Bhumi Rathod

Inspirational

3  

Bhumi Rathod

Inspirational

પ્રકૃતિનો આશરો

પ્રકૃતિનો આશરો

5 mins
155


સૂરજ તો વૃક્ષના પાંદડામાંથી વારંવાર ડોકીયું કરતો હતો. વાયરો અને પાંદડીનો આશરો લઈ નાચતો-નાચતો વારંવાર જસુબાને કાનમાં આવી કહી રહ્યો છે 'અરે ! ઓ. . . . જસુ હવે સવાર થઈ . . . . હો, આંખમાં અજવાસ લાવ. . . . 'પણ નિરાશ મોં એ ખેતર ને ધારી-ધારીને જોવે છે. શહેર ભણી જાવાનો આનંદ રામલાના આંખમાં ચોખ્ખો દેખાય રહ્યો છે. પોટકા પકડીને ઊભી રહેલ રામલાની ઘરવાળી પરાણે મોઢુ હસતું રાખી પોતાની સાસુ જસુબાની વાટ જોઈ ને ઊભી છે. કિશનને જાનકી ઊભા ઊભા કંટાળી ને ખેતરે જસુબાને બોલાવવા જાય છે. કિશન જોરથી બોલે છે,'બા. . . . હાલો ને બાપુ વાટ જોવે છે. 'ત્યાં જાનકી કહે,'હા બા હાલોને જો સવાર પડી હો. . . . છેલ્લું વાક્ય સાંભળી જસુબા મનમાં ઊંડો નિસાસો નાંખે છે, બહાર તો સવાર પડી પણ આ આયખામાં રાત છે એ‌નુ. . . શું. '

છેવટે રામલો એના બા ને બોલવવા આવતાં બોલે છે,'બા. . . . હેંડો ને પાદરેથી બસ નહીં મળે. 'બસમા જાય છે, પણ જસુબાને એનું ખેતર, ખેતરમાં ઊભેલાં નાળિયેરીના ઝાડ નજરે તરે છે. સાથે દુઃખ પણ થાય છે કે હું મારા પેટના જણ્યાને ન સમજાવી શકી, શહેરમાં વધારે કમાણીનો મોહ સારો નથી, સાથે ખેતરમાં કામ કરવું એ તો બાપ દાદા વખતનું ચાલ્યું આવે છે. 'આમ જસુબાની બસના પૈડાં તો શહેર ભણી જાય છે પણ જસુબાનું મન એના ખેતર ભણી પહોંચી ગયું.

શહેરમાં આવી શહેરના લોકોની જેમ રહેવાનો પ્રયત્ન કરે છે. પૈસામાં, મહેનતમાં રામલાને એક મહિનામાં જ ફેરફાર વર્તાય છે. પણ જસુબાને શહેરી વાતાવરણ માફક આવતું નથી,એ માંદા રહે છે. દવા લે તો ફેર પડે, અંતે જસુબા શહેરી જીવનથી કંટાળી જાય છે. પણ દીકરાના મોહમાં. . . બોલી શકતા નથી. તો બીજી બાજુ એક વર્ષ પણ પૂરું નથી થતું ત્યાં રામલો હીરાના કારખાનામાં કામ કરતો એ કારખાનું બંધ થઈ જાય છે. રામલા એ મુસીબત નો સામનો કરવા કડીયા કામ કરવા જવાનો નિર્ણય કરે છે. એક મહિનો જાય છે, પણ એમાં ઘરનું ગુજરાન બરોબર નથી ચાલતું. ઘરે લોકોને ભૂખ્યા સૂવાનો વારો આવે છે. ભાડુઆત પૈસા લેવા આવે છે,રામલો પૈસા નથી આપી શકતો. ઘરની હાલત જોઈ જસુબા રામલા પર ગુસ્સો કરતાં બોલે છે,'લે કરી નાખ્યું શે'રમા કામ. 'ત્યારે રામલાની પત્ની રતન બોલે છે,'હા. . બા તમારા દીકરા તો વધારે ભણ્યા પણ નથ. . . નહીંતર કામ મળી રહેત. 'બા આને પત્ની ના મોઢે આવા વેણ સાંભળી રામલાને સમજાય છે. રામલાને સમજાવતાં જસુબા બોલે છે,'જો રામલા હજી મોડું નથી થયુ. જે થવાનું હતું એ થયું,હાલ બટા . . હાલ. . . ,ગામડે'. રતન પણ પતિને સમજાવતાં કહે છે,'હા. . બા સાચું કહે છે, આપણાં ખેતરમાં તો કેટલાય નાળિયેર ના ઝાડ છે. નાળિયેર ના ઝાડ નો ઉછેર કરીશું ને ગુજરાન ચલાવશુ". ત્યારે જસુબા રામલા સામે આંગળી ચીંધી ને બોલે છે,'તો. . આ સમજે તો ને. બીજો પણ પાક થાય જ છે ને, કાં નથી થાતો'.

