STORYMIRROR

Neeta Chavda

Others

4  

Neeta Chavda

Others

ચકી ને ચકો

ચકી ને ચકો

1 min
406

એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે

ચોખા ને મગના બે દાણા હતા ને ?

હવે ચાંચમાંથી એ પણ છીનવાઈ ગયા છે


કોમ્પ્યુટર મોબાઈલ ટીવી છે સોંઘા

પણ એની રંધાય નહીં ખીચડી

ચકી ને ચકાના જીવન પર ત્રાટકી છે

મોંઘવારી નામે એક વીજળી


ફાઈવસ્ટાર મોલના ફાલેલા જંગલમાં

નાનકડા સપના ખોવાઈ ગયા છે

એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે


મીનરલ વૉટરથી તો સસ્તા છે આંસુ

ને મીઠી પણ લાગશે રસોઈ

ખાંડ માટે ટળવળતી કીડીની

પાસે જઈ આટલું તો સમજાવો કોઈ


લાગે છે શેરડીના આખ્ખાયે વાઢને

લુચ્ચા શિયાળીયા ખાઈ ગયા છે

એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે


ચકી ને ચકો ક્યે જુઓ સાહેબ

હવે બોલાતું કેમ નથી ચીં ચીં ?

એવું તે શું છે આ કંઠમાં તે

લાગે છે મારે છે ડંખ જેમ વીંછી


એક્સરેમાં જોઈ અને ડૉક્ટર બોલ્યા કે

ઘણા ડૂમા ગળામાં અટવાઈ ગયા છે

એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે


Rate this content
Log in