'Sagar' Ramolia

Abstract

4.9  

'Sagar' Ramolia

Abstract

ખમીરવંતો સરદારનો પરિવાર - 9

ખમીરવંતો સરદારનો પરિવાર - 9

2 mins
527


વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ

વલ્લભભાઈના ભાઈઓમાં વિઠ્ઠલભાઈ ત્રીજા નંબરના હતા. આ વિઠ્ઠલભાઈનો જન્મ ર૭ સપ્ટેમ્બર, ૧૮૭૩ના દિવસે થયો હતો. વિઠ્ઠલભાઈનું બાળપણ કરમસદમાં વીત્યું. એમ કહેવાય છે કે, વિઠ્ઠલભાઈ નાનપણમાં તોફાની હતા. પોતાના ચાર ભાઈઓ અને એક બહેન સાથે ધિંગામસ્તી કર્યા કરતા. માતા-પિતા પણ ઠપકો આપતા નહિ. વલ્લભભાઈના તોફાનો પણ એવા જ હતા. એટલે આ બંને ભાઈઓની ઝપટે જે આવે તે પહેલા દડે જ 'આઉટ' થઈ જાય.

કરમસદની ધૂળી નિશાળમાં પ્રાથમિક અભ્યાસ પૂરો થતાં તેમને નડિયાદની સરકારી હાઈસ્કૂલમાં અભ્યાસ માટે મૂકયા. નડિયાદની સરકારી હાઈસ્કૂલમાં તીવ્ર સ્મરણશિક્તત અને કુશાગ્ર બુદ્ઘિમત્તાથી એકવાર પરીક્ષામાં પૂછાયેલા 'ટોમસ વુલ્ઝી' અંગેના પ્રશ્નના ઉત્તરમાં વિઠ્ઠલભાઈએ જે જવાબ આપ્યો એ શબ્દશ: પુસ્તકનો ઉતારો હતો. એટલે પરીક્ષકે અને આચાર્યએ તેમના પર ચોરીનું આળ મૂકયું. વિઠ્ઠલભાઈથી આ સહન ન થયું. તેમણે આચાર્યેએ બતાવેલો ફકરો વાંચ્યો અને પછી પુસ્તક બંધ કરી એ ફકરો અક્ષરશ: કડકડાટ બોલી ગયા. વિઠ્ઠલભાઈને ઇત્તર વાચનની પણ એટલી જ ભૂખ હતી. એટલે ભણવાનાં પુસ્તકોની સાથોસાથ મહાપુરુષોનાં જીવનચરિત્રો અને અન્ય સાહિત્ય પણ વાંચવા લાગ્યા. જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરતી ગઈ.

ગામમાંથી કાળો ડગલો અને સફેદ પાટલૂન પહેરી કોર્ટમાં જતા વકીલોને જોઈને તેમને પણ વકીલ થવાનું મન થયું. કુટુંબની આર્થિક સ્થિતિ નબળી હતી. વકીલાતનું ભણવામાં ખર્ચ વધારે થાય. એટલે ડિસ્ટ્રીકટ પ્લીડરની પરીક્ષા પાસ કરી વકીલ બન્યા.

પહેલા ગોધરામાં વકીલાત શરૂ‚ કરી. અહીં ફોજદારી વકીલ તરીકે તેઓનું નામ જાણીતું થઈ ગયું. ઈ.સ. ૧૮૯૮માં બોરસદમાં વકીલાત શરૂ‚ કરી. તેઓની આવડત જોઈને તેમને ત્યાં અસીલોની લાઇન લાગવા માંડી. વલ્લભભાઈને પણ પોતાની પાસે બોરસદમાં વકીલ તરીકે બોલાવી લીધા.

હવે વિઠ્ઠલભાઈને બોરસદનું ક્ષેત્ર નાનું પડતું હતું. બેરિસ્ટર બનવા માટે ઈંગ્લેન્ડ જવાની ઈચ્છા હતી. આ સમયે વલ્લભભાઈ પણ બેરિસ્ટર બનવા માટે ઈંગ્લેન્ડ જવાની તૈયારી કરી રહ્યા હતા. એકવાર વલ્લભભાઈનો પાસપોર્ટ અને અન્ય પત્રવ્યવહાર વિઠ્ઠલભાઈના હાથમાં આવ્યો. વલ્લભભાઈએ નામમાં વી. ઝેડ. પટેલ લખ્યું હતું. આ નામ વિઠ્ઠલભાઈને પણ ચાલે. એટલે વલ્લભભાઈને સમજાવીને પહેલા તેઓ બેરિસ્ટર બનવા માટે ઈ.સ. ૧૯૦પમાં ઈંગ્લેન્ડ ગયા. કાયદાના શિક્ષણ માટેની જાણીતી શિક્ષણ સંસ્થા 'લિંકન્સ ઇન'માં પ્રવેશ લીધો. બેરિસ્ટરની ડિગ્રીનો ત્રણ વર્ષનો અભ્યાસક્રમ વિઠ્ઠલભાઈએ અઢી વર્ષમાં પૂર્ણ કર્યે અને પહેલા વર્ગમાં પાસ થયા. ત્યાં ખૂબ સાદાઈથી રહેતા. અહીંના અભ્યાસકાળ દરમિયાન સાદું અને સંયમી જીવન, કુશાગ્ર બુદ્ઘિમત્તા અને સ્નેહભર્યા વ્યવહારથી એ બધાના પ્રિય બની ગયેલ. અહીં દાદાભાઈ નવરોજી સાથે ઓળખાણ થઈ. આ ઓળખાણે તેમનામાં દેશભકિતનું બીજ રોપ્યું. ભારત પાછા આવી મુંબઈમાં વકીલાત શરૂ કરી. અહીં પણ વકીલાત જામી. ઈ.સ. ૧૯૧૦માં તેમનાં ધર્મપત્નીનું અવસાન થયું. હવે વિઠ્ઠલભાઈ જાણે સંન્યસ્ત તરફ સરકતા જતા હતા. તેમના મિત્રોએ તેમને બીજીવાર લગ્ન કરવા સમજાવ્યા, પણ તેમ ન કર્યું.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Abstract