Gediya Girish

Romance Tragedy Others

2  

Gediya Girish

Romance Tragedy Others

કાજલ

કાજલ

4 mins
565


શીતળ હવા અને પૂનમની અજવાળી રાત ઝરૂખામાં બેઠી કાજલ જોઈ રહી એ ચાંદને અને કરી રહી હતી યાદ એનાં ચાંદને, ચાંદ આમ છૂપાય વાદળમાં તો આ ધરતીનું મન બેબાકળું થયુ જતું અને શોધતી એનાં ચાંદને તો અહીં વિરહમાં બેઠી કાજલ ઝરૂખાની બહાર નજર એ રસ્તા પર જ્યાં દેખાતું એનાં ચાંદનું મુખડુ શોધી રહી અને આંખોમાંથી અશ્રુ ટપકે ને જઈ પડે નીચે પાણીમાં તો વ્યર્થ પ્રયત્ન કરતી એને શોધવા અને પાછી બોલી પડતી આ આંસુ ને શોધીને શું કરું ક્યાં એ પાછા આ આંખોમાં જવાના છે અને પાછી હસી પડતી કાજલ અને ફરી ખોવાય જતી એ યાદોમાં.

કોલેજનો પ્રથમ દિવસ અને ત્યાં જોવે આકાશને એની પર્સનાલિટીમાં ઘણી છોકરીઓ એની સાથે દોસ્તી કરવા મથી રહી હતી અને એમાં કાજલ પણ એક સામીલ હતી, આકાશની હીરો જેવી પર્સનાલિટી અને અભ્યાસમાં સારો માટે એની પાછળ લાઈન લાગતી ! એવામાં મુલાકાત થઈ કાજલની આકાશ સાથે અને શરૂ થઈ એક દોસ્તી અને ધીરેધીરે દોસ્તી પ્રેમનું રૂપ લઈ આગળ વધી.

બંન્ને એકબીજા માટે બન્યા હોય એમ હંમેશા સાથે જોવા મળતા, રાત પડે પણ વાતો ખૂટે નહી એમની અને સવાર પડે એજ ઝરૂખા ની સામેના રસ્તા પર બુલેટ લઈ ઊભો હોય આકાશ ને ઝરૂખામાંથી મુખડુ જોઈ કાજલ તરત કોલેજ જવા નીકળી જતી, આમને આમ બે વર્ષ નીકળી ગયા કોલેજનાં બન્ને હવે ઘણા આગળ નીકળી ગયા.

કાજલ આકાશનાં પ્રેમમાં એટલી ગાંડી થઈ હતી કે દિવસ રાત બસ આકાશ.. આકાશ.. ને આકાશ આ નામ સિવાય બીજું કઈ યાદ રહેતું નહી એનાં સિવાય કઈ ! કાજલના માતા-પિતા નથી આ દુનિયામાં અને એનાં દાદા-દાદીએ કાજલને મોટી કરી લાડ પ્રેમથી.

આકાશનાં પ્રેમમાં સર્વસ્વ કાજલ એનું આકાશને સોંપી એની સાથે લગ્ન કરી આખું જીવનમાં વીતવાના સપનાઓ જોઈ રહી છે અને આકાશ પણ એને એની પત્ની બનાવાની પ્રોમિસ કરી કહે છે કાજલ આ ભવ તો શુ બધાં જન્મમાં તું મારીજ હોઈશ અને મારીજ બસ...

અને આમ કાજલને ભેટી પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરતો અને ઘાઢ આલિંગન કરી કહેતો તું મારી છે અને મારીજ બસ... આટલુ કહે ત્યાં કાજલ કહેતી હા હું તારી છું અને હંમેશા તારીજ રહીશ આ જીવનમાં,

સાથે ખુશી વ્યક્ત કરી બન્ને છુટા પડે છે, મીની વેકેશન હોવાથી બંન્ને થોડો સમય મળતા નથી બસ ફોનથી વાત થઈ જતી હતી.

થોડા દિવસ પછી કાજલ આકાશને ફોન કરી રહી હોય પણ કોઈ રીપ્લાય નથી આવતો આકાશ તરફથી અને કાજલ ગુસ્સે થઈ જતી આકાશ પર પણ પછી પાછી કહેતી હશે કોઈ કામમાં... કૉલેજ ચાલુ થઈ કાજલ રોજની જેમ ઘરની ઝરૂખામાંથી રસ્તા પર નજર નાખી ઊભી હોય આકાશ દેખાય પણ આકાશ નથી આવતો અને કાજલનો મુડ ઑફ થઈ ગયો, મનમાં એકલી ગુસ્સો કરી પાછું બોલી લેતી આજ વાત છે એની મળવા દે કોલેજ એને.

કોલેજ પણ શરૂ થઈ અને કાજલ સરસ નવા કપડાં પેહરી આવી અને એની આંખો શોધી રહી હતી પણ આકાશ ક્યાંય જોવા મળ્યો નહી આવું થોડા દિવસ ચાલ્યું અને એનાં મિત્રોને પણ પૂછી લીધું પણ કોઈને એની ખબર નહી આકાશ ક્યાં છે ? કેમ નથી આવતો ?

કાજલનું મન ભરાય આવીયુ અને ઘણા વિચારોમા પડી ગયુ આકાશને કઈ થયુ નથીને અને એનાં પર કોઈ મુસીબત આવી નથી ને, આમતેમ ઘણા વિચારો આવી જતા એનાં મનમાં, હવે કાજલની ધીરજ ખૂટી ને કાજલ આકાશનાં ઘેર જવાનું નક્કી કર્યું માટે એનાં મિત્રો પાસેથી સરનામું લઈ કાજલ આકાશ જ્યાં રહેતો હતો પેઈન ગેસ્ટ ત્યાં આવી અને મનમાં ખુશી હતી આજ મને આકાશ ફાઈનલી મળશે તો થોડું એની સાથે લડી લઈશ અને પછી એને ગળે લગાવી લઈશ..

કાજલ આકાશ જ્યાં રહેતો હતો ત્યાં આવી બેલ વગાડે છે, ત્યાં દરવાજો ખોલતા એક આંટી આવી કહે છે બોલો કોણ આપ ? અને કોનું કામ છે ?

કાજલ સહજતાથી કહે છે, હું આકાશને મળવા આવી છું, અને અમે સાથે કોલેજમાં અભ્યાસ કરીએ છીએ,

માટે,આંટી તમે આકાશને બોલાવી આપશો પીલ્ઝ,

આંટી કહે છે હા આકાશ અહીં રહેતો હતો પણ....

ત્યાં કાજલ બોલી પડે છે. પણ શું..?

બેટા એનાં લગ્ન થઈ ગયા છે અને તો બેંગ્લોરનો રહેવાસી હતો હવે એ પાછો નથી આવવાનો અને આટલુ સાંભળી કાજલ ત્યાંજ ચક્કર ખાઈ પડી જાય છે આંટી એને ઊભી કરી બેસાડે છે, આંટી બધું સમજી જાય છે, આકાશ કાજલને દગો કર્યો છે.

કાજલની આંખોમાં આંસુ રોકાય નહી માટે આંટી કાજલને ગળે લગાવી કહે છે બેટા એ ખરાબ સપનું સમજી ભૂલી અને નવી જિંદગીનો સફર કર.

ચાલ તને હું ઘેર મૂકી જવ, પણ કાજલ કહે છે નાં આંટી હું જતી રહીશ એકલી પણ, હવે આ જિંદગીમાં મને કોઈ રસ નથી. નાં હવે કોઈ પર ભરોસો કરી શકું, એ મારી સાથે મારાં પ્રેમની, મારી લાગણીની મજાક કરી ગયો.

બસ આજ મારાં જીવનમાં યાદ રાખી વિતાવી દઈશ.

રોજની જેમ આજ પણ કાજલ ઝરૂખામાં બેસી આવી વાતો એકલી કરી લેતી તો ક્યારેક રડી લેતી..

ઈચ્છા થતી હું મરી જવ પણ દાદા-દાદીનું શું ?

માટે એ પણ થઈ શકે નહી. બસ આ દગા ને યાદ કરી રડવા સિવાય.


Rate this content
Log in

Similar gujarati story from Romance