જયારે દિલ તૂટ્યુ તારા પ્રેમમાં
જયારે દિલ તૂટ્યુ તારા પ્રેમમાં
મારી આ પહેલી નવલકથા છે.જે હું તમારી સમક્ષ રજૂ કરી રહી છું. આ નવલકથા એક રિતલ નામની છોકરીની છે જેને આઝાદ જીંદગી જોઈએ છે.એટલે તે કોઈ બંઘનમા બંધાવવા નથી માગતી. પણ , જયારે તેના દિલમાં પ્રેમ તરસે ત્યારે તેને ખ્યાલ આવતો હોય છે કે જીંદગી કેટલી ખૂબસુરત છે .ને બીજી જ પળ જયારે તેનુ દિલ તુટે છે ત્યારે તેની જીંદગી કેવી હશે તે આ નવલકથા 'જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં ' વાંચતા ખ્યાલ આવશે. આ એક કાલ્પનિક લખાણ છે જેમા પ્રેમનો અહેસાસ હશે. જેમા દિલ રડતુ હશે. જેમા વિશ્વાસ હશે. જેમાં બંધન અને સંબધ પણ હશે ને સાથે વિચાર પણ હશે- તો વાંચતા રહો મારી આ નવલકથા ને મને જણાવો કે તમને કેવી લાગી તે સાથે રેડીગ આપવાનુ પણ ભુલતા નહીં..
"પ્લીઝ મમ્મી તુ પપ્પા ને સમજાવી દે કે હવે મારા માટે છોકરા જોવાનુ બંધ કરે,મારો જવાબ કયારે નહીં બદલે."
" કયા સુધી ભાગતી રહી લોકોથી આખરે તો તારે કરવુ જ પડશે ને?"
"પણ મે એવુ કયા કીઘુ કે મારે નથી કરવુ. હું પણ જાણુ છું કે દીકરી પપ્પાના ઘરે અમુક સમયની જ મેહમાન હોય ! પણ હજી હુ તૈયાર નથી. મારે પહેલા મારુ સપનુ પુરુ કરવુ છે."
"તારા સપનાને કોણ રોકે છે,ને સંબંધો કોઈ ઠીગલી પોતયા ની રમત નથી ! જો વિચાર આવ્યો ને બંધાઈ ગયા. તેમા સમય લાગે. ત્યા સુધી તુ શું કામ કંઈ વિચારે છે "
"પણ,મમ્મી ! જયાર થી તમે મારા સંગપણની વાતો શરુ કરી ત્યારથી મારુ મન ડરે છે ; તે જ વિચારોથી મારુ ભણતર પણ બગડે છે" રિતલ તેના મમ્મી પુષ્પાબેનને સમજાવવા માગે છે પણ તેના શબ્દો અંદર જ ગુગળાઈ જાય છે તે આજે દિલ ની વાતો કરી દેવા માગતી હતી .પણ ,તેનાથી કંઈ બોલાણુ નહીં. રિતલનેે ચુપ રેહવામા જ ભલાઈ લાગી.
અમદાવાદમાં વસતા ગુજરાતી પરીવારના દિલીપભાઈની આ એક જ લાડકી રીતલ હતી. રિતલથી મોટો એક ભાઈ હતો. તેના ચાર વર્ષથી તો લગન પણ થઈ ગયા હતા. જેટલી લાડકી તે તેના મમ્મી-પપ્પાની હતી. તેનાથી વધારે તો લાડકી તેના ભાઈ પીયૂષની હતી. તેની ભાભી પણ એટલા જ લાડ લડાવતી હતી. જેટલો પ્રેમ તેને તેનો પરિવાર કરતો હતો તેટલો જ પ્રેમ તે પોતે પણ બધાને કરતી હતી. પણ આજે જયારે તેના સગપણની વાતો થતી તો તેને તકલીફ થતી.આ ઘર આ પરીવારને તે છોડી જવા નો'તી માગતી. તેને ડર લાગતો તેના સપના તૂટવાનો, તેને ડર લાગતો તેની આઝાદ જીંદગીનો. શાયદ એટલે જ આજે તેને તેના મમ્મી સાથે વધારે આરગ્યુમેન્ટ નો'તી કરી. બંને મા-દિકરીની વાતો ચાલુ જ હતી ત્યા નેહલ પણ આવી પહોંચી. નેહલ રિતલની ભાભીનું નામ હતું. તેની ભાભી સુંદર અને સુશીલ હતી.
