Vasim Landa

Inspirational

4  

Vasim Landa

Inspirational

સ્વાઇન ફ્લૂ

સ્વાઇન ફ્લૂ

6 mins
14.8K


અમરશીભાઇ આજે હરી ૐ સોસાયટીમાઁ પ્રવેશતા,બાજુના મકાન પર નજર જતા જ ગુસ્સેથી સમસમી ગયા, મનમાં બબડી પડયા ,”કે આ લાલજીભાઇ પણ જબરા છે, આટઆટલા રુપિયા હોવા છતાં કેમ વિધર્મીને મકાન ભાડે આપતા હશે ખબર નથી પડતી. આ છેલ્લા બે મહિનાથી અહી રહીને આખી સોસાયટીને હેરાન કરી રહ્યો છે.” ઘરમાં પ્રવેશ કરતા જ સુનીતાએ કહ્યુ, “બે દિવસથી સ્નેહાની તબીયત નથી, તમને એમ કે સાદી શરદી-ઉધરસ છે, મટી જશે, પણ હવે ગંભીર થઇને રીપોર્ટ કરાવો એ જ સારુ.” આ સાથે જ અમરશીભાઇ એની દિકરીને લઇને સરકારી હોસ્પિટલ પહોઁચી ગયા.

ડોક્ટરે પ્રાથમિક પુછપરછ કરતા પુછયુ, ”કયારથી શરદી છે ?”, “સર, બસ રાજકોટ બહેનપણીઓ સાથે ફરીને આવી પછીથી આ શરદી થઇ અને હવે ગળામાઁ ભારે ભારે લાગે છે.” રુમાલથી મોઢુ સાફ કરતા સ્નેહાએ જવાબ આપ્યો. ડોકટરે રીપોર્ટ કરાવવાનુ કહીને પ્રોસીજર સમજાવી આપી.

એક દિવસ પછી રીપોર્ટ આવ્યો એટલે જાણે અમરીશભાઇ પર તો આભ તુટી પડયુ. જમીન સરકી ગઇ. સ્નેહાને સ્વાઇન ફ્લુ પોઝીટીવ આવ્યો હતો. ડોકટરે તાત્કાલીક ધોરણે દાખલ થવા જણાવ્યુ, ઉપરાંત ઘરના દરેક સભ્યોને નેઝ્લ વેકસીન લઇ લેવાની સલાહ આપી.

ડોકટર સાથે થોડા વ્યકિતગત સંબધો હતા જ. એમણે અમરશીભાઇને હિમત રાખવા કહ્યુ, “અમરશી આમાં કશુ ચિઁતા કરવા જેવુ નથી, તુ ખોટો ઘબરાય છે, એકવાત અંગત વાત કહુ છુ ઘણી વખત દર્દી રોગ કરતા રોગના હાવથી મરતા હોય છે, જેવો હાવ અત્યારે ઉભો થયો છે એનાથી તુ અત્યારે ગભરાઇ રહ્યો છે જે અયોગ્ય છે, અરે તુ જ ગભરાઇ જઇશ તો સ્નેહા અને સુનીતાને કોણ સઁભાળશે. હુ હાલમાં એને મારા અંડરના સ્પેશ્યલ વોર્ડમાઁ લેવરાવી લઉ છુ. પણ તુ મુંઝાઇશ નહિ.”

ઘરમાં ગમગીન વાતાવરણ હતુ. અમરશી એ તો ઘરે આવીને ઇન્ટરનેટ પર ફરી વળ્યો, જે કંઈ તમામ માહિતી વાંચી નાખી. ઘડીક તો એને થયુ કે સ્નેહાને રાજકોટ મોકલી જ ન હોત તો કેટલુ સારુ, પણરંડાયા પછીનુ ડહાપણ શુ કામનુ !, ઘરમાં મન લાગતુ ન હતુ એટલે અમરશીને થયુ કે લાવ બહાર મિત્રો જોડે લટાર મારુ. એવા આશયથી તે બહાર નીકળ્યો તો જોયુ કે પાડોશથી તરુણભાઇ અને વિનોદભાઇ કુટુંબસાથે સામાન બાંધીને બહાર જઇ રહ્યા હતા. અમરશી જઇને બોલ્યો, “એલા બધા કઇ બાજુ ઉપડીયા ?”,

આ અવાજ સંભાળતા બધા ભુત જોયુ હોય એમ પોતાના ખીચામાંથી રુમાલ કાઢીને આડો રાખ્યો. સ્ત્રીઓએ તો પોતાનો સાડીનો પાલવ આડે રાખી લીધો. અમરશી આવુ વર્તન જોઇને ડઘાઇ જ ગયો. પણ કરી શુ શકે ? તરુણ મોઢા પર રુમાલ રાખીને કહ્યુ, ”અમરશી એમા એવુ છેને કે આ કામધંધામાંથી નવરા જ નોતા પડતા, તો હવે તારી ભાભીની પણ ફરીયાદ હતી કે ઘણા દિવસોથી દુર ફરવા નથી ગયા એટલે થયુ કે પંદર–વીસ દિવસ બહાર બંને મિત્રો ફેમિલી સાથે ફરી આવીએ."

