STORYMIRROR

પીનલ દીપ રાવલ

Inspirational

3  

પીનલ દીપ રાવલ

Inspirational

વડીલે વિયોગ વાળીયો !

વડીલે વિયોગ વાળીયો !

1 min
163

જીગર અને કિરણ ખૂબ પ્રેમથી રહેતા હતા. કિરણનો તેની સાસુમા સાથેના અણ બનાવો વધી ગયા. સાસુમાએ કહ્યું "અહીંથી ચાલતી પકડો"અને કિરણે ચાલતી પકડી પિયર ગઈ. કિરણને ગયે વીસ દિવસ થઈ ગયા હતાં. જીગરના પિતાએ જીગરને પ્રેમથી સમજાવતા કહ્યું "જો જીગર આપણે કિરણને દીકરી કરીનેં લાવ્યા હતા અને તાળી એક હાથે ના પડે તુ બહુ તારી મમ્મીના ઉપરારામાં ઠેરવાવ નહીં, જા હુ તમારા બંનેનો વિયોગ નથી જોઈ શકતો, માટે આજે કિરણ ના ઘરેજા અને કિરણને પાછી લઈને આવ."

કિરણ ના પપ્પા સાથે મારી વાત થઈ ગઈ છે. કિરણ ના પપ્પા બે શબ્દ કહે તો સાંભળી લેજે, કિરણનેં પણ તારી મમ્મી રોજ દર કલાકે બે શબ્દ સાંભળતી જ હોય છે. જિંદગી ખૂબ નાની છે. તમારે તો જિંદગી જીવવાની હોય અને આ લે મારી તરફથી ૨૫,૦૦૦ એનું મગજ શાંત થાય એવી જગ્યાએ તમે બે ફરતા આવો. અને આ વિયોગ વહેલામાં વહેલી તકે દૂર કરો. તારી મમ્મીની ચિંતાના કરીશ એમને હું સમજાવી દઈશ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational