Bhumi Rathod

Classics

4  

Bhumi Rathod

Classics

જીવંત-ઉડાન

જીવંત-ઉડાન

6 mins
393


એક બાજુ કેન્સરની હોસ્પિટલમાં સ... ટક... સ... ટક લોબીમાં પટ્ટાવાળાના ચંપલ ઢસડવાનો અવાજ આવી રહ્યો હતો, તો બીજી બાજુ ક્યારેક કોઈક સ્ત્રી ધીમે ધીમે રડતી- રડતી જાતી હતી. જાણે માણસ નહીં પણ આ લોબી રડી રહી હોય. ત્યાં અચાનક ગંગાની વાટ જોઈને બાંકડે બેઠેલો રામ પોક મૂકીને રડતી સ્ત્રી, આજુ -બાજુના લોકો એને સમજાવતાં હતાં, એવી એક શોકાતુર ઘટનાને રામ જોવે છે. રામ મનમાં બોલે છે, કાલે સવારે મારી ગંગા ને યશ પણ.... આગળ બોલવા જાય છે ત્યાં ગંગા અધિરાયમાં આવતી બોલે છે, 'તમને કીધું હતું ને, તમે હોસ્પિટલની બહાર નીકળો હું દવા લઈને આવું છું. 'બોલતી- બોલતી ગંગા પેલી રડતી સ્ત્રી ને રામનું ધ્યાન ન હોય એમ જોવે છે. તરત આંખ બંધ કરી લે છે. જયારે આંખ ખોલે છે ત્યારે તો જાણે આંખ પણ ન્હાતી હોય.

અમદાવાદની નગરીમાં રીક્ષામાં બેસી બંને ઘરે પાછા ફરે છે, પણ ગંગાને ડૉક્ટરે કહેલાં શબ્દો વારંવાર યાદ આવતાં હતાં, 'તમારા પતિને કેન્સલ છે, સેવા ચાકરી કરો, જો એક મહિનો કાઢી શકે તો... ગંગા મનમાં બોલે છે, 'એક મહિનો કાઢે તો... આ છેલ્લા શબ્દો તો જાણે મારું મનોમન બળાત્કાર કરતાં હોય એવું લાગે છે. 'ઘરે આવીને રાતનું વાળું કરે છે. ગંગા નવ વષૅના છોકરાને જમાડીને સૂવડાવે છે. રામ બોલે છે, 'અરે વાહ.. મારી પાસે થોડા દિવસો છે એ જાણીને તું બધું જ મારું મનગમતું કરવા લાગી હો.' ગંગા રામની સામુ જોઈને કંઈક બોલવા જાય છે, ત્યાં રામ બોલે છે, 'ગંગા હું જાવ.... ' ત્યાં ગંગા રામને બોલતાં રોકે છે, 'આવુ ન બોલો તમે, તમને કાંઈ નહીં થાય. રામ ફરી પોતાની પત્નીને યાદ અપાવતાં યશ સામુ આંગળી ચીંધતા બોલે છે, 'જો જોવે છો ને, હું જાવ પછી પણ મારો દીકરો આ રીતે શાંતીથી સૂઈ શકે એવું કરજે. 'ત્યાં રામની આંખ ભીની થાય છે, ફરી કહે છે, 'એને ખૂબ ભણાવજે હો.... 'છેલ્લો શબ્દ રામને ઉધરસ આવતાં ખેંચાઈ છે, તરત ગંગા પાણી આપતાં ઉધરસને શાંત કરતાં કહે છે, 'બસ હવે ચાલો તમને ચાંદલીયા વાતાવરણમાં તારકોની વચ્ચે સૂવું ગમે છે ને. એટલે અગાશી માં સૂવા જઈએ'સાંભળીને રામ અગાશીના દાદરા ચડવા લાગે તો છે. પણ તારકો શબ્દ સાંભળીને કંઈક વિચારવા લાગે છે. ગંગા યશને તેડીને અગાશીમાં જાય છે.

