Ishita Raithatha

Horror Romance

4  

Ishita Raithatha

Horror Romance

ખાનદાની હવેલીમાં લગ્ન,ભાગ - ૩૧

ખાનદાની હવેલીમાં લગ્ન,ભાગ - ૩૧

4 mins
391


સચિન વિચારતો હોય છે ત્યાં અચાનક તેની ગાડીનું એક્સિડન્ટ થાય છે. સુમસાન રસ્તો હોય છે કોઈ બચાવવાવાળું પણ હોતું નથી, સચિન અને હવલદાર બંને બેભાન થઇ જાય છે. રાત પણ થઈ ગઈ હોય છે, થોડીવારમાં સચિન ભાનમાં આવે છે અને હવલદારને પણ ભાનમાં લાવે છે. બંને ગાડી ચાલુ કરે છે થોડી મહેનત પછી ગાડી ચાલુ થઈ જાય છે અને બંને ત્યાંથી નીકળી જાય છે. 

થોડે આગળ એક હોટલમાં જમવા માટે સચિન અને હવલદાર રોકાઈ છે, જમીને બહાર આવે છે ત્યાં ગાડીમાં આગ લાગી ગઈ હોય છે. સચિન ત્યાં હોટલના માલિકને મદદ માટે વિનંતી કરે છે અને પછી તેની ગાડી લઈને નીકળી જાય છે. મીનાક્ષીની આત્મા સચિનને હવેલી પર પહોંચવા નહીં દે એવું સચિનને લાગવા લાગ્યું હતું, પરંતુ ભગવાન સાચા લોકોનો સાથ હમેશાં આપે છે.

મહા મહેનતને સચિન હવેલી પર પહોંચે છે ત્યારે રામુકાકા અને રમીલાકાકી પૂજાના રૂમની બહાર બેઠા હોય છે.

સચિન : "કાકા, પૂજા બરાબર છે ?" 

રામુકાકા : "ના બેટા, તું જોઇલે."

સચિન રૂમ ખોલીને જોવે છે તો પૂજા પલંગ પર બેઠી હોય છે પરંતુ પૂજાના હાથ ઊંધા થઈ ગયા હોય છે અને પુજાની ડોક પણ વાંકી થઈ ગઈ હોય છે, વિખરાયેલા વાળ, આખા શરીર પર નખના નિશાન. આ બધું જોઈને સચિન થોડીવાર માટે ડઘાઈ જાય છે.

રમીલાકાકી : " બેટા, શું કીધું અઘોરીબાબા એ ?"

સચિન : "આ માતાજીના હવનની ભસ્મ છે, આખી હવેલીમાં છાંટી દો અને થોડી પૂજા પર પણ છાંટી દો, હું વાઘમારે સાહેબને ફોન કરીને આવું છું, ખુશ અને અજયભાઈ પહોંચતા હશે, તેમને અહીં આવવાથી રોકવાની કોશિશ કરું."

રામુકાકા : "બેટા, તું કોશિશ કર પરંતુ ખુશને રોકી નહીં શકે અને અજયભાઈ અને આશાને પણ નહીં રોકી શકે. કારણકે તે લોકો પૂજાને ખુબ પ્રેમ કરે છે, ફક્ત સંપતિની લાલચથી આવું કર્યું પરંતુ હવે ખૂબ પછતાવો છે માટે આવવા દે તે લોકોને."

સચિન : "ના, કાકા હું હવે કોઇનો જીવ જોખમમાં મૂકવા નથી માગતો." (સચિન વાઘમારે સાહેબને ફોન કરે છે.)

વાઘમારે સાહેબ : "સચિન આટલી મોડી રાત્રે ફોન કર્યો, બધું બરાબર છે ને ?"

સચિન : "સાહેબ, ખુશ અને અજયભાઈ એ લોકો અહીં પહોંચતા જ હશે, તમે એ લોકોને કોઈપણ રીતે અહીં આવતા રોકી શકશો ? જો એ લોકો અહીં આવશે તો પછી એમનો જીવ પણ જોખમમાં મુકાશે."

