ખમ્મા મારા દીકરા
ખમ્મા મારા દીકરા


અને શાંતા બા એમના દીકરા સાથે ગાડીમાં બેસી ગયા આગળની સીટ પર. એમની નજર મિરર પર પડી અને એ સમયના પાછલા ખંડ માં સરકતા ગયા.
એમણે એમના દીકરા દીપકની વાતો એમની વહુ સાથેની સાંભળી લીધી હતી. કોમલે કર્કશ અવાજમાં એમના દીકરા ને કહ્યું હતું," ક્યાં તો હું આ ઘરમાં રહીશ અથવા આ ડોશી.. નિર્ણય તારે કરવાનો છે..મને ઘરમાં જૂનું ફર્નિચર રાખવાનો કોઈ શોખ નથી. "
અને દીપકે લાચાર નજરે નીચું જોઈ વાત માની લીધી. સવારે હજુ કઈ કહે તે પહેલાં જ શાંતા બા એ ઘરડા ઘરમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી અને એને એમની ઈચ્છા પરાણે પુરી કરતો હોય એમ હા પાડી..પૂછ્યું પણ નહીં કે કેમ તું જવા માંગે છે.
અને બ્રેક ગાડીમાં લાગી અને એઓ આગળના કાચમાં જોયું તો રસ્તો બહુ જ સાફ દેખાયો !
અને ઘરડા ઘરના દરવાજે ગાડી થોભી એટલે મેનેજર દોડતો આવ્યો ને કહ્યું ; બા તમે? આવો આવો આજે કોની તિથિ દાન માટે આવ્યા છો..?!!!" એમણે સ્વગત કહ્યું." મારી "..
અને દીપકે એમની સાથે આંખ પણ મેળવ્યા વગર ડીકીમાંથી બેગ કાઢવા ગયો ને બા એ કહ્યું:" રહેવા દે દીકરા..મારો બોજ હું જ ઉઠાવીશ હવે થી."
ત્યાં તો મેનેજરે બેગ ઉઠાવી લીધી અને કહ્યું ," બા આવો આ ઘર તમારું જ છે..તમારા જ પતિની સ્મૃતિમાં તમે જ નિર્માણ કરેલું. એમાં તમારું સ્વાગત છે." અને દિપક ચોંકી ગયો..એને આ વાતની તો જાણ જ નહોતી..ત્યાં જ મેનેજરે આગળ બોલ્યા., શાંતા બા યાદ છે તમને બહુ વર્ષો પહેલાં આ જ જગ્યા એ બિનવારસી હાલત માં તમે એક બાળક ને અહીં થી લીધું હતું..અને તમે એ અનાથ બાળકને નામ આપ્યું હતું 'દિપક'.!! અને એ જ દિપક તમારું કુળ બુઝાવવા તમને અહીં મુકવા આવ્યો ? " શાંતા બા એને ચૂપ રહેવા ઈશારો કર્યો. પણ દિપક બધું જ સાંભળી ગયો હતો. એ એની ભૂલ પર પસ્તાતો હતો. અને માફી માંગવા માટે આગળ જ આવ્યો ત્યાં એને ઠોકર વાગી અને શાંતા બા થી બોલી જવાયું.." ખમ્મા મારા દીકરા..મારી દુઆ છે કે તને જિંદગીમાં ક્યારેય મારા જેવી ઠોકર નહિ વાગે. જા ચાલ્યો જા. જા"
અને પાલવ વડે મોં ઢાંકી ને રડી પડ્યા.દિપક નિઃસહાય નેત્રે જોઈ રહ્યો..ઉપર.દુઆ કબૂલ કરવા કહું કે.