યશને પથારીમાં સૂવડાવી ગંગા પથારીમાં બેઠા- બેઠા એકીટશે જોઈ રહેનાર પતિને જોવે છે. ત્યાં પાસે બેસીને ગંગા રામને પૂછે છે, 'શું થયું ? સૂઈ જાવ થોડીવાર રહીને ફરી બોલે છે, 'શુ... શું જોવો છો ત્યાં. 'રામ મલકાવા લાગે છે, ખૂબ હસે છે, તરત એના ચેહરા ઉપર નામોશી છવાય જાય છે, પોતાની જાતને સંભાળતાં રામ બોલે છે, 'તને ખબર છે ગંગા બાળપણમાં અગાશીની પાળી ઉપરથી મારો જીવ ઉડતો-ઉડતો રહી ગયો હતો, થોડી વાર રહીને બોલે છે, 'પણ લાગે છે, આ જીવ હવે ઉડાન ભરી લેશે. 'આવા શબ્દો થી ગંગા નું મન અકળાય છે. ફરીથી રામ બોલે છે, 'એક વાર તો ગંગા બાળપણ મેં સ્પાઇડર મેન ની જેમ ઉડવાની કોશિશ કરી હતી. હુ એવો હઠી કે બાપુનુ પણ ન માનું. મારી બા વારે વારે કહેતાં 'એમ ન ઊડી શકાય'.

ગંગા સાંભળે છો ને, 'આજે થાય છે, 'કે જો બા હોત તો.. કહેત... 'રામ બોલતો -બોલતો થંભી જાય છે. ત્યાં ગંગા એ વાત ઉડાવતાં પૂછે છે, પછી... પછી શું થયું? સ્પાઇડરમેન ની જેમ ઊડ્યા.... ? ત્યાં રામને યાદ આવતાં બોલે છે, 'અરે... હા પછી તો અગાશીમાં આવી મોટા - મોટા બૂટ પહેર્યા, હાથમાં ઘડિયાળ, પાછળ લાંબો લાલ રંગનો સ્પાઇડરમેન બાંધે એવો ટુવાલ બાંધ્યો, વાદળી ટીશર્ટ પહેર્યું. અને સ્પાઇડરમેન ની જેમ ઊડવાનું શીખવા અગાશીની પાળ ઉપર ચડી ગયો. હવે ગંગા ને પણ આ વાતમાં રસ લાગ્યો, એણે ઉદગાર કાઢ્યો, 'હેં.... પછી.. 'રામ પણ હસતો - હસતો બોલતો હતો. પછી તો ગંગા એટલી બધી ઊંચાઈ જોઈને હું ગભરાવા લાગ્યો ને બીકનો માર્યો રડવા લાગ્યો.

મારો અવાજ સાંભળી નીચે આખો મહોલ્લો ભેગો થઈ ગયોને, બધા મારી બાને બોલવા ઘરે આવ્યા. બા બહાર આવી ને ગભરાતી ગભરાતી રોવા લાગી. બા બોલતી હતી, તને ના પાડી હતી ને, ચાલ નીચે આવ... આવ નીચે કહું છું ને. 'ગંગા બોલે છે, 'અરે બાપા આવું થયું... પછી ? પછી શું મને યાદ આવ્યું , નાના બાળકો મૂશ્કેલી માં હોય તો એને સ્પાઇડરમેન બચાવવા આવે છે , એ વિચારે મને ખુશ કર્યો, બા ના કહેવાથી પહેલા પાળ ઉપરથી નીચે ઉતરવાની કોશિશ કરતો હતો પણ પછી સ્પાઇડરમેન ની રાહ જોવા લાગ્યો.

મારા આવા વતૅણૂકથી પરેશાન થઈને બા નિશાળે ફોન કરીને બાપુને ઘરે બોલાવે છે. બાપુને જોઈને મહોલ્લાના વડીલો બાપુને કહેવા લાગે છે, 'જુઓ માસ્તરજી આ રામલાએ તો નવા ખેલ માંડ્યા છે'. પિતાજી વાત સાંભળી ન સાંભળી કરતાં બેબાકળા થતાં અગાશી આવે છે, મને ઉતરવાનું કહે છે. હુ ના પાડું છું તો મને એના હાથથી તેડવા જાય છે. ગંગા કહે છે, 'તમે આવું કર્યું છે બાળપણમાં પછી... ?'હું વારે- વારે બોલતો જાવ છું, હમણાં સ્પાઇડરમેન બચાવવા આવશે... હમણાં આવશે.. એમ કરતો - કરતો પાળી પર જ પગને પાછળ સેરવું છું ત્યાં બાપુ બોલે છે, 'બસ... બસ.. રામ તું પાછળ નો જા, હું નહીં તેડું બસ. 'બાપુનો જીવ તો તાળવે ચોંટી ગયો હતો ગંગા. પછી તો બાપુજી અગાશીમાં ઊભાં ઊભાં વિચારે છે, આ રીતે કાંઈ આ માનશે નહીં, બાપુને લાગ્યું મારા પર સ્પાઇડરમેનનું ભૂત સવાર થયું ગયું છે, જ્યારે નીચે ગંગા તારી સાસુ રોઈ-રોઈને અધમૂઈ થઈ. અને હું તો નિરાંતે સ્પાઇડરમેનની વાટ જોવ છું.

