Rahul Makwana

Fantasy Thriller

4  

Rahul Makwana

Fantasy Thriller

જર્સી નં - સાત

જર્સી નં - સાત

5 mins
187


મહેન્દ્રસિંહ ધોની…

 ડ્રેસિંગ રૂમમાં ભારતીય ક્રિકેટ ટીમ, વર્લ્ડ કપની સેમી ફાઈનલ મેચમાં ભવ્ય વિજય થયેલ હોવાથી તેની ઉજવણી કરવામાં મશગુલ હતાં. હાલ તે બધાં કોઈપણ કિંમતે વર્લ્ડકપની ફાઈનલ મેચ જીતવાં માંગતા હતાં. 

  બરાબર એ જ સમયે ભારતીય ક્રિકેટ ટીમનાં કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની તે બધાંની સામે જોઈને બોલે છે.

"ગાયઝ ! હવે આપણે વર્લ્ડકપ જીતવાથી એક જ મેચ દૂર છીએ, આવનાર મેચ જ એ બાબત નક્કી કરશે કે આપણી ટીમ વર્લ્ડ ચેમ્પિયન બનશે કે પછી રનર અપ ટીમ બનીને રહેશે...તો હું તમને એટલી જ વિનંતી કરું છું કે હાલ જો આપણે આ વર્લ્ડકપ જીતવો હોય તો આપણે તનતોડ અને આકરી મહેનત કરવી પડશે..!" - ધોની બધાં ખેલાડીઓની સામે જોઈને બોલે છે.

"હા ! અમે બધાં તૈયાર છીએ...આ ફાઈનલ મેચ માટે…!" બધાં જ ખેલાડીઓ પોતાનાં હાથ ઊંચા કરતાં અને પોતાની સહમતી દર્શવાતા બોલે છે.

"હા ! અને હાલ આપણે આપણી જીત સેમી ફાઈનલ સુધી મર્યાદિત નાં રાખતાં આ જીતનો સિલસીલ ફાઈનલ મેચ સુધી જાળવવો જોઈએ." પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપતાં ધોની બોલે છે.

"હા ! આપણે આ વખતે વર્લ્ડ કપ જીતીને રહીશું..!" - બધાં ખેલાડીઓ એકસાથે બોલે છે.

***

સેમી ફાઈનલ મેચનાં એક અઠવાડિયા બાદ.

  ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મેચ શરૂ થાય છે, આ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે ટોસ જીતીને બેટીંગ પસંદ કરી હતી.

  હાલ આવી અંડર પ્રશેર મેચ હોવાં છતાંપણ ભારતીય ક્રિકેટ ટીમનાં દરેક ખેલાડીઓએ જાણે આ ફાઈનલ મેચ જીતવા માટે પોતાનાં પ્રાણ રેડી દીધેલાં હોય તેવું લાગી લાગી રહ્યું હતું, દરેક ખેલાડી પોત - પોતાની ભૂમિકા સારી રીતે નિભાવવામાં સફળ રહ્યાં હતાં, આખે આખું સ્ટેડિયમ દર્શકોથી ખીચોખીચ ભરાય ગયેલું હતું, પરંતુ હાલ જો સૌથી વધુ પ્રેશર અનુભવી રહ્યા હોય તો તે હતાં મહેન્દ્રસિંગ ધોની, કારણ કે જ્યારે ટીમ સારું પ્રદર્શન કરી રહી હોય તો તેનાં માટે ટીમનાં કપ્તાનની વાહ વાહ થાય છે, તેવી જ રીતે ટીમ જ્યારે કંગાળ પ્રદર્શન કરી રહી હોય તો દોષનો ટોપલો ટીમનાં કપ્તાન પર જ ઢોળવામાં આવે છે, આમ બધી જ બાજુએ બલીનો બકરો કપ્તાન જ બને છે, એવું કહેવામાં અતિશયોક્તિ નાં કહેવાય, પરંતુ "કેપ્ટન કુલ" તરીકેની છાપ ધરાવતાં ધોની જાણે આ બધી બાબતોથી પર હોય તેમ બધાનું બધું જ ધ્યાન ટીમનાં ખેલાડીઓનું પરફોર્મન્સ વધુને વધુ સારું બનાવવા પાછળ આપતાં હોય છે, આમ સારી બોલિંગ, સારી ફિલ્ડીંગનાં સહારે ભારતીય ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડને 189 નાં સ્કોર પર રોકવામાં સફળ રહી હતી.

