STORYMIRROR

પીનલ દીપ રાવલ

Others

3  

પીનલ દીપ રાવલ

Others

જીવનનાં મઝધારે

જીવનનાં મઝધારે

1 min
156

સંગીતા આજે રીમાને મળી. બંને સારી મિત્ર એક બીજાનાં સુખ દુઃખની સાથી. રીમાએ કહ્યું ,”સંગીતા હું કંટાળી ગઈ છું. મારાં અને મારાં પતિના અણબનાવો વધી જ રહ્યાં છે છેલ્લા ઘણાં સમયથી કંઈ પણ સારું થઈ રહ્યું નથી,અમે ફક્ત એક સારાં મા-બાપ બનવા ખાતર સાથે છીએ. હવે તો મારાં મા-બાપ પણ ઘરડાં થઈ ગયાં છે. એક તરફ મારો દીકરો આરવ અને દીકરી નિશા. આ બેની આશ. જીવનનાં મઝધારે હું ક્યાં જાઉં ? કંઈ ખબર નથી પડતી,”

  મઝધારે ફસાયેલી રીમા હવે કશું કરી શકે એમ નથી.એ વિચાર્યા પછી જ સંગીતાએ કહ્યું,”હવે તું આ જીવનનાં મઝધારે કરી પણ શું શકે ?”

સંગીતાનાં ગયાં પછી રીમાએ વિચાર્યું કે હવે તો સંસાર રૂપી નાવ મઝધારેથી કિનારે પહોંચાડવી જ રહી.

તેં ધૈર્ય ધરી ઊભી થઈ ને બે હાથ જોડી પ્રભુને વિનવી રહી,”દીનાનાથ મઝધારે તારો જ એક સહારો છે.”


Rate this content
Log in