અમરશી ભારે મને ઘરમાં પરત ફર્યો. અમરશીને આવતા સુનીતા બોલી, ”શુ થયુ સોસાયટી વાળાનુ વર્તન જોઇને ડઘાઇ ગયા કે શુઁ ?“ અમરશીને આંચકો જ લાગ્યો. તને કેમ ખબર પડી. અરે જયારથી આપણી સ્નેહાની માંદગીઅંગે બધાને ખબર પડી છે ત્યારથી બધા તો જાણે આપણે ભુત હોય એમ ભાગે છે, અરે પેલી બીજા માળની રીટાડી દર બે દિવસે ઘરમાંકંઈ પણ ખુટે તો લેવા આવતી, ગઇકાલે તો દેખાણી જ નથી, પેલી કવિતા તો અહીજ બેસવા આવતી એની સાસુની ખોદણી કરવા પણ જાણે હવે અહીઁ નો રસ્તો જ ભુલી ગઇ. મારે બીજુ તો શુ કહેવુ પણ બધાનુ વર્તન અને વ્યવહાર જાણે આપણે દુશ્મન હોય એવુ કરે છે.”

આ વાતો ચાલી રહી હતી એ દરમ્યાન કોઇએ દરવાજો ખખડાવ્યો. અમરશી દરવાજો ખોલ્યો તો જુવે છે કે પોતાની જ સોસયટીમાં બાજુમાં રહેતા મુસ્લીમ પરીવારમાંથી એક ભાઈ પોતાના ઘરે આવ્યા હતા. અમરશી એ એમને આવકાર આપ્યો. અંદર બેસાડ્યા. શરીરેતંદુરસ્ત સફેદ કફની અને લેઘો માથે સફેદ ટોપી સફેદ દાઢી હાથમાં એક થેલી સાથે એક પુરુષે પ્રવેશ કર્યો.

તેની સાથેતદ્દન કાળા પહેરવેશમાં એક સ્ત્રી પણ હતી. એ અંદર પ્રવેશ કરતા જ પોતાનો પરિચય આપતા કહ્યુ, ”મિયા મેરા નામ અબ્દુલ રહીમખાન પઠાણ હૈ, ઔર યે હમારી બેગમ સલ્મા હૈ, હમ આપકે પડોશ મૈ દૌ મહિને સે રહે રહે હૈ, હમને સુના કિ આપકી બચ્ચી કી તબીયત ઠીક નહિ હૈ તો સોચા કિ ખૈરયત પુછતાછ કર લે. આપકો ભી કુછ દિનસે ગભરાયે હુએ દેખતે હૈ, કયા હૈ સબ કુછ ઠીક ઠાક તો હૈ ન ?” અમરશી શુન્યમનસ્ક જોઇ રહ્યો. સુનીતા એ બાવા હિંદી બોલતા કહ્યુ ”અરે બાતે થઇ રહેશે, તમે બેસો તો ખરી પહેલા.” અબ્દુલખાને હસતા હસતા કહ્યુ “ભાભીજી, કોઇ બાત નહી હમ ગુજરાતી સમજતે હૈ, આપ ગુજરાતી બોલીએ હમે દિક્કત નહી હૈ”

સૌ બેઠા વાતચીતો શરુ થઇ. “બચ્ચી કો કયા હુઆ હૈ ?, હમને તો સુના કી વો નયા ફ્લુ હુઆ હૈ અગર એસા કુછ હૈ તો ગભરાયેગા નહિ, ઉસમે ગભરાને જૈસા કુછ નહિ હૈ, યે દાકતર ઔર સાઇંટીસ્ટ લોગા તો નયે નયે ફિતુર ઢુઁઢતે રહેતે હૈ. હમે બસ ખાને પીને મૈ ધ્યાન રખના ચાહિયે, આપ લોગો કે ઘરો મેં તુલસી કા પૌધ પાયા જાતા હૈ શરદી ઓર ઝુકામ સે બચને કે લિયે રોજ તુલસી કે દો પત્તે ખાયા કિજીએ, યહ પવિત્ર પૌન્ધા આપકી સેહત કી હિફાઝત રહેંગી. મિયા હમારે લાયક કુછ હો તો બતાયેગા, કભી ભી કુછ ભી હો તો શરમાઇએગા નહિ, હમે અપના અજીજ દોસ્ત હી સમજીયેગા."

