STORYMIRROR

પીનલ દીપ રાવલ

Others

3  

પીનલ દીપ રાવલ

Others

ઈમાનદારી

ઈમાનદારી

1 min
200

સીમા અને રીમા ખૂબ સારા મિત્ર હતાં. એકબીજાને સુખ અને દુઃખ વહેતાં. સાથે સાથે ભવિષ્ય માટે માર્ગદર્શન પણ એકબીજાથી લેતાં.

સીમાએં શરમાંતાં રિમાને કહ્યું કે રીમા મને રાખેશએ લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો છે. અને કહેતો હતો કે હું તને ખૂબ પ્રેમ કરું છું. આટલું જ બોલતા રીમા સીમા ઉપર ગુસ્સે થઈ ગઈ અને કહ્યું.

"સીમા તું જ્યારે છઠ્ઠામાં ભણતી હતી ને ત્યારથી રાકેશને રાખડી બાંધે છે" એ કઈ નાની ઉંમરનાં હોય ભાઈ બનાવ્યો તો તમને એકબીજા માટે ભાઈ બહેનની લાગણી હોવી જોઈએ. આજે તું નાની નથી,તું વીસ વર્ષની છે ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં છે. તને એટલી તો સમજણ હોવી જ જોઈએ કે રાખડી એ મજાક નથી. નવ વર્ષથી જ્યારે તું એને રાખડી બાંધે છે ત્યારે એક ભાઈ બહેનનો પ્રેમ હોય અને એ લગ્નમાં બદલાય એ કઈ સારું લાગે છે !

સીમા ખુબ દુઃખ અનુભવતી હતી,બોલે એની પહેલા જ એને પસ્તાવો હતો. અને એને મનમાં થયું કે સારું થયું આ વાતને બીજા કોઈને ન કરી. અને તારી વાત સો ટકા સાચી. આપણે જ્યારે પણ બીજા કોઈને રાખડી બાંધીએ છીએ તો એ એક અનમોલ સંબંધ હોય છે. અને રાખડીના તાંતણે ભાઈ બહેનનો પ્રેમ ખૂબ છલકાતો છે. સાથે સાથે એ સંબંધ સો ટકા ઈમાનદારીથી નિભાવો એ પણ ફરજ છે માટે હું ખોટા રસ્તે જઈ રહી હતી પણ તે સાચા સમયે મને રાખડીની સમજણ આપી કે એ નવ વર્ષ રાખડીના સંબંધ આખી જીવન નિભાવવાના છે.


Rate this content
Log in