  બીજા દાવમાં ભારતીય ક્રિકેટ ટીમનાં ઓપનર રોહિત શર્મા અને શિખર ધવન ઓપનિંગ કરવા માટે મેદાનમાં આવ્યાં, પરંતુ કહેવાય છે ને કે "દશેરાને દિવસે જ ઘોડા ના દોડવા" એવું જ હાલ ભારતીય ટીમ સાથે બની રહ્યું હતું, શિખર ધવન એકપણ રન બનાવ્યા વગર જ આઉટ થઈ ગયાં, અને રોહિતશર્મા પણ મામુલી સ્કોર બનાવીને આઉટ થઈ ગયાં, આમ લગભગ ખૂબ ન નજીવા સ્કોરમાં ભારતની ટીમે ચાર વિકેટ ગુમાવી દીધી. એકમાત્ર ગૌતમ ગંભીર ટીમને જીતાડવા માટે એકલા હાથે મહેનત કરીને ઝઝૂમી રહ્યો હતો.

  સૌ કોઈએ જીતની આશા છોડી દીધેલ હતી, પરંતુ હાલ બે જ વ્યક્તિઓ એ હાર નહોતી માની, એક કે જે હાલ મેદાનમાં રમી રહ્યાં હતાં એ ગૌતમ ગંભીર અને બીજા ભારતીય ટીમનાં કેપ્ટન મહેન્દ્રસિંગ ધોની..જેઓએ હાલ પણ વર્લ્ડ કપ જીતવાની આશા નહોતી છોડેલ.

  બરાબર એ જ સમયે સુરેશ રૈના આઉટ થઈ ગયાં, આથી ખુદ મહેન્દ્રસિંગ ધોની મેદાનમાં ઉતર્યા, ધોનીને મેદાનમાં આવતાં જોઈને પૂરેપૂરા સ્ટેડીયમમાં જાણે જીવ આવી ગયો હોય તેવું લાગી રહ્યું હતું..સ્ટેડિયમમાં બેસેલાં પ્રેક્ષકો "ધોની...ધોની…" - એવી ઉત્સાહ સાથે બૂમો પાડી રહ્યાં હતાં.

  મેદાન પર આવ્યાં બાદ ધોની ગૌતમ ગંભીરની પાસે જઈને કહે છે કે..

"ગૌતમ ! આ આપણી છેલ્લી મેચ છે, જે આપણે કોઈપણ કિંમતી જીતવી જ પડશે...એનાં માટે આપણે હાલ વિકેટ ટકાવી રાખવી ખૂબ જ જરૂરી છે, આપણે બંને એકબીજા સાથે સ્ટ્રાઈક રોટેટ કરતાં રહીશું..અને જ્યારે મોકો મળે ત્યારે બાઉન્ડ્રી લઈશું…!" - ધોની અને ગૌતમ એકબીજા સાથે પોત - પોતાનાં હાથ મેળવતાં બોલે છે.

  ત્યારબાદ ધોની અને ગૌતમ વચ્ચે સારી પાર્ટનરશિપ થાય છે, હાલ સૌ કોઈના જીવ તાળવે ચોંટી ગયાં હતાં, કોણ મેચ જીતશે એ બાબતે કઈ કહેવું હાલ થોડું મુશ્કેલ હતું .

  ત્યારબાદ છેલ્લી ઓવરમાં 18 રન કરવાનાં આવ્યાં, સ્ટેડિયમમાં બેસેલ દરેક વ્યક્તિ ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતે તે માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં હતાં, સૌ કોઈનાં ચહેરા પર ચિંતાઓનાં વાદળો છવાય ગયાં હતાં, પરંતુ પછી એવું થયું કે "ધોની છે તો શક્ય છે..!" એમાં પણ 50મી ઓવરમાં ધોની સ્ટ્રાઈક પર આવ્યાં.

