Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Bhajman Nanavaty

Tragedy

3  

Bhajman Nanavaty

Tragedy

ખીચડી ચાલશે

ખીચડી ચાલશે

1 min
310


સુકેશી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. એક ક્લાયંટ માટે ઇન્કમટેક્ષના કેસની અપીલ કરવાની હોવાથી રાતના નવ વાગે થાકીને ઘેર પહોંચી. ચેંજ કરવા સીધી બેડરુમમાં પ્રવેશી. બેડરુમમાં ગુંજન તેના લેપટોપમાં મશગુલ થઈ બેઠો હતો. બંને શૂઝ બેડ પાસેજ પડ્યા હતા, એમાંથી એક આડો થઈ ગયો હતો. બાજુમાં મોજાં વિખરાયેલી હાલતમાં હતાં. બેડ પર ટાઈ અને શર્ટ ડૂચાની જેમ હતાં. સુકેશીને રુમમાં આવેલી જોઈ ગુંજન બોલ્યો, ‘ઑહ! ડીયર, આવી ગઈ? મને થોડું પાણી લાવી દઈશ, પ્લીઝ?’ 

પર્સ સાઈડ ટેબલ પર મૂકી, સેંડલ કાઢી વૉર્ડરોબના ડ્રોઅરમાં મૂકતાં બોલી, ‘હા.’

રસોડામાં જઇને જોયું તો વાસણોનો ઢગલો તેની રાહ જોતો હતો.

સાસુજીએ ડ્રૉઈંગ-રુમમાંથી કહ્યું, “વહુ! આજે કામવાળી નથી આવી. ખીચડી મુકી દો. ચાલશે.” 


Rate this content
Log in

More gujarati story from Bhajman Nanavaty

Similar gujarati story from Tragedy