ખમીરવંતો સરદારનો પરિવાર - 7
ખમીરવંતો સરદારનો પરિવાર - 7
સોમાભાઈ ઝવેરભાઈ પટેલ. વલ્લભભાઈના ભાઈઓમાં સોમાભાઈ સૌથી મોટા હતા. કુટુંબની આર્થિક સ્થિતિ નબળી હતી. એટલે તેઓ વધુ ભણી શકયા નહોતા. કુટુંબને મદદરૂપ બનવા તેઓએ ભણવાનું છોડી દીધું અને ખેતીનું કામ સંભાળી લીધું. પિતા ઝવેરભાઈ તો આમેય ખેતીમાં ઓછું ધ્યાન દેતા હતા. એટલે એવું વિચારતા હશે કે પિતાને આ જવાબદારીમાંથી મુકત કરી પોતે ખેતી સંભાળી લે અને નાના ભાઈઓ અને બહેન કોઈ જાતની ચિંતા વગર ભણી શકે.
એમ કહેવાય છે કે, સોમાભાઈએ સારી રીતે કુટુંબનો ભાર સંભાળી લીધો હતો. પોતે કામ કરે છે અને નાના ભાઈઓ જલસા કરે છે એવો ભાવ કદી' આવ્યો નહોતો. તેમના મનમાં તો એ જ હતું કે મારો આ પરિવાર સુખી થાય, પિતાજીને ચિંતા ન રહે. પિતાજી પોતાના ધર્મ-ધ્યાનમાં મન પરોવી શકે.
આવી રીતે સોમાભાઈએ ખમીરવંતુ જીવન જીવ્યું.
(ક્રમશ:)