બાપુ મને પૂછે છે, 'તને બીક નથી લાગતી, પડી જવાની. ' હું તરત કહું છું, 'હા બાપુ બહું લાગે છે, પણ ડરી જઈશ તો સ્પાઇડરમેન નહીં આવે. પછી બાપુજી મારું મન રાખવા કહે છે, 'સાંભળ રામ હું કહેતા ભૂલી ગયો, મને સ્પાઇડરમેને મોકલ્યો છે એને કામ છે એટલે એ નહીં આવી શકે. આવું સાંભળીને ગંગા હસવાં લાગે છે, સાથે સ્પાઇડરમેનની વાત કરતાં-કરતાં રામ પણ ખડખડાટ હસે છે. ગંગા તો એટલું હસે છે કે એને પેટમાં દુખવા લાગે છે. એ હસતી - હસતી વારંવાર બોલતી જાય છે, 'બસ.... કરો.... હવે કેટલું હસાવશો તમે. 'રામ આગળ બોલે છે, 'પછી બાપુ મને શું કહે છે ?ખબર'. ગંગા બોલે છે, 'શુ ?'પછી બાપુ મને કહે છે, 'મને સ્પાઇડરમેનનો ફોન આવ્યો હતો, એવું કહીને બાપુજી મને પાળી ઉપરથી ઉતારે છે.

તરત બાપુ મને ખિજાતાં-ખિજાતાં મને એની બાથમાં લઈ લૈ છે. તરત બા આવે છે , આવીને રોતી- રોતી ગળે વળગી પડે છે. પછી પિતા મને તેડીને નીચે લઈ જતાં કહે છે, 'બેટા આપણે માણસ છીએ એટલે ન ઊડી શકાય. 'આ શબ્દો રામ ખૂબ જ લાગણીભર્યા સ્વરે બોલે છે. ત્યારે ગંગા પણ ધ્યાન પૂર્વક સાંભળે છે. હું હજી પણ બાપુને કહું છું, 'પણ સ્પાઇડરમેન તો... 'બાપુજી મારી વાત કાપતાં બોલે છે, 'બેટા સ્પાઇડરમેન જેવું કંઈ હોતું જ નથી. બાપુ મને ખુડશી પર બેસાડીને પાછા નિશાળે જવા બહાર જાય છે, તરત હું પાછળ જઈને બાપુની આંગળી પકડીને કહું છું, 'પણ બાપુ મારા સ્પાઇડરમેન તો તમે જ છો.

બાપુ મલકાય ને મારા માથા પર હાથ મૂકતાં કહે છે ગંગા, 'હા.. બેટા. 'ગંગા બાળપણમાં ઊડવાનું ન શીખી શક્યો, પણ શીખવાનો સમય મારા જીવનમાં હવે આવી ગયો છે. ગંગાની હસી એક પલક છબકાવતાં નામોશીમાં ફેરવાય જાય છે, ગંગા બોલે છે, 'તમે આવું ન બોલો. ગંગા રામનો હાથ પકડીને કહે છે, 'બસ બહુ થઈ વાતો હવે સૂઈ જાવ... 'છતાં પણ રામ પોતાની વાત ચાલુ જ રાખે છે. ગંગા આજે પણ બાપુ જો હોત તો સ્પાઈડરમેન બનીને... રામ બોલતો -બોલતો થંભી જાય છે ધારી-ધારીને અગાશીની પાળને નિહાળ્યા કરે છે.


Rate this content
Log in

Similar gujarati story from Classics