Ishita Raithatha

Horror Romance

3  

Ishita Raithatha

Horror Romance

ખાનદાની હવેલીમાં લગ્ન - ૨૯

ખાનદાની હવેલીમાં લગ્ન - ૨૯

4 mins
144


બધા જુએ છે ત્યાં પૂજા પાછળ ફરીને કહે છે કે,"હું જાઉં છું." તરત સચિન તે બારીમાંથી કૂદીને નીચે પડે છે અને પૂજાને ખેંચીને તળાવમાંથી બહાર કાઢે છે અને અંદર લઈ જાય છે પોતાના પ્રેમની વાતો કરે છે અને પૂજાને ભાનમાં લાવે છે, પરંતુ મીનાક્ષી તરત પૂજા પર હાવી થઈ જાય છે. પછી બધા પૂજાને પલંગ સાથે બાંધી દે છે. પૂજા ખૂબ ધમપછાડા કરે છે પરંતુ કોઈ છોડતું નથી. થોડીવાર પછી જ્યારે પૂજા શાંત થાય છે પછી બધાને થોડી રાહત થાય છે.

સચિન : "કાકા તમને ખબર છે તે મીનાક્ષીની અસ્થી ક્યાં રાખી છે ?"

રામુકાકા : "હા, આપુ."

સચિન : "આભાર કાકા, હું હવે અત્યારે જ અઘોરી બાબાને મળવા જાવ છું, તમે બધા ધ્યાન રાખજો."

રમીલાકાકી : "બેટા આત્મા ધ્યાન ભંગ કરે અને આપને બીજી દિશામાં લઈ જાય."

સચિન : "તમે ચિંતા ના કરો હું મીનાક્ષીની બધી ચાલ સમજી ગયો છું."

એકક્ષણ પણ બગડ્યા વગર સચિન નીકળી ગયો અઘોરી બાબા પાસે, આ બાજુ સવાર થતાંની સાથે ખુશ પોતાની પરીક્ષા દેવા જાય છે અને જલ્દી પૂરી કરીને ત્યાંથીજ ડ્રાઈવરને લઈને પોતાની કારમાં નવાગામ જવા નીકળી જાય છે. એ વાતની અજયભાઈ અને આશાને ખબર પડે છે ત્યાં સુધીમાં ખુશ દિલ્હીથી ઘણો દૂર જતો રહ્યો હોય છે.

આશા : "મેં તમને કહ્યું હતુંને ખુશને ત્યાં જવા ન દહેતા, છતાં ડ્રાઈવર તમને પૂછ્યા વગર ખુશને લઈને જતો રહ્યો, તમે તેને નોકરીમાંથી કાઢી નાખો."

અજયભાઈ : "એના માટે તે ડ્રાઈવર અહીં આવે પછી એને કાઢું ને !"

આશા : "તમે જલ્દી તૈયાર થઈ જાવ, આપણે પણ નીકળી જઈએ."

અજયભાઈ : "ત્યાં શું ચાલી રહ્યું છે તે પહેલાં હું રામુ કાકાને પૂછી લઉં પછી વિચારીશ."

 અજયભાઈ રામુકાકાને ફોન કરે છે, ત્યારે રામુકાકા બધી વાત કરે છે, પૂજાની હાલતની પણ વાત કરે છે જે સાંભળીને આશા અને અજયભાઈ બંનેના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હોય તેમ બંને નીચે બેસી જાય છે અને બંને જણા ત્યારે તરત પૂજાને બચાવવા નીકળી જાય છે. રસ્તામાં બંને વાત કરતા હોય છે.

અજયભાઈ : "મારા સ્વાર્થની સજા પૂજાને મળશે."

