STORYMIRROR

Bhumi Rathod

Abstract

4  

Bhumi Rathod

Abstract

માંડવે મિલન

માંડવે મિલન

7 mins
294

ઘરથી ફળિયામાં, ફળિયામાંથી ઘર બાળકોની ચહલ-પહલ ગૂંજી રહી છે. મોટાકાકી, મોટાકાકા, કુમુદની મોટીબહેન હેમલતા કુમુદના લગ્નની ખરીદી કરવા શહેરમાં ગયા છે. કુમુદની માઁ ગૌરીબા અને બાપુ ગીરજાશંકર કુમુદના લગ્નની કંકોત્રી પસંદ કરી રહ્યાં છે. કુમુદના લગ્ન લેવાય ગયા છે. કુમુદ તો મનમાં ફૂલી ન સમાતા સૂયૅના કિરણોથી બચતાં-બચતાં કેડમાં બેડલું ઉપાડતાં ફળિયામાંથી ઓસરીનું પાણિયારાનું માટલું ભરી રહી છે.

કુમુદની નાજુક નમણી કાયા, મોરના પીંછા જેવા એના લાંબા- ભૂરા કેશ, સંપૂર્ણપણે સંસ્કારી, સૌની માનીતિ, સૌને વ્હાલો લાગતો એનો સ્વભાવ, કાઠીયાવાડી પહેરવેશમાં સ્મિત વરસાવતો એનો નાજુક નમણો ચહેરો, પિયુની યાદમાં કુમુદ સુંદર દેખાઈ રહી છે,એના હાથના ચુડા તો જાણે વારંવાર પિયુને મળવાની ઝંખના કરતાં હોય એમ વારંવાર રણકી રહ્યાં છે,ગૌરીબા તો વારંવાર કુમુદની મનમાં જ મલકાવાની ક્રિયાને કંકોત્રી ઉપર નજર નાખતાં- નાખતાં જોતા જાય છે, ત્યાં કુમુદ તો માટલામાં પાણી નાખવા ને બદલે નાની કુંડી માં પાણીને ઠલવી દે છે, ત્યાં ગૌરીબા જોઈ જતાં કુમુદને કહે છે," કુમુદ. . . કુમુદ. . . એની તો તરફ જતાં કુમુદનો હાથ પકડીને કહે છે "ઓ. . કુમુદ નથી સંભળાતું કે શું ? ક્યાર ની બોલવું છું ક્યાં ખોવાયેલી છો ?" કુમુદ તો જાણે ભીંજાયેલા પ્રેમના વરસાદમાંથી કોરે -કોરી જ બહાર આવી હોય એમ બોલે છે, "હ. . . . માઁ. . . . શું. . . . શું. . . . કહો છો, હા. . . . ભરાય ગયું. . . . "ગૌરીબા પૂછે છે, "શું ભરાય ગયું, આ જોતો," કુમુદ જોવે છે તો માટલું ખાલી છે", બેડલાનું બધું પાણી કુંડીમાં જાય છે આ જોતા કુમુદ ગભરાતાં ગૌરીબાને કહે છે, માઁ ભૂલાઈ ગયું ફરીથી ભરી લઉં છું.

ગૌરીબા હસતાં- હસતાં ચાલ્યા જાય છે, ગીરજાશંકરને કુમુદ સામે જોતા જોતા કહે છે, "તમે સાંભળો છો, આપણી કુમુદ તો આ લગ્નની વાત સાંભળી બહુ ખુશ છે હો. . . . "

ગીરજાશંકર પણ હસતાં-હસતાં કહે છે,"ખૂશ કેમ ન હોય ? સાસરીયુ કેવું સારું મળ્યું છે. " ફરી પાછા બંને કંકોત્રીની પસંદગીના વાત કરવા લાગે છે. બપોરના રોટલાના ચૂલા મંડાય છે. જમવાનુ પતાવીને બપોરની સાંજ ઢળવા આવી છે. પણ હજુ સુધી કાકા કાકી,મોટાબેન આવ્યા નથી. સંધ્યાનો સમય થતાં ગૌરીબા,ગીરજાશંકર કુમુદનો નાનો ભાઈ, ફૈઈબા ફળિયામાં ખાટલા ઢાળી બેસી જાય છે.

