ansh khimatvi

Tragedy Others Abstract

3  

ansh khimatvi

Tragedy Others Abstract

ખૂંખાર કૂતરો

ખૂંખાર કૂતરો

2 mins
13.6K


ભો... ભો... કરતો એક ખૂંખાર કૂતરો બાઈકની પાછળ પડ્યો. કૂતરો સખત દોડ્યો આખરે કૂતરો હાંફી ગયો. આ કોઈ પહેલીવાર નહોતું થયું પણ આ તો લગભગ સો એકવાર આ કૂતરો આમ ખૂંખાર થઈને બાઈક પાછળ દોડેલો. પણ આખરે તો આ કૂતરાને હારવાનું જ હોતું. આ ઘટના કેમ બનતી આજ સુધી એક રહસ્ય જ હતું. આ કૂતરો પાછળ પડતો પણ આજ સુધી કોઈએ જોયો ન હતો. પણ આ રહસ્યની હકીકત એક દિવસ સામે આવે છે...

એક શેરી જ્યાં એક કાળી કુતરીએ ચાર ગલૂડિયાને જન્મ આપ્યો. મા એ મા છે એ ભલે માણસની મા હોય કે એક પ્રાણીની મા. મા એ મા છે.

આ મા ચારેય ગલૂડિયાને ખૂબ પ્રેમ કરતી. વ્હાલથી એને ચાટતી પછી તો ભૂખ્યા બચ્ચા માને ધાવવા માંડતા. હજી તો એ માનું ધાવણ જ ધાવતાં એટલા જ નાના હતા. ચારેય બચ્ચાં રોજ ખૂબ જ મસ્તી કરતા અને આનંદથી રમત રમતા. આ જોઈ મા ખૂબ રાજી થતી.

એક દિવસ ચારેય બચ્ચા એની માને ધાવતા હતા. ત્યાં તો અચાનક એક બાઇકની ટક્કર વાગી. ત્યાં તો આખો પરિવાર દૂર જતો ફંગોળાયો. જેમાં માત્ર એક જ ગલૂડિયું ઘાયલ હાલતે જીવીત રહ્યું... જેને નક્કી કર્યું હતું કે આનો બદલો લીધા વગર હું પ્રાણ નહિ છોડું. એ રોજે બાઈક આવવાની રાહ જોતો બેસી રહેતો જેવું બાઇક એ જગ્યાએથી પસાર થતું કે એ લપાઈને બેઠો હોતો. અને અચાનક જ એ હુમલો કરવા પાછળ પડતો. એક વખત તો એ પાંચેક કિલો મીટર જેવો પાછળ દોડેલો પણ એ પહોંચી શક્યો નહી.

આમને આમ વરસો વીતી જાય છે. હવે આ કૂતરા પાસે એટલી શક્તિ ન હતી કે એ પાંચેક કિલો મિટર જેવો દોડી શકે. પણ આ વખતે એક બાઈક અલગ જ અંદાજેથી આવતું હતું. બસ એ જોઈ કૂતરો નજર માંડીને બેઠો હતો.બાઇકની સ્પીડ ખૂબ જ તીવ્ર હતી. કૂતરાને આજે અજુગતું લાગતું હતું. એનો ઉત્સાહ વધી ગયેલો હતો. કૂતરાને જોતાં એવું લાગતું હતું કે આજે એનો દૂશમન આવી રહ્યો છે. કૂતરાને એ ઘટના આજે ફરી ચોખ્ખી નજરે આવતી હતી. આજે જાણે કૂતરાને એવું લાગતું કે આજે મારી સોંગંદ પૂર્ણ થવા જઈ રહી છે.

બસ બાઈક કૂતરાની ખૂબજ નજીક હતું. કૂતરો એ બાઈકને, બાઈક ચાલકને બરાબર ઓળખી ગયો હતો. ત્યાં તો કૂતરે તરાપ મારી ને કૂતરો દૂર જતો ફંગોળાયો. કૂતરે ત્યાં જ પ્રાણ છોડ્યા ! પણ કેમ જાણે આજે પણ આ ખૂંખાર કૂતરો બાઇકની પાછળ પડે છે...


Rate this content
Log in

Similar gujarati story from Tragedy