"રિતુ , પીયૂષનો કોલ હતો. તે આજે ઓફિસથી જલ્દી આવવાના છે તો કીધું તને અને મને રેડી થવાનુ. તું ફટાફટ તૈયાર થઈ જા તે આવતા જ હશે "
"પણ, ભાભી, જવાનુ છે ક્યાં???"
"એ તો પિયુષ જ બતાવી શકે, મમ્મી તમારી અને પપ્પા માટે અમે બહારથી ખાવાનુ લેતા આવીએ તો ચાલે ને..? "
"ચાલે નહીં દોડે ભાભી, મમ્મી ને તો બસ કોઈ કહેવુ જોઈએ. કેમ મમ્મી ! બરાબરને "
"હા.. હા.. તું પણ તારા પપ્પાની જેમ ઉડાવી લે મજાક."
"રિતલ ચલને હવે લેટ થઈ જશે પછી " રિતલનો હાથ પકડી નેહલ તેને તેના રુમમા લઈ ગઈ જયારે પણ તે લોકો બહાર જાય ત્યારે હંમેશા તે રિતલને તેની સાથે લઇ જતા.
"રિતલ, જોને મને કંઈ સમજાતુ નથી હુ શુ પહેરુ" કબાટને ખોલતા જ નેહલ વિચારવા લાગી.
"ભાભી, આમ તો તમે ગમે તે પહેરો તે સારુ જ લાગે પણ આ સુટ તમારા માટે પરફેક્ટ છે" રિતલે દિઘેલો બલ્યુ કલરનો સુટ નેહલને જાણે તુરંત પસંદ આવી ગયો હોય તેમ તેને પહેરી પણ લીધો. રિતલની પસંદ નેહલ માટે પરફેક્ટ હતી ને નેહલની પસંદ રીતલ માટે.
બંને રેડી થઈ પિયુષની રાહ જોતી બહાર હોલમાં બેઠી હતી. થોડીવારમાં પિયુષ પણ આવી ગયો. તે ફટાફટ તૈયાર થઈ બહાર આવ્યો. બ્લુ કલરનો શર્ટ બ્લેક કલરનુ પેન્ટ. તે કાફી હેન્ડસમ લાગતો હતો .તેના કપડાંમા આવતી સ્પ્રેની સુગંધ આખા ઘરને મહેકાવતી હતી. પિયુષને હોલમાં આવતા જોઈ રિતલ બોલી ઉઠી-"વાવ ભાઈ, તમે તો આજે વધારે ખુશ લાગો છો ! આ ખુશીનુ રાઝ તો બતાવો ?"
" હમમમમ ! ના, અત્યારે બતાવવામાં તો મજા કઈ રીતે આવશે! પિયુષને વધારે કંઇ ન પુછતા રિતલ અને નેહલ તેની સાથે ઘરની બહાર નીકળી.
રિતલ નો હમસફર સાથી કેવો હશે ? શું તે તેના મમ્મી-પપ્પાની હા મા હા મળવતી રહેશે કે પછી પોતે પોતાની જીત પર કાયમ રેહશે. કયારે તુટશે તેનુ દિલ ને કોણ દેશે તેના જ પ્રેમમાં તેને દગો તે જાણવા માટે વાંચતા રહો 'જયારે દિલ તુટયુ તારા પ્રેમમાં'
આશા છે કે તમને મારી નવલકથા નું પહેલું પ્રકરણ ગમ્યું હશે. પણ મારે બીજા પ્રકરણની શરુઆત કરવા તમારા પ્રતિભાવની આવશ્યકતા છે. તો રેટિંગ આપી તમારો પ્રતિભાવ જાણવવા વિનંતી.