  છેલ્લી ઓવરનો પહેલો અને બીજો બોલ ખાલી ગયાં, જેમાં એકપણ રન ના આવ્યો, આથી સૌ કોઈ ધોનીને કોસવા લાગ્યાં, ત્રીજા અને ચોથા બોલ પર ધોનીએ સિક્સર મારીને એ બધાનાં મોઢા સીવી દીધેલ હતાં, ચોથા બોલ પર પાંચમા બોલ પર ફોર મારીને ધોનીએ બધાં જ ભારતીયોને હાલ પોતે ફાઈનલ મેચ જીતી શકે છે, એવો વિશ્વાસ અપાવ્યો..હવે છેલ્લા બોલ પર માત્ર બે રનની જરૂર હતી, આથી ધોનીએ ગૌતમ તરફ ઈશારો કરતાં જણાવ્યું કે હું બોલને ગેપમાં ધકેલું એ સાથે જ રન દોડવાનું શરૂ કરી દે જે...છેલ્લાં બોલ ધોનીએ ગેપમાં ધકેલી દીધો...એક રન...ખૂબ જ ઝડપથી દોડ્યાં, હવે ધોની અને ગૌતમ બીજો રન લેવાં માટે દોડી રહ્યાં હતાં, ગૌતમ નોન સ્ટ્રાઈકર એંડ પર પહોંચી ગયો હતો, જ્યારે ધોની સ્ટાઈકર એન્ડ પર પહોંચવામાં થોડો લેટ પડેલ હતાં, આથી ફિલ્ડ અમ્પાયર થર્ડ અમ્પાયર પાસે જાય છે. થર્ડ અમ્પાયર કાંઈ ડીસીઝન આપે તે પહેલાં જ ધોની મેદાનની બહારની તરફ ચાલવા માંડ્યા, આ જોઈ અમ્પાયરે ધોનીને મેદાનમાં રાખીને રાહ જોવા માટે જણાવ્યું.

"હું ! રન આઉટ છું…કારણ કે હું બીજો રન સફળતાપૂર્વક પૂર્ણ કરું તે પહેલાં જ વિકટકીપરે મને આઉટ કરી દીધેલ હતો…!" - ધોની અમ્પાયરને વાસ્તવિકતા જણાવતાં બોલે છે..બરાબર એ જ સમયે ધોનીની પાછળની તરફ રહેલાં ડિજિટલ બોર્ડમાં લાલ રંગથી "આઉટ" એવું લખાય આવ્યું...આ જોઈ અમ્પાયર અને સામેની ટીમનાં દરેક ખેલાડીઓને ધોની પ્રત્યે માન થઈ આવ્યું…"ડિસ્પ્લે પર તરત જ લખાય ને આવે છે..."મેચ ઈસ ટાઈ" નાવ સુપર ઓવર સ્ટાર્ટ.

  ત્યારબાદ બંને ટિમો વચ્ચે સુપરઓવર રમાડવામાં આવે છે, જેમાં ન્યુઝીલેન્ડની ટીમનો 2 રનથી વિજય થાય છે, અને ન્યૂઝીલેન્ડ વર્લ્ડ ચેમ્પિયન ટીમ જાહેર કરવામાં આવે છે.

  હાલ ભલે ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડકપ જીતવામાં નિષ્ફળ રહી હોય, પરંતુ ધોનીની ખેલદિલીએ બધાનાં દિલ જીતી લીધેલ હતાં, અને જ્યારે ધોની મેદાનમાંથી સ્ટેડીયમ તરફ આગળ વધી રહ્યો હતા, એ સમયે બધાં જ મહેન્દ્રસિંગ ધોનીને સન્માન આપવાં માટે પોત - પોતાની ખુરશી પરથી ઊભાં થઈ જાય છે.

  હાલ ડ્રેસિંગ રૂમનું વાતાવરણ એકદમ ગંભીર બની ગયેલ હતું, સૌ કોઈ ખેલાડીના ચહેરા પર વર્લ્ડકંપની ફાઈનલ મેચ હારી જવાનું દુઃખ સ્પષ્ટપણે તરી આવેલ હતું…

"ગાયઝ ! હું જાણું છું કે હાલ તમારા પર શું વીતી રહી હશે...પરંતુ મિત્રો હાલ આપણને વર્લ્ડકપ હાર્યાના દુઃખ છે, પરંતુ આનંદ એ બાબતોનો છે કે સમગ્ર ટીમ ફાયનલ મેચ જેવું પ્રદર્શન બતાવવામાં સફળ રહી, દરેક ખેલાડી મહેનતની બાબતમાં 100 માંથી 100 માર્ક મેળવવામાં સફળ નીવડેલ છે..!" - ધોની સમગ્ર ટીમનાં ખેલાડીઓની પ્રશંશા કરતાં જણાવે છે.

  આ સાંભળીને સૌ કોઈ ધોનીને વાહ વાહ કરવાં લાગ્યાં, બાકી જો ધોનીની જગ્યાએ હાલ જો બીજો કોઈ વ્યક્તિ કપ્તાન હોત, તો ઘણું બધું સંભળાવી દીધેલ હોત, આ સાંભળીને બધાં જ ખેલાડીઓ તાળીઓ પાડવા માંડે છે, અને ડ્રેસિંગમાં તાળીઓનો ગડગડાટ છવાય જાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy