તહેવારની સાચી સમજણ
તહેવારની સાચી સમજણ
અમેરિકાથી આવેલા પાર્થની સાથે કેરી પણ આવી હતી. તેણે 'હરેકૃષ્ણ હરે રામ' 'ઇસ્કોન'માં જોડાય હિન્દુ ધર્મ અપનાવ્યો હતો. માટે એનું બીજું નામ રાધિકા હતું. પાર્થ અને કેરી ભારત આવ્યા, એક સપનું લઈને કે એમનો સંબંધ ઘરનાં બધાં અપનાવીલે.
આજે તો ઘરમાં રોનક જ અલગ હતી. ત્રણ વર્ષ પછી પાર્થ ઘરે આવ્યો. રક્ષાબંધનનો તહેવાર ફયજીઓ, બહેનો મામાઓ અને કુટુંબનાં બધાં જ સભ્યો હાજર હતાં. વડીલો વાતો કરી રહ્યાં હતાં કે પાર્થ આવ્યો છે, તેના લગ્નનું શું કરશું ? સારી કન્યા મળવી જોઈએ. આપણું ઘર ધાર્મિક સંસ્કારવાળું છે. તો ધાર્મિક તો જોઈએ જ, 'હા હા અને બધું સંભાળીલે એવી, પાર્થે વાત શરૂ કરી કે મારી સાથે રાધિકા આવી છે અમે બંને એકબીજાને પાંચ વર્ષથી જાણીએ છીએ.અમારે લગ્ન કરવા છે. આ સાંભળતા જ સૌ કોઈ અચંબામાં પડી ગયાં કે આપણો ધર્મ અલગ, રેહણી કરણીમાં જમીન આકાશનો ફેર એને કંઈ સમજ નહીં પડે. આ કેવી રીતના પાર પડશે એટલું બોલતા જ રાધિકાની પરીક્ષા ચાલુ થઈ ગઈ.
ફઈજી કહ્યું,”રાધિકા આ રક્ષાબંધનની તને ખબર છે ?”
રાધિકાએ ત્યારે જવાબ આપ્યો,”હા, હું સાત વર્ષથી કાન્હાને રાખડી બાંધું છું અને મારાં મમ્મી પપ્પાની હું એક જ સંતાન છું, પણ કાન્હાને હંમેશા મારો ભાઈ માનું છું.”
ત્યાં તો મામીજી બોલ્યા,”હા હા, નાગપંચમી શું હોય તને ખબર છે ?”
રાધિકાએ તો આખી નાગપંચમીની આખી વિધિસર વાર્તા કહી સંભળાવી સાથે રિવાજ પ્રમાણે તેનું ઉજવણું કેવી રીતનાં થાય એ પણ સૌ કોઈ નવાઈ પામ્યાં.
દર્શિત તરત જ બોલ્યો, ”તો તો તમે જન્માષ્ટમીનો ઉત્સવ કેવી રીતના ઉજવો છો ?“
રાધિકા બોલી,”જન્માષ્ટમીના તહેવારના દિવસે આખો દિવસ નકોડો ઉપવાસ રાખીએ છે. રાત્રે બારવાગે કૃષ્ણ ભગવાનનો જન્મ કરીએ છીએ. સાથે સાથે બીજા દિવસે પકવાન બનાવી અને ૫૬ ભોગની સાથે ભગવાનનું સ્વાગત કરીએ છીએ. રોજ અલગ અલગ પ્રકારના હિંડોળા બનાવવામાં આવે છે શ્રાવણ મહિનામાં અને જે બનાવવા મને પણ ખૂબ ગમે છે.”
રાધિકાએ સાડી પહેરી હતી,માથામાં ચંદનનો ચાંદલો કર્યો હતો અને એને કહ્યું કે હું “ભારતની સંસ્કૃતિને" ખૂબ માન આપું છું મને ભારતમાં જ રહેવું છે સાથે-સાથે ભલે ભારતની સ્ત્રીઓ સાડી ભૂલી હોય પણ હું હંમેશા ગર્વની સાથે તમને તહેવારમાં સાડીમાં જ દેખાઈશ સાથે આ તિલક પણ હશે.અને અમારા બંનેના પ્રેમને તમે સ્વીકારી લો કારણકે, પહેલાંના જમાનામાં "ભારતીય સંસ્કૃતિમાં રાણીઓ માટે ઋષિ શોધતા કારણ કે,એમની દીકરી સારું ધર્મ કરીને જીવન જીવે" અને હું પણ એવા જ વિચાર ધરાવું છું.
વડીલો એ તરત વિચાર્યું કે ભલે આપણા દેશની નથી.પણ આપના સંસ્કૃતિના ગુણ એના લોહી લોહીમાં વહે છે.માટે આપણે આ સંબંધને સહમતિ આપવાની છે. પાર્થ અને રાધિકા ખૂબ ખુશી સાથે બધાંના આશીર્વાદ લીધાં.
