Neeta Chavda

Abstract

3.4  

Neeta Chavda

Abstract

કંઈક આવું પણ થાય..1

કંઈક આવું પણ થાય..1

2 mins
184


એક દિવસ ત્રણે ફ્રેન્ડ ( અવની, સોનલ, કોમલ )સાથે નોકરી કરી રહી હતી ત્રણે ફ્રેન્ડ અલગ- અલગ વિભાગમાં હતી. દરેક પોતપોતાનું કામ કરી રહી હતી. સવારના દસ વાગ્યા હશે સ્ટાફના ઘણા છોકરા આવ્યા અને કહ્યું મદદ જોઈએ તો કે'જો અમે અયા જ છવી. તેમાંથી એક છોકરા ને સ્ટાફના ગ્રુપમાં જોડાવાં માટે અમે નામ અને નંબર લખાવ્યા.

આજે તો પહેલો દિવસ હતો એટલે કંઈ ખબર ના હતી. કામ કરતા કામ કરતા કરતા થોડો ટાઈમ મલી જાતો તો ફોન જોઈ લાતા. પણ આ શું ? આજે આટલા બધા નંબર પર થી કોલ આવેલા.... ૨૩ કોલ કોણ હશે ?

કોને કર્યા આટલા બધા કોલ ? બહુ બધા પ્રશ્ન હતાં મનમાં ત્યાં જ એક કોલ આવ્યો તે નવાં નંબર પર થી કોલ ઉપાડ્યો. હેલો દીદી મારા મામાનું ધ્યાન રાખજો મારી બેન ઘરે આવી છે એટલે મેં ઓકે કહીને કોલ કટ કરી નાખ્યો.

સોનલ બધા સાથે વાતો કરી લેતી... પછી વોટ્સપમાં મેસેજ આવેલા સોનલ આ નવો નંબર જોઈને વિચલિત થઈ ગય. સોનલે સામો પ્રતિઉતર આપતા એમની ઓળખાણ માંગી અને એમની ઓળખાણ આપી અને કહ્યું કે મારું નામ રાજ છે મેં જ કોલ કર્યા હતાં. હું સ્ટાફમાં જ છું કંઈ કામ હોય તો કેજો. 

સોનલ :- તમે મને કેટલા સમય થી ઓળખો છો?

રાજ   :- બે - ત્રણ દિવસ થી....!!!

સોનલ :- ઓકે....

રાજ   :- બોલો બીજું શું કરો છોં તમે ?

સોનલ :- કામ કરું છું...

રાજ  :- ઓકે.... કંઈ પ્રોબ્લેમ હોય તો કેજો..

સોનલ :- તમેં શું કરો છો ?

રાજ   :- બેઠો છું ઓફિસે.

સોનલ :- એમ નઈ..

રાજ   :- તો કેમ ..

સોનલ :- તમે ભણો છવો કે કોઈ બીજી નોકરી એમ પૂછ્યું.

રાજ   :- નોકરી કરું છું.

સોનલ :- તો તો તમ સેટ થય ગયા છોં એમ ને.

રાજ   :- સેટ એટલે હું કઈ સમજ્યો નઈ અમારે ત્યાં સેટ થવું નો મતલબ બીજો પણ થાય.

સોનલ :- હેં હેં હેં.....

રાજ   :- કંઈ નહીં.

સોનલ :- ના ક્યો તો શું મતલબ થાય છેં?

રાજ   :- છોડો ને બોલો બીજું શું ચાલ છે.

સોનલ :-  શાંતિ અને કામ....બાય

   થોડો સમય જાયછે સોનલ કામમાં વ્યસ્ત હોય છે.....થોડા સમય પછી રાજ ફરી એમને મેસેજ મોકલે છે. હાઈ હેલો કહી ને, પણ સોનલ નો કોઈ જ પ્રતિઉત્તર નથી આવતો એટલે રાજ પછી પોતાનામાં વોટ્સપમાં સ્ટોરી જોવા લાગે છે, ત્યાં જ એ જોવે છેં સોનલે સ્ટોરીમાં કોઈ છોકરા સાથે વાતો કરેલો સ્ક્રિન ચેટનો ફોટો મુક્યો હતો એ પણ નિકી નામ વાળો... એટલે રાજે ફરી સોનલ ને મેસેજ મોકલ્યો કે એ ચેટમાં છોકરો કોણ છે. એટલે એ સંદેશ સોનલે તરત જ વાંચ્યો અને પ્રતિઉત્તર આપવા લાગી.


Rate this content
Log in

Similar gujarati story from Abstract