોંચી ગયાં.સામસામે અગાસીમાંથી એકબીજાનાં ફોટા પાડ્યાં.કોઈને ક્યાં ખબર હતી કે આ જ ફોટા પર ફૂલોના હાર ચડી જશે.
જે ત્યારે કૌતુક લાગતું હતું એ જ કોરોનાએ કરૂણ બનાવી દીધું. એકધારો ૬૭ દિવસનો લોકડોઉન, સૌ પોતાનાં જ ઘરમાં કેદ..સેનીટાઈઝર, કવોરેન્ટાઈન,ઓક્સિજન, વેન્ટિલેટર, એમ્બ્યુલન્સ, સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક,કોવીડ ટેસ્ટ, વતનવાપસી જેવાં કેટલાય નવાં શબ્દો આપણી ડિક્શનરીમાં અને જીવનમાં ઉમેરાયાં. સેનીટાઈઝર પાછળ એક એક કરૂણ કથની છે.
વર્ક ફ્રોમ હોમ,ઓન લાઈન સ્કુલ, સર્વન્ટ બધાં જ રજા ઉપર.ઘરોમાં અફડાતફડી મચી ગઈ.
બધાનાં ઘર એટલાં મોટાં ન હોય કે દરેકને એક એક રૂમ ફાળવી શકાય. ઘરમાં જ જાણે બધાં એકબીજાને વડચકાં ભરતાં લાગ્યાં. સૌથી કફોડી હાલત ગૃહિણીની થઈ.
બજારો ભેંકાર,ચીજ - વસ્તુઓ મળે નહીં.શાકભાજી વગેરે હોમ -ડીલેવરીથી ઘરે આવે તો હાથ લગાડતાં ડર લાગે .કેટલાયે પાણીથી ધોઈને વાપરવાં.
કામ ખુબ જ વધી ગયાં.
ચલણી નોટોને પણ અડતાં ડર લાગે.
ઘરમાં કોઈને કોરોના આવે તો એક અછુતની જેમ એક રૂમમાં કેદ.વાસણ,કપડાં અલગ રાખવાંનાં,દૂરથી કોઈ ખાવાનું મૂકી જાય.
એમાંય જો મુખ્ય સ્ત્રી કવોરેન્ટાઈન થાય તો ઘરે ટિફિન મંગાવવાની નોબત આવે.એટલું સારું હતું કે રોજીરોટી માટે ઘણાંએ ટિફિનસેવા શરૂ કરી હતી જે આશીર્વાદ રૂપ બની.
એક તો હાડમારીનો માર,
ઉપરથી કોરોનાનો ડર.
બે વરસ સુધી બધાં બહારની દુનિયાથી બેખબર રહ્યાં.
જાયે તો જાયે કહાં.....બાળકોને ઘરમાં પુરી રાખવાં એટલે જુલમથી જરાય કમ નહોતું.
ન ભૂતો ન ભવિષ્યતિ...સ્મશાનમાં મુતદેહની કતારો, ન કાંધ,ન કફન...હોસ્પિટલથી સીધું સ્મશાન....ઈશ્વર ફરી કયારેય એવાં દિવસો ન દેખાડે.
