કેશવ
કેશવ
આજેય લક્ષ્મી બા ને શરીર કળતું હતું. નહીં તો ૮૦ વર્ષના થયા હતા. આંખે ઝાંખપ હતી, સંભળાતું ઓછું હતું.
પણ હતા અડીખમ.
તેમનો એકનો એક દીકરો કેશવ પરદેશ ગયો હતો. દુબઈ ..કમાવવા માટે.ઘણા વર્ષો થયા, પણ તે ગામ પાછો આવ્યો ન હતો.
હા ! વાર તહેવારે લક્ષ્મીબા માટે પૈસા મોકલતો.
એવું ન હતું કે,વૈભવની છોળોમાં કેશવ ડૂબી ગયો હતો.
દુબઈ પહોંચ્યા પછી, ત્યાંના એજન્ટે ..માલિકે તેનો પાસપોર્ટ લઈ લીધો હતો અને કાળી મજૂરી કરાવતા હતો. તેમાંથી જે થોડું કમાતો તે બાને મોકલતો.
આ તરફ લક્ષ્મીબા દરરોજ દીકરાની રાહ જોતા. દરરોજ વલોણું કરતા, થોડું માખણ કાઢી ભગવાનને ધરતા.
તેમને મનમાં આશા હતી કે એક દિવસ કેશવ આવશે અને તેના હાથનું માખણ ખાશે.
"મારી માડી... મારી માડી ..."ના શબ્દો તેના કાનમાં આજે ગુંજતા હતા. ભલે શરીર કળતુ હતું, પણ તોય ઉઠ્યા. દૂધ દોહ્યુ.
વલોણું કરી, ભગવાનને માખણ ધર્યું.
લક્ષ્મીબાને આજે અત્યંત ઝાંખું દેખાતું હતું. તેમનાથી પ્રભુ પાસે ..એક બિંદુ અશ્રુનું..સ્નેહનું... માખણમાં પડ્યું. ને લક્ષ્મીબા બોલ્યા .."ખમ્મા મારા પ્રભુ. "
પ્રભુમાં ઓતપ્રોત.. લક્ષ્મીબા ને સંભળાયુ..માંડી.."મારી માડી આંખો ખોલ. હું આવી ગયો. હું કેશવ...હું આવી ગયો. લાવ મારુ માખણ "
લક્ષ્મીબાનુ બોખલું ..મોઢું હસી પડ્યું ."કેશવ્...કેશવ..કેશવ..લે આ તારું.." માખણ અને એમ કહેતા પોતાના હાથે માખણ ખવડાવ્યુ.
લક્ષ્મીબાની આશા પૂરી થઈ. સંતોષથી
આંખ બંધ થઈ ગઈ. પરમ શાંતિ ..પરમ સંતોષ ..લક્ષ્મીબાના મોઢા પર હતો. કારણકે લક્ષ્મીબાએ કેશવ ના દર્શન..!
