Neeta Chavda

Romance Fantasy Others

3  

Neeta Chavda

Romance Fantasy Others

કંઈક આવું પણ થાય - ૨

કંઈક આવું પણ થાય - ૨

3 mins
208


ઓહ તમને કેમ દેખાઈ ગયું ?

રાજ    : - મને તો દેખાય જ ને મેં નંબર સેવ ક્યોઁ છે.

સોનલ   : - ઓહહ એવું....

રાજ    : - હવે એ તો કહો શું નામ છે ? તમારા ફ્રેન્ડનું.

સોનલ   : - હિરેનભાઈ

રાજ    : - ઓકે....બોલો બીજું.

સોનલ   : - તમે કહો.

રાજ    : - બસ બેઠા અને તમારી સાથે વાતો.

સોનલ   : - ઓહ શું વાત છે.

રાજ    : - (સોનલને વિડિયો કોલ કરે પણ સોનલ તરત જ કાપી નાખે છે.)

          કેમ કાપી નાખો છો ? વિડિયો કોલ

સોનલ   : - બસ એમ જ .

          ( રાજ ફરી વિડિયો કોલ કરે છે. સોનલ ફરી કાપી નાખે છે.)

રાજ     :- ( ગુસ્સામાં ) ઓય ફોન ઉપાડોને.

સોનલ   : - મારા ઘરે બધા છે અને લાઈટ નથી. તો નથી ઉપાડતી.

રાજ    : - હું મ્યુત કરી દઈશ બસ થોડીવાર જોવા છે તમને વિડિયો કોલમાં.

          ( રાજ ફરી વિડિયો કોલ કરે છે, સોનલ રાજનું માન રાખવા ફોન ઉપાડી લે છે. પણ સાંજનો સમય હોવાથી લેમ્પ બંધ હોવાથી કંઈ દેખાતું નથી. )

સોનલ   : - સામેથી ફોન કાપી નાખે છે.

           ( સોનલ ફોન કાપ્યા પછી પણ રાજના વિચારો કરતી હતી. શું કરવું ? કંઈ ખબર પડતી નહોતી.)

સોનલ મનમાં ને મનમાં વિચારવા લાગી આ તે કેવું આકર્ષણ ? એ પણ ખાલી એક જ વાર મને જોવાથી.

શું એમને મારી સાથે પ્રેમ તો નથી થઈ ગયોને ? ના ના હું પણ શું નહીં વિચારવાનું વિચારું છું. મને શું કામ પ્રેમ કરે એ ? તો એમણે મને મેસેજ શું કામ ક્યોઁ ? અને ચાલો સમજ્યે ખાલી એમ જ વાતો કરવા મેસેજ ક્યોઁ હશે પણ વિડિયો કોલ કેમ ક્યોઁ ? એ સાંજના દસ વાગ્યે. મને શું કામ જોવી હતી એને ? યાર આ શું થઈ રહ્યું છે. મને એના કેવા વિચારો આવી રહ્યા છેં. કંઈ ખબર જ નથી પડતી. અરે યાર જવા દે સોનલ બહુ ના વિચાર ગાંડી થઈ જઈશ તું શાંતી થી જમી લે અને સુઈ જા એમ કહી ને સોનલ પોતાની જાતને સમજાવી લે છે અને જમીને સુઈ જાય છે.

સવારે ઉઠીને સોનલ પહેલા ફોન હાથમાં લે છે તો જોઈ છે કે રાજનાં બહુ બધા મેસેજ હતાં. સોનલને ખબર જ ના પડી ઓહહ એટલા બધા રાજએ મને મેસેજ ક્યાઁ. એમ વિચારી સોનલ અફસોસ કરવા લાગે છે અને રાજ ને મેસેજ કરે છે.

સોનલ   : - સોરી યાર મને નહોતી ખબર તમારા આટલા બધા મેસેજ આવ્યાં......ખરેખર નહીંતર જવાબ આપ્યા વગર ના રહું.

          ( પણ રાજ અત્યારે ઓનલાઈન નહોતો પછી સોનલ પછી ડેટા બંધ કરી દે છે. )

          સોનલ પછી નોકરી પર જવા નીંકળી જીય છે. નોકરી પર પહોંચીને વ્હોટ્સ એપ ખોલે છે.

 રાજ    : - અરે.....આટલી વાતમાં સોરી ના હોઈ ... શું કરો છો તમે ?

સોનલ   : - બસ નોકરી પર છું.

રાજ     : - તમે ઓફલીઈન કેમ થઈ જાવ વાંરવાર, બે મિનિટ વાત ન કરી શકો.

સોનલ   : - કામ હોય એટલે ...સોરી.

 રાજ    : - ઓહ.....એવું.

સોનલ   : - હા.

રાજ     : - ફ્રિ છો તમે ?

સોનલ   : - હા થોડી વાર...કેમ કંઇ કામ હતું.

રાજ     : - સોનલનો મેસેજ વાંચીને જવાબ આપ્યા વગર સીધો જ સીધો જ સાદો કોલ કરે છે અને સોનલ ફોન ઉપાડે છે.

સોનલ અને રાજ ફોન પર વાતો કરે છે અને વાતમાં વાતમાં સોનલથી કે'વાઈ જાય છે રાજ ને કે કંઈ કામ હતું ને તો રાજ કહે છે કામ હોય તો જ ફોન કરવાનો નહિતર ન કરવાનો. સોનલ જવાબ દેવામાં કન્ફ્યુઝ થઈ જાય છે ને હા - ના હા - ના કરવાં લાગે છે પછી ફોન કટ કરી ને જતી રહે છે.

          ( શું સોનલ જે વિચારતી હતી એ વાત સત્ય હતી ? શું સાચે રાજ ને કોઈ પ્રેમિકા હતી ? અને હતી તો એ ક્યાં હતી ? એમનું નામ શું હતું ? અને નહોતી તો કેમ નહોતી ? એ જાણવા માટે બન્યા રહો મારી આ વાર્તા સાથે કારણ કે આગળ તમે જે ધારણા કરી છેં એમના કરતા સાવ અલગ જ વાત બનવાની છેં જે વાંચીને તમે હસી શકો છો, રડવાની તો ગેરેન્ટી નથી લેતી કદાચ ગુસ્સે થઈ શકો છો, માટે બન્યા રહો મારી આ રચના સાથે.. !


Rate this content
Log in

Similar gujarati story from Romance