કંઈક આવું પણ થાય - 5
કંઈક આવું પણ થાય - 5
સોનલ સ્ક્રીન ફોટા મૂકવાથી રાજ સાંજનો ગુસ્સે હતો. રાજ સોનલનાં મેસેજ કે કોલ ને રિસીવ નથી કરતો..
સોનલ : - રાજ શું થયું તમને ? કેમ જવાબ આપતા નથી, ફોન પણ રિસીવ નહીં કરતાં..
રાજ : - મારે વાત નથી કરવી એટલે... !
સોનલ : - પણ થયું છે શું ?
રાજ : - મને શું કામ પૂછો છો ? તમને નથી ખબર સ્ટેટસ તમે મુક્યાં હતાં..
સોનલ : - ઓહ તો એ વાત નો ગુસ્સો છે, મેં તમને પહેલા બધું કહેલું જ હતું ને.... !
રાજ : - ખોટું ના બોલો, આપણા વચ્ચે એવી કોઈ જ વાત થઈ નથી. મારે વાત નથી કરવી ઓકે... !
સોનલ : - તમારા માટે રમત હશે રાજ મારા માટે નથી.. !
રાજ : - મારી મજબૂરી છે.એટલે હવે હું વાત કરવાં નથી માંગતો.
સોનલ : - રાજ મને તમારા પ્રત્યે જ લાગણીઓ છે. એટલે તો દિવસ - રાત બસ તમારી સાથે જ વાત કરતી હોવ છું.
રાજ : - મને હવે જરાય વિશ્વાસ રહ્યો નહીં..
સોનલ : - ઓહ... સોરી રાજ હવે હું તમારી સીવાય કોઈ સાથે વાત નહીં કરું ..કસમ થી... !
રાજ : - ચાલ પછી વાત કરું..
સોનલ : - ઓકે.....
( સોનલ અને રાજ વચ્ચે સમાધાન તો થઈ ગયું પરંતું કોરા કાગળ પર એક વખત કરચલીઓ પડી જાય ને ત્યારે એ પહેલા જેવું કાગળ નહીં રહેતું નથી. એવું જ કંઈક વિશ્વાસમાં થાય છે.)
( સમય પસાર થતો રહ્યો. સોનલ રાજ માંટે એક ગીફ્ટ લે છે. સોનલ રાજને ખુબ જ પ્રેમ કરતી હતી. પરંતું શું રાજ સામે એટલો જ પ્રેમ કરતો હશે સોનલ ને.... ?)
રાજ : - હવે ક્યારેય સોનલને મેસેજ કે કોલ કરતો નથી..
સોનલ : - રાજ ને રોજ એક થી બે વાર કોલ કરે છે..
રાજ : - કોલ રિસીવ કરે છે ને કહે છે હું કામમાં છું પછી કોલ કરું ... !
સોનલ : - રાહ જોવે પૂરો દિવસ કોઈ કોલ કે મેસેજ નથી આવતો..
( મનોમન વિચાર કરતી રહે છે. મારા પ્રેમમાં શું ખામી રહી ગઈ ? શું મારી વિશ્વાસ કરવાની આ સજા છે ?)
( સોનલ રાજ ને મળવા માટે રાજના ફ્રેન્ડની મદદ લે છે. અને રાજનાં ફ્રેન્ડ સોનલ ને મળાવે છે. રાજ આવે તો છે પણ રાજ ને ખ્યાલ હોતા નથી કે સોનલ આવેલી છે તે કેમ કે સોનલ અને રાજનાં ફ્રેન્ડે કોઈ એ રાજને કહેલું હોતું નથી કે સોનલ આવે છે.)
( રાજ નાં ફ્રેન્ડ ગ્રુપમાં રાજની બહુ બધી વાતો થતી હોય તેમાં થી સોનલ ને રાજએ ના કહેલી વાતો પણ તેના ફ્રેન્ડ દ્વારા જાણવાં મળે છે..!)