સલ્માએ તો કહ્યુ, “ બચ્ચી કો કબ છુટ્ટી દે રહે હૈ અસ્પતાલ સે ?” અગર આપ જા રહે હો વહાં તો હમે ભી સાથ લે જાએગા.” અમરશીને મનમાં થતુ હતુ કે હુ આને મનથી કેટલો બધો અવગણતો હતો, આ લાલજીને પણ વઢવાનો હતો, પણ ખરેખર માણસોને મનથી અને હ્દયથી જુઓ જોઇએ, ધર્મની નજરેથી નહિ, જે લોકો સાથે ઉઠતો-બેસતો હતો એ લોકો તો ખબરઅંતર પણ પુછવા ન આવ્યા. અને જેને હુ ઓળખતો પણ નથી એ લોકો આજે કશો પણ ભેદભાવ વગર મને મળવા સુધ્ધા આવી પહોઁચ્યાં. ખરેખર હજુ માણસાઇ મરી નથી પરવારી. છેલ્લે જતી વખતે અબ્દુલખાને થેલીમાં હાથ નાખતા કહ્યુ, “જી એ તાવીઝ ઔર એ શાલ હૈ અગર આપ કો ઐતરાઝ ન હો તો યે તાવીઝ બચ્ચી કે હાથ મૈઁ બાઁધ દિજીયેગા ઔરે યે શાલ સોતે વક્ત ઉસકે ઉપર ડાલ દેના હમારે પીર બાબા કી દુઆએ હૈ ઇસમે.: અમરશીભાઇ એ કહ્યુ,”અરે, ખાન ભાઇ આમાં અમને વાઁધો શુ હોવાનો આવતીકાલે જ તમે હોસ્પીટલ આવજો તમારા હાથે જ એને બાંધજો, એ પણ આપની જ દિકરી છે.” આ સાથે જ એમને વિદાય આપી.

સુનીતા વિચારી રહી હતી કે પહેલા ઘરનુ કોઇ એક સભ્ય માંદુ હોય તો સગા-સબંધી ખબર પુછવા આવતા અહીઁયા તો સાવ ઉધી પરીસ્થતિ હતી કે આસપાસના લોકો પણ છોડીને જઇ રહ્યા છે. બધાના વર્તન પણ જાણે છુત-અછુતના યુગમાં આવી ગયા હોઇએ એવા થઇ ગયા છે. શુ કરવુ એ સમજ પડતી ન હતી. આવુ તેકંઇ હોતુ હશે. છેવટે સુનીતાને થયુ કે બધા દિવસો સરખા નથી હોતા. આમ જ થોડા દિવસો પસાર થયા.

ડોકટરે સ્નેહાને ડિસ્ચાર્જ આપવાનુ કહ્યુ ત્યારે અમરશીને જીવમાં જીવ આવ્યો. ડોકટરે અમરશીને સમજાવાતા કહ્યુ,”સાંભળ અમરશી, દિકરીને પ્રોટીન યુક્ત ખોરાક આપજે, ઘરમાઁ બધા થોડા દિવસ સાવચેતી રાખજો. આમ તો મે દરેક રીપોર્ટ ચેક કરેલ છે, નોર્મલ છે. પણ ચેતતો નર સદા સુખી. હમણા આ રોગ વકરેલ છે એટલે શક્ય હોયત્યાં સુધી ચાર કે ત્રણ વ્યકિતઓ હોય ત્યાં વાતો કરવી નહિ, શરદી કે ઉધરસ હોય તો રુમાલ આડો રાખવો, શક્ય હોય ત્યાં સુધી નમસ્કારથી કામ ચલાવવુ, હેંડશેક કરવો નહિ,રૂપીયાની ગણતરી કરતી વખતે થુઁકથી નહિ ગણવાના, ઘણી વખત આવી જીણી જીણી બાબતો આપણે અવગણીએ છીએ. પણ ખરેખર તો આવી બાબતો જ રોગ માટે જવાબદાર બને છે.”

આ સાથે હસતા હસતા અમરશી તેના પરીવાર સાથે ઘરે ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational