STORYMIRROR

'Sagar' Ramolia

Abstract

4  

'Sagar' Ramolia

Abstract

ખમીરવંતો સરદારનો પરિવાર - 8

ખમીરવંતો સરદારનો પરિવાર - 8

1 min
549

નરસિંહભાઈ ઝવેરભાઈ પટેલ

વલ્લભભાઈના ભાઈઓમાં બીજા નંબરના ભાઈ એટલે નરસિંહભાઈ. આ ભાઈ પણ મોટાભાઈ સોમાભાઈને મદદરૂપ બનવા ભણવાનું છોડીને ખેતીના કામમાં લાગી ગયા. તેઓએ કદાચ એવું વિચાર્યું હોય કે, પિતાજી તો ધર્મ-ધ્યાનમાં લાગી ગયા છે અને ખેતીમાં ધ્યાન આપતા નથી. મોટાભાઈ એકલા આવડા મોટા કુટુંબને કઈ રીતે સંભાળી શકશે ?

વલ્લભભાઈ જ્યારે ઈંગ્લેન્ડમાં હતા ત્યારે અને વકીલાત માટે બહાર રહેતા ત્યારે કે દેશની સેવામાં લાગ્યા પછી પણ નરસિંહભાઈ જોડે જ પત્રવ્યવહાર કરતા. નરસિંહભાઈ સોમાભાઈને ખૂબ મદદ કરતા.

નરસિંહભાઈ ઓછું ભણેલા હતા, અંગ્રેજી ભણેલા નહોતા, તોયે બુદ્ઘિપ્રભાવ અને વ્યવહારકુશળતામાં વિઠ્ઠલભાઈ અને વલ્લભભાઈને પણ ટપી જાય એવા હતા.

નરસિંહભાઈ પણ કુશળતાપૂર્વક અને ખમીરવંતુ જીવન જીવી ગયા.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Abstract