રાજ પહેલા એક મીરા નામની છોકરી સાથે પણ વાત કરતો હતો. એ સોનલને રાજનાં ગ્રુપમાં થી જાણવા મળ્યું..પહેલા સોનલ ને આ વાતની જાણ ન હતી..હાલ જાણ હોવા છતા સોનલ રાજને એટલો જ પ્રેમ કરતી. રાજ તેના ફ્રેન્ડ ને મળવા આવે છે પણ સોનલ ને જોઈને રાજ એક મોટી બબાલ કરે છે. આ જોઈને સોનલને ખૂબ જ દુ:ખ થાય છે. રાજ ને વાત નોતી કરવી તો ના પાડી દેવી હતી પરંતું રાજે તો બબાલ કરી તેના જ ફ્રેન્ડ સાથે આ જોઈને સોનલ ને ખૂબ જ દુ:ખ થાય છે.અને સોનલ ત્યાંથી જતી રે છે..
રાજ : - રાજ ફોન કરી ને કહે છે જવા દે નિકળ... !
સોનલ : - આવા રાજ નાં શબ્દો સાંભળી ને દુ:ખી થાય છે અને રડે છે..
રાજ : - ને કંઈ ફરક પડતો નથી..
સોનલ : - પણ સોનલ તો રાજ સાથે જ વાત કરવાં માંગતી હતી..
રાજ : - ન તો વાત જ નોતી કરવી હંમેશા સોનલને ઈંગ્નોર કરતો..
સોનલ : - રોજ દિવસમાં એક થી બે વર મેસેજ કરતી પણ રાજ કોઈ જવાબ દેતો નય.. ! રાજને એક એક ગીફ્ટ સ્વીકારી લેવા કહે છે..
રાજ : - ગીફ્ટ લેવાની ચોખ્ખી ના પાડી દે છે..અને ( આઈ એમ વેરી સોરી ) કહે છે..
સોનલ : - રાજની આ વાત થી ખૂબ જ રડે છે સોનલ ને રડતા તેના મમ્મી જોઈ જાય છે.સોનલ તેના મમ્મી ને ભેટી ને ખૂબ જ રડે છે પરંતું કંઈ કહેતી નથી. મમ્મી થી છુપાવવા બહાનું બનાવે છે. અને સોનલની આંખોમાંથી આંસુંની ધારા વહે છે જે બંધ થવાની નામ જ નો'તી લેતી..
( પછી બીજા દિવસે રાજ નો ફોન અને મેસેજ આવે છે, રાજે સોનલને કહી દીધું કે આજ પછી ફોન કે મેસેજ ન કરતી. સોનલ બહુ વધારે સ્ટ્રેસ લેવા લાગે છે તેનાથી સોનલ ચાર દિવસ સુધી બીમાર પડી જાય છે.)
રાજ : - ને તો કોઈ પણ વાત જ નોતી કરવી..
સોનલ : - હવે રાજ સાથે વિતાવેલી એક એક પળ ભૂલવા માંગતી હતી. પણ ભૂલી શકતી ન હતી..
હવે સોનલને સમજાય ગયું હતું કે જે વ્યક્તિ બીજી છોકરીને પ્રેમ કરતો હોય તે સોનલ ને શું કામ પ્રેમ કરે ? બસ રાજ તો પ્રેમનાં નામે સોનલ સાથે રમત કરી હતી.
હવે સોનલને સમજાય ગયું હતું કે રાજે સાચો પ્રેમ કર્યો જ ન હતો તે બસ મતલબી જ પ્રેમ ક્યોઁ હતો. તે પ્રેમમાં દુ:ખ દર્દ સીવાય બીજું કંઈ જ મળતું નથી.
આજે આ વાતને ઘણો સમય વિતી ગયો. સોનલ આજે પણ રાજ ને એટલો જ પ્રેમ કરે છે.
જ્યારે રાજ બધું જ ભૂલાવી ને પોતાના કરિયર પર ધ્યાન આપવા લાગ્યો છે ખુશીની વાત તો એ છે કે મીરા નામની છોકરી રાજ ના જીવનમાં હોય શકે.. ! રાજ હંમેશા ખુશ રહે... !

