Dilip Ghaswala

Drama Tragedy Inspirational

3  

Dilip Ghaswala

Drama Tragedy Inspirational

જરા ચેતો

જરા ચેતો

3 mins
11.8K


ડૉકટર : (ફોનમાં વાત કરતા) હા, હા તમારી તબિયતનું ધ્યાન રાખજો અને નાના બાળકનું ખાસ ધ્યાન રાખજો એને કોઈ ચેપ ન લાગે તેનું ધ્યાન રાખજો. (ફોન મૂકે છે. )

રમેશ : ડૉકટર અમે અંદર આવીએ ?

ડૉકટર : હા, હા આવો બોલો કોની તપાસ કરવાની છે ?

રમેશ : ડૉકટર, આ મારી પત્ની રમીલા છે. એને ગર્ભપાત કરાવવાનો છે.

ડૉકટર : ગર્ભપાત કરાવવાનું કોઈ ખાસ કારણ ?

રમેશ : ડૉકટર, આ મારી પત્ની છે. આ મારી બહેન છે અને આ મારી નાની દીકરી છે અને બીજી એક દીકરી ઘરે ઘોડિયામાં રમે છે.

ડૉકટર : (અધ વચ્ચેથી અટકાવતા) એટલા માટે કે તમારા ઘરમાં એક વધુ દીકરીનો જન્મ થાય ? તમારા ઘરમાં દીકરીઓની સંખ્યા વધુ થાય. એટલા માટે ગર્ભપાત કરાવવો છે ? શરમ આવે છે તમને ? આવું ઘાતકી કૃત્ય કરતા ? તમને ખબર છે કે ગર્ભપાત કરવો એ કાનુની અપરાધ છે. ગર્ભપાત કરાવવાથી તમને જેલ પણ થઈ શકે છે. તમારી સાથે મને પણ જેલ થાય અને તમે ગર્ભપાત કરાવવા પણ કોની પાસે આવ્યા છે. ખબર છે ? હું એક સ્ત્રી છું. પછી ડૉકટર છું એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીની હત્યા હું કરું એમ માનો છો તમે ?.. બેટા, તું શું કરે છે.

દિવ્યા  : ડૉકટર, હું એમની બેન છું અને હું સી.એ કરું છું.

ડૉકટર : અને દીકરા તું શું કરે છે ?

ડોલી : ડૉકટર આન્ટી, હું 7 માં ધોરણમાં ભણું છું.   

ડૉકટર : સ્કૂલમાં કેટલામો રેક(નંબર) આવે છે ? 

ડોલી : આન્ટી, આખી સ્કૂલમાં મારો પહેલો નંબર આવે છે.

ડૉકટર : મોટી થઈને તું શું બનવા માગે છે ? 

ડોલી : ડૉકટર આન્ટી, હું મોટી થઈને તમારા જેવી જ ગાયનેકોલોજીસ્ટ બનવા માગું છું. 

ડૉકટર : તારું શું નામ ?

વિશ્વા : મારું નામ વિશ્વા છે. હું 9માં ધોરણમાં ભણું છું.

ડૉકટર : તું મોટી થઈને શું બનવા માગે છે ? 

વિશ્વા : હું મોટી થઈને વકીલ બનવા માગું છું. 

ડૉકટર : સાંભળ્યું તમે ઘરમાં જ તમારી બહેન અને દીકરીઓ એક C.A થવા માગે છે. એક ડૉકટર થવા માગે છે. એક વકીલ થવા માંગે છે. તો પણ તમે આવનારું સંતાન દીકરી જ આવશે એમ ધારીને ગર્ભપાત કરાવવા નીકળ્યા છો ? તમને શરમ નથી આવતી ? સરકાર દીકરી બચાવવા માટે કેટલી ઝુંબેશ ચલાવે છે. છતા પણ તમે નફફટ થઈને ગર્ભમાં રહેલી દીકરીની હત્યા કરાવવા નીકળ્યા છો ? થોભો, હું હમણા જ પોલીસને ફોન કરું છું. તમારા જેવા જ હલકી કક્ષાના લોકો દીકરો માંગે છે અને એ જ દીકરો મોટો થઈને માસુમ છ વર્ષની નવ વર્ષની અગિયાર વર્ષની છોકરીઓ પર બળાત્કાર કરે છે.

રમેશ : એકઝેકટલિ ડૉકટર હું પણ આજ કહેવા માંગું છું કે મારી બેન દીકરીઓ પર કોઈનો દીકરો પાશવી બળાત્કાર કરે એટલે જ આજે હું દીકરીની ભૃણહત્યાને નહીં પર દીકરાની ભૃણહત્યા કરાવવા આવ્યો છું. મને ડર છે ડૉકટર સાહેબ કે ભવિષ્યમાં મારો દીકરો પણ બીજા નરાધમ દીકરાની જેમ ખરાબ સોબતે ચઢીને કયાંક બળાત્કાર જેવું પાશવી કૃત્ય ન આચરી બેસે. મનેએ ડર છે કે હું મારા દીકરાની ગમે તેટલી પરવરીશ કરીશ તો પણ તે દીકરીઓની ઘટતી જતી સંખ્યાને કારણે કદાચ કોઈ માસુમ કળીને ચૂંથી નાખશે. આ મારી દીકરી ડોલી અને વિશ્વા ઘરની બહાર પગ મૂકતા ગભરાઈ છે. વાસના લોલૂપ પુરુષો ખરાબ નજરે જોઈને, મારી દીકરીઓ ભયભીત થઈ જાય છે. ઘરની બહાર નીકળતા ગભરાઈ છે. મને સવાલ સમાજ માટે પણ છે.

આપણો એક એવો સમાજ છે કે છોકરી પર બળાત્કાર થાય તો દોષીત પણ દીકરીને માનવામાં આવે છે. શારીરિક બળાત્કારની યાતનામાંથી પસાર થઈ ચૂકેલી દીકરીઓ પર કોર્ટમાં માનસિક રીતે બળાત્કાર પુરુષસમાજ તરફથી થાય છે. બેહૂદા અને બિભત્સ સવાલો પૂછીને માનસિક પીડા આપે છે અને ખૂબ જ કષ્ટદાયક શારીરિક તપાસમાંથી પસાર થવું પડે છે. આજ કારણસર કેટલાયે બળાત્કારના કેસ થતા જ નથી તેથી જ આ નરાધમોને બળાત્કાર કરવાનો છુટ્ટો દોર મળી ગયો બળાત્કારનો વિરોધ કરવાથી મીણબત્તીઓ સળગાવાથી, સંઘર્ષો કરવાથી કંઈ વળવાનું નથી. બળાત્કારીઓને જાહેરમાં ફાંસી આપવાનો કાયદો બનાવવો જોઈએ અને બળાત્કારીઓને જાહેર ચોકમાં લાવીને પથરા મારી-મારીને મારી નાખવા જોઈએ અને એટલે જ મારા ઘરે પણ આવો કોઈ નરાધમ ન પાકે એટલે જ મારે મારા સંભવિત દીકરાનો ગર્ભપાત કરાવવો છે. ડૉકટર કરી આપશો આ પ્રકારનો ગર્ભપાત, છે હિંમત તમારામાં ? માટે જ કહું છું...જરા ચેતો..


Rate this content
Log in

Similar gujarati story from Drama