Vasim Landa

Inspirational

3  

Vasim Landa

Inspirational

ઉપકાર

ઉપકાર

1 min
6.9K


વિનય આજે પોતાની મમ્મી સાથે બજારમાં શાકભાજીની ખરીદી કરવા નીકળ્યો હતો. "હવે ફકત બટાકા ખરદવાના બાકી રહ્યા." એમ બોલીને સુનયના પોતાના દીકરા સાથે બટાકા શોધી રહી હતી. વિનય દર્શાવતા બોલી પડયો, ”મમ્મી, સામેની રેક્ડીમાં બટાકા છે." "ત્યાંથી ન લેવાય." એમ કહીને સુનયનાએ થોડી દૂર જઇને બટાકા ખરીદ કર્યા. વળતી વખતે વિનયે મમ્મીને પૂછ્યું, "મા, ત્યાં નજીક હતું તો પણ કેમ બટાકાની ખરીદી ન કરી ?" સુનયનાએ કહ્યું, બેટા, જેનું આપણે કામ કરેલ હોય, રખાવટ રાખેલ હોય ત્યાંથી કદી કોઇ વસ્તુ કે વાનગીની ખરીદી કરવાની નહિ.”


Rate this content
Log in

Similar gujarati story from Inspirational