મા-બાપની છત્રછાયા
મા-બાપની છત્રછાયા
મા-બાપના રૂપમાં આપણી પાસે અમૂલ્ય ખજાનો છે. મા-બાપના રૂપમાં આપણને પ્રભુ મળી ગયાં છે. માટે જ કહેવાય છે અડસઠ તીર્થ એ મા-બાપના ચરણોમાં છે. તો બીજા તીર્થ શા માટે ફરવા ? મારાં મતે તો પ્રભુ પાસે સ્વર્ગ માગવા કરતા જન્મો જનમ આજ મા-બાપની છત્રછાયામાં ઉછેરવાનો મોકો આપજે.
મા-બાપે આપણાં જીવનમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. જ્યારે આપણે નાના હોઈએ છીએ ત્યારે નાની નાની વાર્તા કહે છે જે ખૂબ મોટો બોધ આપે છે. બાળક દસ-બાર વર્ષનું હોય ત્યારે જ મા-બાપ અને દુનિયાદારીની સમજ આપે છે પછી આપણે તેનો એ અનુભવ કરવાનો હોય છે. મા પોતાના બાળક પ્રત્યે હંમેશાં જાગૃત રહે છે. જેમ ગાડીને ચલાવવા માટે બે પૈડા મહત્વનું કાર્ય કરે છે કદાચ બે પૈડાંની દિશા અલગ અલગ થાય બદલાય કે એક પણ ડગી જાય તો ગાડી મુશ્કેલીમાં મૂકાઈ જાય છે અને તે પોતાની મંઝિલ ખોઈ ચૂકી છે એમ માબાપ બાળકનાં જીવનમાં સાચી રાહ બતાવે છે અને બાળક સાચી દિશા તરફ જાય છે મા-બાપથી વિશ્વમાં કોઈ મોટું નથી, મા-બાપ તો પ્રથમ ગુરુ હોય છે. જ્યારે હું કોઈક મહાન વ્યક્તિને જોઉં તો બોલી ઊઠું છું.“ ધન્ય છે તેના મા-બાપ એ બાળક આટલું મહાન બન્યું “ તે મહાન વ્યક્તિમાં તેના મા-બાપનાં દર્શન થાય છે. મા ભાષા બોલે બાળકની પ્રથમ ભાષા બંને માટે તેને માતૃભાષા કહેવાય,અને એટલા માટે તે મહત્વની છે.
મા-બાપ જ્યારે આટલું બધું કરે છે ત્યારે પ્રભુ આપણને પણ મોકો આપે છે અને આપણે તેને સાચવી લેવો જોઈએ જે માબાપ આપણને ચાલતાં શીખવે છે ઘડપણમાં તેમના પગ જમીન પર ધ્રુજી ઊઠે છે તેને આપણે ડગવા ન દેવા જોઈએ જેમા બોલતાં શીખવે છે તે મા-બાપને ધાર્મિક પુસ્તક સંભળાવી આપવા જોઈએ એક પણ સેવાનો મોકો ચૂક્યા વગર ઉચ્ચકોટિના સંસ્કાર આપે છે. તેનું જતન કરવું જોઈએ અને મા-બાપની સેવા કરી આ ધન્ય જીવન બનાવવું જોઈએ આવા મોંઘા મોલ મા -બાપને કોટી કોટી !
