STORYMIRROR

Kaushik Dave

Drama Others

3  

Kaushik Dave

Drama Others

કલમ બદલાય છે

કલમ બદલાય છે

2 mins
162

મિસ્ટર મહેતા, તમે હાથ પર હાથ જોડીને કેમ બેસી રહ્યા છો ? તમને કામ કરવાનો પગાર મળે છે.

સાહેબ, શું કરું હું ? મારી પેનની નીબ તૂટી ગઈ છે. ચોપડામાં લખી શકતો નથી.

મિસ્ટર મહેતા તમે કાયમ બહાના બતાવો છો. તમે તો બે પેન લાવો છો ને !

હા સાહેબ, પણ બીજી પેન લીક થાય છે. ચોપડામાં લખવા જતા સ્યાહી ટપકે છે.

સમય બદલાયો. .

ને બોલપેન આવી.

મિસ્ટર મહેતા, હવે કેમ બેસી રહ્યા છો ? કોઈ મુર્હૂત કાઢવાનું છે. તમને કેટલી વખત કહેવાનું.

સર, હું લખતો જ હતો પણ બોલપેનની રિફિલ પૂરી થઈ ગઈ હતી. બીજી બોલપેન લેવા જાઉં ?

પણ તમે તો બે બોલપેન લાવો છો તો. .

સર, ઘરેથી બે બોલપેન સાથે જ હતી પણ એક બોલપેન રસ્તામાં પડી ગઈ કે ક્યાંક ભૂલી ગયો.

હવેથી ધ્યાન રાખો ને હવે બોલપેનનું બોક્સ રાખો.

સમય બદલાયો. .

ને કોમ્પ્યુટર આવ્યું. .

મિસ્ટર મહેતા હવે કેમ બેસી રહો છો ? હવે તો કોમ્પ્યુટર છે. તમે તો ટ્રેનિંગ પણ લીધી છે.

સર, ટ્રેનિંગ લીધી છે એ સાચી વાત છે. પણ હવે આ ઉંમરે મને બરાબર ફાવતું નથી. કોઈ બીજું કામ આપોને. મારી આંગળીઓ પણ ધ્રૂજે છે.

સમય બદલાયો. .

ને મહેતા નિવૃત્ત થયા. .

હા મોબાઈલના જમાનામાં. .

મિસ્ટર મહેતા, તમે સ્ટેટ્સ સરસ મૂકો છો. ને તમે સુવિચારો પણ સરસ લખો છો. આળસ માણસનો દુશ્મન છે. લખતો માણસ પંડિત થાય. વફાદારી સંસ્કારમાં હોય છે. . વગેરે વગેરે. .

ગુડ જોબ. . બેસ્ટ ઓફ લક.

સર, મારું ભાગ્ય ઉઘડી ગયું. તમે મારા વખાણ કરો છો. રિટાયર્ડ પછી કંઈક તો કરવું પડે. ને ઓફિસ કેવી ચાલે છે ? હવે તો તમને વધુ તકલીફો પડતી હશે.


Rate this content
Log in

Similar gujarati story from Drama