વાઘમારે સાહેબ : "હા તું ચિંતા ના કર હું, હું હમણાં જ ગામના ચેક પોસ્ટ પર જાવ છું અને એ લોકોને મારા ઘરે લઈ આવું છું."

થોડીવાર પછી વાઘમારે સાહેબનો ફોન આવે છે સચિનને અને સચિન કંઇપણ વિચાર્યા વગર હવેલીમાં પૂજાને મૂકીને નીકળી જાય છે અને સાહેબના ઘરે પહોંચે છે. સાહેબ ઘરેથી નીકળવા સમયે પડી ગયા હોય છે અને ખૂબ લોહી નીકળતા હોય છે માટે સચિન ત્યાં જાય છે. ત્યાં જઈને જોવે છે તો સાહેબ ઘરે સૂતાં હોય છે.

અંજુબહેન : "શું થયું ?"

સચિન : "સાહેબને બહુ લાગ્યું નથીને ?"

અંજુબહેન : "શું સાહેબને લાગ્યું ? ક્યારે ? "

સચિન : "મે સાહેબને ખુશને અહીં આવવાથી રોકવા કહ્યુ હતું અને તે ચેકપોસ્ટ પર રોકવા ગયા હતા અને મને ફોન કે, ઘરે આવી ગયા અને પડી ગયા, ખૂબ લાગ્યુ છે."

અંજુબહેન : "શું ફોન! સાહેબનો ફોન તો ગઈ કાલ રાતથી અહીં કૂવામાં પડી ગયો હતો તો પછી તારી સાથે વાત કોને કરી ?"

સચિન : "શું તમે સાચું કહો છો ? તો પછી ક્યાંક મીનાક્ષીની આત્મા એ મને ભ્રમિત તો નથી કર્યો ને ?"

અંજુબહેન : "બેટા મેં તને કહ્યું હતું કે, આત્મા પોતાના સ્વાર્થ માટે કંઈપણ કરી શકે છે, તું જલ્દી જા, ક્યાંક પૂજાને તકલીફ વધુ ન થાય."

સચિન : "તમારી વાત સાચી છે, પૂજા અને ખુશ બંનેને મારે બચાવવાના છે, હું જાવ છું."

આટલું બોલીને સચિન જેવો ઘરની બહાર જવા નીકળ્યો ત્યારે અચાનક તેને એક સાંપ એ ડંખી લીધો, ભગવાન કેટલી કસોટી કરશે સચિનની ? તરત સચિન ત્યાં પડી જાય છે અને અંજુબહેન તરત સાહેબને જગાડે છે અને બંને સચિનને ઘરમાં સુવડાવી દે છે. અંજુબહેન દેસી ઓસડ્યાથી સચિનની દવા કરે છે અને સચિનને સાજો કરે છે ત્યાં સુધીમાં સાંજ થઈ જાય છે, હવે સચિન પાસે ફક્ત આજની રાત જ હતી પૂજા અને તેના કુટુંબ ને બચાવવા માટે.

સચિન ભાનમાં આવે છે કે તરત સમય જોવે છે અને કંઇપણ વાત કર્યા વગર હવેલી પર જવા નીકળે છે. હવેલીની બહાર ખુશ અને અજયભાઈ બંનેની ગાડી જોઈને સચિન સ્તબ્ધ રહી જાય છે કે, આટલી મહેનત કરવા છતાં મીનાક્ષીએ આ લોકોને હવેલી સુધી પહોંચાડી દીધા. દોડતો અંદર જાય છે ત્યાં પહોંચીને જોવે છે તો જાણે સચિનના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેમ સચિન નીચે બેસી જાય છે.

ક્રમશઃ...


Rate this content
Log in

Similar gujarati story from Horror