Nirali Shah

Tragedy Others

3.7  

Nirali Shah

Tragedy Others

જન્મદિવસ

જન્મદિવસ

2 mins
267


આજે રિંકુનો જન્મ દિવસ હતો. સવારથી જ ખુશખુશાલ રિંકું ઉત્સાહથી ઉછળતો હતો. રીંકુનાં પપ્પા મોહિતભાઈ એ રીંકુંનાં જન્મદિવસની ઉજવણી માટે સાંજે મોટી પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બધા સગા- વહાલા, મિત્રો, સ્નેહીઓ, પાડોશીઓ રિન્કુનાં બધાજ મિત્રો અને શિક્ષકો ને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતાં. રિંકુનાં પપ્પાએ રિંકુ ને ગમતી ડોરેમોનવાળી કેકનો ઓર્ડર આપ્યો હતો. રિંકુ એ બધાજ મિત્રોને કેકનો ફોટો બતાવ્યો હતો. સાંજ પડી કે તરત જ રિંકુ પપ્પાએ નવા અપાવેલા બ્લેઝર અને સૂટ માને નવા લેધરનાં બુટ સાથે તૈયાર થઈને આખા ઘરમાં ફરવા લાગ્યો. ધીરે ધીરે કરતા રિંકુનાં બધાજ મિત્રો ને આમંત્રિત આવી ગયા. રિંકુને કેક પર મૂકવામાં આવતી સાદી મીણબત્તી ગમતી નહોતી, આથી તેને નવી માર્કેટમાં આવેલી ફાયર કેન્ડેલ મંગાવી હતી.


રિંકુનાં ક્લાસમાં ભણતી પિન્કી પણ પાર્ટીમાં આવી હતી. પિન્કી બિચારીને આ નવી ફાયર કેન્ડેલ વિશે કોઈ જ જાણકારી નહોતી. આથી તે વારે વારે કેકવાળા ટેબલ પાસે જઈ ને ત્યાં મુકેલી ફાયર કેન્ડેલને ઉપર નીચે કરી કરી ને જોતી હતી. કેક કાપવાનો સમય થયો એટલે રિંકુનાં પપ્પાએ રિંકુને કેન્ડલ સળગાવવા કહ્યું. એ સાંભળીને પિન્કી તરત જ દોડતી ટેબલ પાસે પહોંચી ગઈ અને કોઈ કંઈ કહે કે વિચારે એ પહેલાં તો તેણે કેન્ડલને પોતાના શરીરની પાસે રાખીને સળગાવી, જેવી કેન્ડલ તીવ્ર તણખાં સાથે સળગી કે એ તણખાંઓથી પિન્કીનાં વાળ સળગી ઉઠ્યાં, ને બધા લોકો એની પર પાણી છાંટવા લાગ્યા, એ પાણી કેક પર પણ પડ્યું, અને આમ કેક કટિંગ પહેલા જ ખરાબ થઈ ગઈ. બિચારા રિંકુની જન્મદિવસની ઉજવણી એક ફિયાસ્કો બનીને રહી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy