કૌશલની કમાલ
કૌશલની કમાલ


કૌશલની શાળામાં આજે વકતૃત્વ સ્પર્ધા હતી. સ્પર્ધા નો વિષય, “ દુનિયાને સતાવી રહેલી સમસ્યાઓ” હતો. બધાં જ બાળકો આ વિષય પર ખુબ સરસ બોલ્યાં. સ્પર્ધા પૂરી થયા બાદ આચાર્ય શ્રી એ બધાં બાળકો ને ઇનામ સ્વરૂપે એક એક પુસ્તક આપ્યું. કૌશલ આ કાર્યક્ર્ર્મ પૂરો કરી ઘરે પહોંચ્યો ત્યારે ખુબ થાકી ગયો હતો. તેથી તે ખાઈ ને વહેલો સુઈ ગયો.
અચાનક ક્યાંકથી ચાર જણા કૌશલના શાયન ખંડ મા ઘુસી ગયા. અને એને ઉપાડીને જંગલમાં ચાલવા લાગ્યા. કૌશલે બુમો પડી અને ઘણી વખત પૂછ્યું, “ તમે કોણ છો? મને શા માટે લઇ જાઓ છો? ક્યાં લઇ જાઓ છો?” પણ એ ચારેય માણસમાંથી કઈ કશું બોલ્યું નહી.કૌશલભાઈની નિરીક્ષણ શક્તિ ખુબ સારી હતી.
તેણે જયારે પહેલા માણસ સામે જોયું ત્યારે નોધ્યું કે તે માણસે લાલ રંગ નો પોશાક પહેરેલો હતો. તેના હાથમાં અને શરીર પર વિવિધ પ્રકારના શસ્ત્રો ગોઠવાયેલા હતાં. તેના દાંત પણ બહુ મોટા હતાં. તે જાણે આખી દુનિયાનું લોહી પી જવાનો હોય એવો બિહામણો લાગતો હતો. જયારે તે ચાલતો હતો ત્યારે કેટલાય જંગલના જનાવરો તેના પગ તળે દબાઈને મારી રહ્યા હતાં. બીજા માણસે કાળા કપડા ધારણ કાર્ય હતાં. તેના મો પર ધૂળ રજકણ હતાં. તેના ખિસ્સામાં કચરો ઠસી ને ભરેલો હતો. તે ખુબ મોટા અવાજે બોલતો હતો. તેના મોઢામાંથી કાળા ધુમાડા નીકળતા હતાં. તે જંગલમાંથી પસાર થતો હતો તે દરમિયાન તેની આજુ બાજુ વૃક્ષો કરમાવા લાગતા અને પ્રાણીઓ બીમાર પડવા લગતા હતાં. ત્રીજા માણસના કપડા એકદમ ધુધ્લા દેખાતા હતાં. એના ચેહરા પર એક પ્રકારની નિરાશા હતી. એ કઈ કરી શકતા નહોતા. તેના બધાં પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો એમ લાગતું હતું. તે બધાની સામે ઘુર્યા કરતો હતો. તેને જોઈ જંગલના પ્રાણીઓ પોતાનું કામ છોડી હતાશ થઈને બેસી જતા હતાં. ચોથા માણસે કાગળના કપડા પેહર્યા હતાં. તેની પાસે ખુબ પૈસા હતાં. તે વારવાર પૈસાને એક ખીસામાંથી બીજા ખીસામાં ફેરવતો હતો. તે એકદમ અપ્રામાણિક લાગતો હતો. તે જ્યાંથી નીકળતો ત્યાં બધાં પ્રાણીઓ અંદરો અંદર ઝગડતા હતાં. અને સ્વાર્થી બની જતા હતાં. પણ આ બધાને જોઇને કૌશલ બિલકુલ ડર્યો નહી. તેને વિચાર્યું કે મારે આ બધાનો હિંમતપૂર્વક સામનો કરવો જોઈએ. તેને એક મોટું લાકડું હાથમાં લઇ એ બધાને ફટકારવાનું શરુ કર્યું. અને પછી એક્દુમ બહાદુરીપૂર્વક પૂછ્યું, “બોલો તમે કોણ?” ત્યારે લાલ કપડાવાલાએ કહ્યું, “ આતંકવાદ”, કાળા કપડાવાળા માણસે કહ્યું, “ પ્રદુષણ”, ધુંધળા કપડાવાળા માણસે કહ્યું, “બેરોજગારી” અને પેલા કાગળવાલા એ કહ્યું, “ભ્રષ્ટાચાર”. કૌશલભાઈ તેમનાં ઉપર ફરી લાકડી ઉગામવા ગયા ત્યાં તો દુરથી મમ્મીની બુમ સાંભળી : “ કૌશલ બેટા , ઉઠ હવે, નહી તો સ્કુલે જવાનું મોડું થશે.”
તો મિત્રો કૌશલભાઈ એ જે સપનામાં કર્યું તે તમને હકીકતમાં કરવાં જેવું નથી લાગતું ?