'Sagar' Ramolia

Abstract

4.9  

'Sagar' Ramolia

Abstract

ખમીરવંતો સરદારનો પરિવાર - 4

ખમીરવંતો સરદારનો પરિવાર - 4

2 mins
607


ઝવેરભાઈ ખૂબ આગ્રહી હતા. આ બાબતનો એક પ્રસંગ પુત્ર વલ્લભભાઈ સાથે બનેલ છે. ત્યારે વલ્લભભાઈ બોરસદમાં વકીલાત કરતા હતા. એક દિવસ વલ્લભભાઈ પોતાની ઓફિસમાં બેઠા હતા ત્યાં ઝવેરભાઈ ત્યાં પહોંચે છે. બંને વચ્ચે જે વાત થઈ તે કંઈક આમ હતી.

'અરે, મોટાકાકા તમે અહીં ?'

'ભાઈ, તારું કામ પડયું છે, એટલે જ આવ્યો છું.'

'પણ મને કહેડાવવું હતું ને. હું કરમસદ આવી જાત. લાડબાઈને પણ મળાત.'

'પણ કામ બોરસદમાં છે. એટલે તને ત્યાં બોલાવી શું કરું ?'

'એવું શું કામ છે ?'

'આખા જિલ્લામાં તારી હાક વાગે છે અને આપણા મહારાજ ઉપર વોરંટ નીકળે એ કંઈ ઠીક કહેવાય ? તું બેઠો છો છતાં મહારાજને પોલીસ પકડી શકે ?'

'મહારાજ ઉપર વળી વોરંટ કેવું ? એ તો પુરુષોત્તમ ભગવાનનો અવતાર કહેવાય. આપણને સૌને આ ભવમાંથી છોડાવનાર. એમને પકડનાર કોણ હોય ?'

'અત્યારે તારું આ ટીખળ જવા દે. મેં પાકે પાયે સાંભળ્યું છે કે વડતાલ અને બોચાસણના કબજા સંબંધી તકરાર થઈ છે અને તેમાં આપણા મહારાજ ઉપર પણ વારંટ નીકળ્યું છે. તારે એ વોરંટ રદ કરાવવું જ પડશે. મહારાજને પકડે તો તો મારી સાથે તારી પણ આબરૂ જાય.'

'આપણી આબરૂ શું કામ જાય ? એવાં કરમ કરે એની જાય. પણ હું તપાસ કરીશ. એમ વોરંટ શેના નીકળે છે ? મારાથી થઈ શકે એ બધું કરીશ.'

પછી જરા ગંભીર થઈને, પણ નમ્રતાથી પિતાજીને જણાવ્યું, 'તમે હવે છોડો આ સાધુઓને. જેઓ પ્રપંચ કરે છે, ઝઘડા કરીને કોર્ટે ચઢે છે, પોતાનું જેઓ આ ભવમાં રક્ષાણ કરી શકતા નથી, તે આપણને આવતા ભવમાં શું તારવાના હતા અને આપણો શો ઉદ્ઘાર કરવાના હતા ?'

ત્યારે પિતાએ કહેલ, ' આ બધી પંચાત આપણે શું કામ કરીએ ? પણ જો, તારે એટલું ધ્યાનમાં રાખવાનું કે મહારાજ ઉપર વારંટ નીકળ્યું હોય તો રદ થવું જ જોઈએ.'

આટલું કહી પિતા ઝવેરભાઈ ઓફિસમાંથી નીકળી ચાલ્યા ગયા અને વલ્લભભાઈએ પિતાજીના આગ્રહને લીધે આ કેસ હાથમાં લઈ માંડવાળ કરાવી અને બંને પક્ષના તહોમતદારોને છોડાવેલા.

આમ, ઝવેરભાઈ પોતાના મનમાં જે કંઈ હોય તેનો આગ્રહ છોડતા નહિ.

સમય વીતતો ગયો અને ઈ.સ. ૧૯૧૪માં લગભગ ૮પ વર્ષની ઉંમરે તેઓનું અવસાન થયું.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Abstract