STORYMIRROR

પીનલ દીપ રાવલ

Classics

4  

પીનલ દીપ રાવલ

Classics

જો રવિવારની રજા ના હોય તો ?

જો રવિવારની રજા ના હોય તો ?

1 min
273

શીર્ષક -જો રવિવારની રજા ના હોય તો ?

આપણને વિચાર કરતા જ જાણે અંચબો થઈ જાય કે રવિવારની રજા ના હોય તો ? રવિવાર આપણી માટે ખૂબ મહત્વનો છે. જેમકે ઘણાં ખરાં નાના-મોટા કામ, પોતાના સ્નેહીજનો માટે કિંમતી સમય કાઢવો. અને પોતાના માટે પણ થોડો સમય કાઢવો જરૂરી છે. કદાચ બધાં નથી જાણતાં કે એક સમય હતો જ્યારે એક પણ દિવસ રજા ન હતી.રોજ કામ કરવાનુ.

વાત છે જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યાં ત્યારે અહીં રવિવારે રજા ન હતી. અહીંના મિલ કામદારોએ સાત દિવસ કામ કર્યું, જ્યારે અંગ્રેજોને રવિવારે ચર્ચમાં જવું પડતું. નારાયણ મેઘાજી લોખંડે કે જેઓ મિલ કામદાર હતા તેમણે રવિવારને રજા તરીકે જાહેર કરવા માટે ઝુંબેશ ચલાવી હતી. તેણે પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો. સાત વર્ષના લાંબા સંઘર્ષ પછી, દસ મી જૂન ૧૮૯૦ના રોજ બ્રિટિશ સરકારે ભારતીય કામદારો માટે રવિવારને રજા તરીકે જાહેર કર્યો

હિન્દુ કેલેન્ડર મુજબ સપ્તાહની શરૂઆત રવિવારથી થાય છે. તે 'સૂર્ય દેવતા'નો દિવસ છે.

નારાયણ મેઘાજી લોખંડે ને આપણે ક્યારેય ન ભૂલવા જોઈએ. અને એમણે આપણી માટે આટલુ સંઘર્ષ કર્યું,ઝુંબેશ ચલાવી આપણને રવિવાર આપ્યો તો આપણે આ રવિવારે કંઈક સારું કરવું જોઈએ. આપણે એક નિયમ લેવો જોઈએ કે દર રવિવારે આપણાથી બનતું કંઈક દેશ માટે સમાજ માટે એક કાર્ય એક નાનું પગલું ભરવાની કોશિશ કરશું આપણને એવું જરૂર લાગશે કે તેથી શું થશે પણ ખરેખર "દેશને પણ આપણી જરૂર છે અને આપણને પણ દેશની જરૂર છે".


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Classics