જય હિંદ
જય હિંદ


આ જન્મારો માં ભારતને નામ કરી,
તિરંગે લપેટાયો છું, કારગિલ કેરાં યુદ્ધ લડ્યો,
દેશ કાજે, શત્રુ સામે વીરતાથી લડયો છું.
ભારતમાં નો જયકાર કરી શહાદતને વો'રી છે.
હું એ લડવૈયો છું હું એ જવાન છું,
પોતાના સુખો ની મે હોળી કરી છે,
મારા દેશની શાન રહે સદા,
મારી પત્ની ને માં ને છેલ્લા પ્રણામ છે,
આપણો નાતો અહીં સુધીનો હતો,
મારી ધરતી એ મારી માતા છે,
તિરંગો મારી શાન કાજે,
જાન કુરબાન છે,
કફન લપેટી માટીમાં સુઈ જાવું મારે સદાયને,
આ ધરાના ઓજસ ન ઓછા થાય,
આ વતન કાજે તો અમારા જીવ હોમ્યા,
હુમલા ઉરી ના હોય કે કારગિલ નાં
ઓય કાયરો તમે પીઠ પકડી ભાગ્યા છો,
જોયું નાદાન પાકિસ્તાની બાળકો,
અમારા સૈનિકે તમને કેવા
હરાવ્યા કારકિલમાં,
પુલવામાં ના હુમલાનો આનંદ તમારો,
કેવો શોકમાં ફેરવાયો રે,
આગ નજીક આવશો માં ,
ભડકે બળી જાશો રે,
બાપ બાપ છે ને બેટો એ બેટો,
આ વાત તમે અલ્લાહ કેરી આકાશવાણી,
સમજી વાત ઠસાવી દેજો રે,
કારગિલના યુદ્ધમાં શહિદ થયેલાં,
ભાઈઓ ને આ બહેનના શત શત નમન રે,
અલ્લાહ હુ અકબર બોલી બોલી,
તમારી દેશદગર્દી ને કુરાનની આયાત ગણાવી,
મુસ્લિમોને બદનામ કરશો નહીં.
માં ભોમ કાજે એક મુસ્લિમ ભાઇ અલ્લાહ,
ને પ્યારો થઇ ગયો છે, એના દેશ પ્રેમને
ખાતર તેના બલીદાનને ઠેસ પહોચાડશો માં,
માંનું ઋણ ચૂકવવાનો અવસર છે,
જયહિંદ બોલી ભારત,
ના પાણીની તાકાત બતાવી,
કાયરો સામે લડીને શત્રુની છાતી ચીરી ને,
શહીદોના બલિદાન નો હિસાબ ચૂકવવો મારે,
એ કાયરો ના મર્દો આ કોઇ બગલુ નથી રે,
સિંહ ના મોં મા હાથ નાંખશો નહીં,
તમે ચાલીસ મારશો તો અમે હજાર,
અમે શેરોની ઓલાદ છીએ,
માં ભારત સદાય હસતી રહે,
તેની પર આંચ ન આવે,
હું તારો પ્યારો લાલ છું.
સદાય માં તારી રક્ષણ કાજે હાજર
દેશવાસીઓ મારા ઋણી રહેશો નહીં,
દેશ ને જવાબદાર બની રહેશો જી,
જય હિંદ જય હિંદનો નાદ પુકારો,
દેશ સાથે ગદારી કરશો માં.