DIPIKA CHAVDA

Drama

4.7  

DIPIKA CHAVDA

Drama

કેવલનું સપનું

કેવલનું સપનું

3 mins
546


        ઝરણાંનો હરખ આજે અનેરો હતો. કેટકેટલાં સપનાં જોયાં હતાં ! કેટલો સંઘર્ષ કરવો પડ્યો હતો ? કેટલું ગુમાવીને આજે એને મીઠું ફળ ચાખવા મળ્યું હતું. કેવલે અને ઝરણાં એ સાથે જ એક સપનું જોયું હતું ઝરણાં ને એક સફળ સ્ટેજ કલાકાર તરીકે જોવાની. સ્કૂલ કોલેજનાં સમયથી જ ઝરણાં અભિનયમાં એક્કો હતી. ખૂબજ ભાવસભર અને પાત્રમાં પરોવાઈને આત્મીયભાવથી અભિનય કરતી હતી. પછી ભલે ને પાત્ર સકારાત્મક હોય કે નકારાત્મક ! દીકરી, પત્ની, સાસુ, વિધવા, કે ત્યક્તા, માં કે બહેન ! એ પાત્ર ભજવતી વખતે એમાં જ ઓતપ્રોત થઈ જતી.આબેહૂબ નીભાવી જાણતી.

          સમય જતાં ઝરણાંનાં લગ્ન કેવલ સાથે થયા. કેવલ એક સાહિત્ય સર્જક હતો. બેઉને પરસ્પર પ્રેમ થતાં લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા. ઘરની જવાબદારી નીભાવવામાં ઝરણાંનો શોખ એકબાજુએ રહી ગયો. કેવલે ઘણી એવી કૃતિઓ લખી હતી જેમાં ઝરણાં અભિનય કરી શકે તેમ હતી પણ પરિવારની જવાબદારીમાં એનાથી સ્ટેજ છૂટી ગયું. સફળ અભિનેત્રી બનવાનું સપનું અધૂરું જ રહી ગયું.

        સમયનાં વહેણે ઝરણાંનાં જીવનમાં ઝંઝાવાત સર્જી દીધો. કેવલને પક્ષઘાતનો હુમલો આવ્યો. એનું અડધું અંગ લકવાગ્રસ્ત થઈ ગયું. હવે કેવલ ના લખી શકતો ના બોલી શકતો. પણ એક દિવસ એણે પોતાની આંખોની મૂક ભાષાથી ઝરણાંને સ્ટેજ શો નાં નાટકોમાં કામ કરવા સમજાવી.અને ઝરણાં એ કેવલની એ ઇચ્છાને પૂરી કરવા માટે એ કામ કરવાનું શરૂ કરી દીધું. એક પછી એક નાટકો એને મળવા લાગ્યા. 

          એક દિવસ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે યોજાયેલી નાટ્યસ્પર્ધા માં ભાગ લેવાનો અવસર ઝરણાં ને મળી ગયો. ને દિલથી એ મહેનત કરીને કામ કરવા લાગી. એની ધગશ અને અભિનય શૈલીથી અંજાઈને સુજલને એની ઇર્ષ્યા થવા લાગી. એણે ઝરણાં સાથે મિત્રતા કેળવી. અને ધીમે ધીમે એને પ્રેમમાં પરિવર્તિત કરી દીધી. સુજલે ઝરણાં પાસે પોતાનાં પ્રેમ નો એકરાર પણ કર્યો. ઝરણાં એ પણ તેને સાથ આપ્યો. 

        સુજલ ઝરણાંને ખૂબજ સાથ ને સહકાર આપતો ને એવું જતાવતો કે એ ઝરણાંને ખૂબજ ચાહે છે. સામે ઝરણાં પણ એવોજ સહકાર આપતી. બેઉનો જાણે એક જ ધ્યેય કે બેઉને જીતાડવા માટે તનતોડ મહેનત કરવી. બેઉનાં અભિનયનાં પણ એટલાં જ વખાણ થતાં હતાં સુજલ એમજ માનતો કે ઝરણાં મારાં ગળાડૂબ પ્રેમમાં છે. પણ ઝરણાં સુજલનો ઈરાદો બરોબર જાણી ગઈ હતી. એનાં જ પતિ કેવલે લખેલાં નાટકનો રચયિતા જ સુજલ છે એવું વાહિયાત જૂઠાણું સાબિત કરતી સુજલની ચાલ ઝરણાં ને બરોબર પરખાઈ ગઈ હતી. અને એટલેજ એ એક સફળ અભિનેત્રી જેવોજ અભિનય સુજલને પ્રેમ કરવાનો કરતી રહી.

          સુજલને એની સહેજ પણ ગંધ ના આવવા દીધી. નાટક આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભજવાયું હતું. દેશવિદેશમાં ડંકો વગાડનાર નાટકમાં જ શ્રેષ્ઠ રંગમંચની શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ અદાકારાનો એવાર્ડ ઝરણાં ને મળે છે.અને સુજલ તો હતપ્રભ જ થઈ જાય છે. આ શું થઈ ગયું !! અને શ્રેષ્ઠ નાટ્ય કૃતિ રચયિતા નો એવોર્ડ પણ કેવલને નામે જાય છે.

       જે નાટકમાં ઝરણાં અને સુજલે સાથે કામ કર્યું હતું જેનો રચયિતા પોતે જ છે એવું કહેનાર સુજલ આ સાંભળીને જાણે પથ્થર બની ગયો ! હા, એ સમજી ગયો કે ઝરણાંએ માત્ર તેની સાથે એક લાલચને સલામત રાખવા માટે પ્રેમ નું નાટક જ કર્યું હતું. એમાં પણ એ એક સફળ જ અભિનેત્રી સાબિત થઈ ગઈ હતી.

        આજે ઝરણાં એટલે જ ખુશ હતી કે એણે અને કેવલે જોયેલું સપનું આજે સાકાર થયું હતું. ઝરણાં કેવલને વ્હીલચેરમાં બેસાડીને સ્ટેજ પર લાવીને એને મળેલાં એવોર્ડને સ્વીકારીને કેવલનાં ચરણે ધરે છે. અને કેવલનાં લકવાગ્રસ્ત અંગમાં એક અનોખું સ્પંદન થાય છે. એની આંગળીનાં ટેરવામાં કંપન થાય છે અને એક કંપનનો, સ્પંદનનો અનુભવ ઝરણાં એ અનુભવ્યો. એનો ચહેરો કેવલનાં બેઉ હાથમાં મૂકેલો હોય છે એમાં મૂકેલા ગાલને એ કંપનનો અહેસાસ થયો, અને આજે એને એનો ખરો એવોર્ડ જાણે પ્રાપ્ત થવાની અનેરી ખુશી મળી છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama