ખંજન
ખંજન
આરવ એક નાનકડી સીટીમાં રહેતો પ્રખ્યાત ચિત્રકાર હતો.
એના ચિત્રોમાં એ પ્રાણ પૂરતો. ટૂંક સમયમાં ઇન્ટરનેશનલ સ્પર્ધા થવાની હતી જેમાં ચિત્રનો વિષય હતો "ગામડાની ગોરી"
આરવ આ સ્પર્ધામાં ભાગ લેવા તનતોડ મહેનત કરવા લાગ્યો.અને એણે ચિત્ર દોરવાનું શરૂ કર્યું.
લાંબી અને પાતળી કાયા.
ચાંદ જેવા મુખ પર કાળું તલ વાળ તો જાણે સાવનની ઘટા ચહેરા પર લટો વિખરાય ને જાણે કોઈ વાદળમાં છુપાયેલો ચાંદ દેખાય.
હોઠ એના ગુલાબી જાણે ગુલાબની પાંખડી.
વેરે સ્મિત તો ગાલે ખંજન પડે. આંખો એની જાણે નશીલી શરાબ.
હાથ માં કંગન નો રણકાર જાણે ઝરણા નો મધુર ઝણકારપગમાં પાયલ ચાલે તો હૈયું કરે ઘાયલ.
જાણે ઈશ્વર ની કંડારેલી કૃતિ સમી આકૃતિ મન મોહક મુખાકૃતિ જાણે ઇન્દ્ર ની અપ્સરાબેડલું લઈ ને પાણી જાઈ તો લાગે જાણે વિશ્વામિત્રની મેનકા આરવે આ ચિત્રમાં પ્રાણ પૂર્યો. જાણે એવું લાગતું હતું કે આ કોઈ ચિત્ર નહીં આ કોઈ જીવંત પ્રતિમા છે.
પરિણામ જાહેર થયું અને આરવ ના ચિત્ર ને વિજયી ઘોષિત કરવામાં આવ્યું.
થોડા સમય પછી આરવ પિતા ની ઈચ્છાથી પિતાના મિત્રની પુત્રી આરવી ગામડે જોવા જાય છે
આરવી એક સંસ્કારી અને શાલીન ડાહી અને સ્વર્ગ ની અપ્સરા જેવી છોકરી હતી.
પણ આરવ ના મન માં તો તેની સપના ની અને પોતાના જ ચિત્ર જેવી ગોરી રમતી હતી.
આરવ ગામડે જાય છે આરવી ને જુવે છે.
પણ આ શું?એ અવાચક થઈ જાય છે.
પોતે જ દોરેલા ચિત્રમાંથી જાણે કોઈ જીવંત પ્રતિમા બની ગઈ એવું જ અદભુત રૂપ
લાવણ્ય અને એ અભિભૂત થઈ ગયો .આરવી ના આવા રૂપ થી જાણે કુદરત ની કંડારેલી કૃતિ
અને આરવ મંજૂરી ની મહોર મારી દે છે. તેને જીવન સંગીની બનાવવા માટે.