હવે રામલાને એની ભૂલ સમજાય છે. રામલાને પત્ની અને માં ની વાત ગળે ઊતરે છે. એ ભેગા બિસ્તરા-પોટલા બાંધવાનું પત્ની ને કહીં સાંજે તો ગામડે આવી જાય છે. બીજે દિવસે સવારે ખેતર જઈ રામલો નાળિયેર ના ઝાડ ની સાર-સંભાળ કરે છે. શહેરથી પાછા ફર્યા એને અઠવાડીયું થયું ત્યાં તો રામલાને ખેતરનું કામ કરી ઘણું વળતર મળી જાય છે. જસુબા એકવાર ખેતરે આવે છે, ત્યારે રામલાને નાળિયેરીના ઝાડ ને પાણી પાતા જોવે છે, ત્યાં તો જસુબાને મનમાં આ ચિત્ર સાથે બીજુ પણ ચિત્ર દેખાય છે. ત્યા બાને ખેતરે જોઈ રામલો એના બા પાસે આવી બોલે છે,'બા તમે અ'યા. 'ફરી બોલે છે,'બા. . . શું વિચાર કરો છો'. ત્યારે જસુબા રામલાને માથે હાથ મૂકી બોલે છે,'હમમમ. . . એ તો તને કામ કરતાં જોઈ તારા બાપુ ની. . . . 'બોલતા થંભી જાય છે. રામલો કહે ,ક'તો ખરી તમે અ'યા કેમ? મલકાતાં મલકાતાં જસુબા બોલે છે,હું એકલી નથી,હારેય રતન,કીશલો અને જાનકીય પાછળ આવે છહ. રામલો પૂછે છે,'પણ કેમ?'જસુબા રામલાને સમજાવતાં કહે છે, ' હું જાણું છું,બટા. . . ખેતર હંભાળવુ એકલા હાથની વાત નથી. એટલે આજથી હું ને રનત પણ તારી વા'રે આવીશું. પાછળ ઉછળકૂદ કરતાં કીશન ને જાનકી આવે છે. ત્યા રામલો કિશન-જાનકી સામુ આંગળી ચીંધતા બોલે છે, પણ. . . આને !'રતન ભાતું ઝાડનાં છાંયડે મૂકતાં બોલે છે,'આજે નિશાળે રજા છે. . . મેં ના પાડી. . . પણ બેયે હઠ કરી. કીશન માં ની વાત સાંભળી બોલે છે,બાપુ હું હેરાન નહીં કરું. ત્યા ચોપડો હાથમાં બતાવતાં જાનકી બોલે છે,'જો બાપુ અમે તો ચોપડો લઈ ને આ'યા. નાળિયેરના વૃક્ષ ને પાણી પાવાનું ચાલું કરે છે. રતન પાણી સીસવા લાગે છે, તો જસુબા એક -એક ડોલ ઉપાડીને રામલાને આપે છે. વૃક્ષોને પાણી પાવાની વૃત્તિ એકીટશે કીશન જોઈ રહે છે. ત્યારે જસુબા બેયને વૃક્ષના મહત્વ વિશે સમજાવે છે. પ્રકૃતિને આવી સૌંદર્યાત્મક વાત સાંભળી બન્ને ભાઈ બહેન મનમાં નાળિયેરીના વૃક્ષો અને પ્રકૃતિ પ્રત્યે નો ભાવ વધે છે. બંને દિન-પ્રતિદિન ખેતરે આવતાં થઈ જાય છે. જસુબા ને કામ કરતાં હોય ત્યારે વારંવાર રામલો બાને ટોકે પણ છે. ત્યારે રામલાને સમજાવતાં કહે છે,ના. . ના. . હવે તું શાંત થા. . ભાઈ હવે હું બીમાર નો પડું,કારણ આય હું મારી ધરા પર ઊભી છું. અને મરુ તો પણ. . . ' ત્યાં રામલો જસુબા ને બોલતાં અટકાવે છે. સમયની ઘટમાળા બદલાય છે,રામલાના પરીવાર નું સવૅસ્વ ખેતર બની જાય છે. કીશનને જાનકી તો વાંચવા -લખવા પણ ખેતરે આવે છે. જસુબા વારંવાર બાળકોને સમજાવતાં બોલે છે, 'બાળકો ઝાડ ને પાણી પાવ એ ભગવાનને પાણી પાવા બરાબર છે. 'રામલો નાળિયેરીના ઝાડને પાણી પાઈ છે. ત્યા જસુબાની વાત સાંભળી જાનકી પણ દોડીને ઝાડને પાણી પાવા જાય છે. ત્યારે  ઝાડને ઓથારે રામલો ઊભો રહે છે. જેમ ઊડતો ઊડતો ભમરો ઓચિંતાનો લાકડાના દર ગરી જાય તો એમ અચાનક રામલો ઝાડને બાથ ભીડી લે છે. રામલાને એની ભૂલનો પસ્તાવો થાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational