જયોતિષ
જયોતિષ
"તમારા ડિવોર્સ થઈ ગયા, આજથી તમે તમામ રીતે છુટા.” વકીલે અંકિતા અને અંકિતને સંબોધન કરતા કહ્યું. અંકિતા કોર્ટમાંથી બહાર નીકળી રહી હતી. ત્યારે અંકિતે આવીને કહ્યું, "તું મારી સાથે ફરીથી લગ્ન કરીશ ?" આ સાંભળીને અંકિતાએ કહ્યું, "શા માટે, હું તો તને ત્રાસ આપું છું ને, હવે શા માટે આવ્યો.જા તું તારા રસ્તે, હું મારા રસ્તે” અંકિત રડમસ થતા બોલ્યો, "જાન મને જયોતિષે કહેલું કે મારામાં બે લગ્નના યોગ છે એટલે આ બધું કારસ્તાન કરવું પડયું” અંકિતા નિશબ્દ અંકિતને નિરખી રહી.