આશા : "આપણેતો ફક્ત પૂજાના લગ્ન બીજી કાષ્ટમાં કરવા માગતા હતા જેથી આપણાં ખુશને આપણી સંપતિ મળે. પરંતુ આપળે ક્યારેય પૂજાનો જીવ જોખમમાં મૂકવા માગતા નહોતા, એમ હતું કે, પૂજા દીકરી છે માટે અહીં મીનાક્ષીની આત્મા પૂજાને નહીં મારે, એમ સમજીને આપણે આ પગલું ભર્યું, કે પછી હવેલી પરથી આત્મા પણ જતી રહે."

અજયભાઈ : "કદાચ મારે મારો જીવ દેવો પડશે તો પણ હું આપી દઈશ, પણ પૂજાને કંઈ થવા નહીં દઉં."

આશા : "એવું ના બોલો, બધું બરાબર થઈ જશે."

ભવિષ્યથી બધા અજાણ હતા પરંતુ વર્તમાનમાં તો બધાનો ધ્યેય એકજ હતો કે આપળે પૂજાને બચાવવી છે, દિલથી કરો તો ભગવાનને પણ મદદ કરવી પડે. પરંતુ શું પૂજાને બચાવવામાં બધા સફળ થશે કે નહીં તે ખબર નથી પરંતુ બધાની કોશિશ તો ચાલુજ છે. આ બાજુ સચિન મીનાક્ષીની અસ્થિ લઈને ગાડીમાં નીકળી ગયો હતો. રસ્તામાં આવનારી આફતથી અજાણ, પરંતુ એક ધ્યેય કે પૂજાને બચાવવી છે, તેના સિવાય કોઈ વાત પર ધ્યાન કે વિશ્વાસ નહીં કરવાનો, આ વાત યાદ રાખીને સચિન નીકળ્યો હતો.

થોડે દૂર પહોંચે છે અને સચિન ફોનમાં રસ્તો જોતો હોય છે ત્યાં અચાનક સચિનની ગાડી સામે એક બાળક આવી જાય છે, તે બાળકને બચાવવા સચિન ગાડીને બીજી દિશામાં વાળે છે તો ત્યાં એક પોલીસની ગાડી આવતી હોય છે અને તે ગાડી સાથે સચિન ભટકાય જાય છે.

પોલીસ : "કોણ છે તું ? અને તને ગાડી ચલાવતા નથી આવડતી ?"

સચિન : "હું, સચિન છું અને સર મારી ગાડી સામે એક બાળક આવી ગયો હતો તે બાળકને બચાવવા મે ગાડી આ બાજુ વળી. મને માફ કરો સર અને મને જવાદો જો મને મોડું થશે તો કોઈનો જીવ પણ જઈ શકશે, તમને વિશ્વાસ ન હોઈ તો જોઈલો ત્યાં એક બાળક છે."

પોલીસ ત્યાં આજુબાજુ બધે ગોતે છે, જુએ છે પરંતુ ક્યાંય કોઈ મળતું નથી. પછી સચિન પાસે લાઇસન્સ માગે છે, ગાડીના પેપર માગે છે. સચિન ગાડીમાં ગોતે છે પરંતુ કશું મળતું નથી માટે પોલીસ તેને ખોટું બોલઉંા માટે અને પોલીસની ગાડી સાથે એક્સિડન્ટ કરવા માટે પોલીસ સ્ટેશન લઈ જાય છે. સચિનને ખૂબ ચિંતા થાય છે, પોલીસ સાથે જવા ટાઈમે સચિન ગાડીમાંથી અસ્થી સાથે લઈ લે છે.

પોલીસ : "આ શું છે ?"

સચિન : "આ અમારા પૂર્વજોની અસ્થિ છે મારે આ પધરાવવા જવાની છે. પ્લીઝ મને જવા દો નહીંતર મોડું થઈ જશે."

પોલીસ : "તારા જેવા ઘણા ખોટા લોકો જોયા, હવે ઝાઝું ખોટું ન બોલતો બાકી જેલમાં નાખી દઈશ."

ક્રમશઃ 


Rate this content
Log in

Similar gujarati story from Horror