બળદના ગળામાં રણકતાં ઘંટડીનો અવાજ સંભળાય છે. મોટા કાકી ઘૂમટો તાણી ગૌરીબા બેઠા એ બાજુ જઈને ઊભા રહે છે. એના હાથમાં કુમુદના ઘરચોળાની થેલી છે. મોટાબેનના હાથમાં કૂમુદને ગમતા રંગબેરંગી ચૂડલાની જોડની થેલી છે. કાકા આવીને ગીરજાશંકર પાસે આવીને ઊભા રહી જાય છે. ગીરજાશંકર બોલે છે,"વિક્રમ મળી ગઈ લગ્નની વસ્તુ". કુમુદના કાકા કંઈ બોલતા નથી. એક બીજાની સામુ જોવે છે. ત્યારે કંઈ ન સમજતાં ગૌરીબા પૂછે છે,"કેમ બધા મોં લટકાવી ને ઊભા છો ! વિક્રમભાઈ થઈને ખરીદી. . . . પ્રભા બોલે છે ફૈઈબા બોલે છે"મોઢામાં શું મગ ભર્યાં છે" વીકલા. . . થોડીવાર રહીને વિક્રમભાઈ બોલે છે,હા ભાભી . . . વસ્તુ મળી ગઈ,પણ. . . . કાકા બોલતાં-બોલતા થંભી જાય છે. કુમુદને પણ કંઈ ન સમજાતાં છે ઓરડામાંથી દોડીને બહાર આવે છે.

 ગીરજાશંકર એના નાનાભાઈના ખંભે હાથ મૂકતાં પૂછે છે,"પણ શું. . . વિક્રમ. . . બોલ. . ગભરાતાં અને નિરાશ મોં એ વિક્રમ બોલે છે," પણ મોટાભાઈ રસ્તામાં વેવાઈના વાવડ મળ્યા કે તેઓ આપણને ઘરે મળવા બોલાવે છે. લગનના આટલા બધા કામ હોવાથી અમે જ સીધા ગયા.

 ગીરજાશંકર મલકાતાં બોલે છે," એ તો સારું કહેવાય,તે ઘરની એક જવાબદારી સંભાળી, કુમુદ તારી પણ દીકરી છે ને‌ . આ સાંભળી બધા હળવાશ અનુભવે છે. ફૈઈબા બોલે છે"પણ વેવાઈ શું કામ બોલાવ્યા. . . શું કહ્યું વીકલા. . . . . "વિક્રમ ભાઈ કુમુદ સામુ જોતા, તો ઘડી પોતાની ભાભી સામુ જોતાં ધીમે-ધીમે બોલે છે,"મોટાભાઈ વેવાઈએ આ લગ્ન ફોગ કર્યા. બધા આશ્ચર્યચકિત થાય છે. ગૌરીબાને સાચું નથી લાગતું,ગીરજાશંકર ઉદગાર કાઢતાં કહે છે,"હેં. . . શું બોલે છે તને ભાન છે,આપણા વેવાઈ આવું શું કામ બોલે. "વિક્રમ ભાઈ પોતાની વાત ઉપર ભાર આપતાં કહે છે,"મોટાભાઈ હું કરુ કહું છું,એણે આ સંબંધને તોડ્યો છે. અને લગ્ન પણ નહીં થાય શકે એવું કહેવડાવ્યું છે. "

આવા શબ્દો સાંભળી બધા આભા બની જાય છે. એવામાં કુમુદને તો જાણે આંખનું અજવાળું કોઈકે છીનવી લીધું હોય એવી અનુભૂતિ થાય છે. બધા એની સામું જોવે છે. ગૌરીબા કુમુદની પાસે જાય એ પહેલાં નિરાશ મોં એ કુમુદ દોડતી હતી ઓરડામાં ચાલી જાય છે.

ગીરજાશંકર આ ઘટનાને સંભળાતા ફરીથી વિક્રમ ભાઈ ને પૂછે છે," પણ શું કામ, શું ભૂલ થઈ આપણાથી, કોઈ કારણ તો કહ્યું હશે તને વિક્રમ". પૈસા પણ આ વાતને સંભાળતા કહે છે,"હા તો આપણી કુમુદ તો રૂપ-રૂપનો અંબાર છે,એનાથી ભૂલ ન થાય ભાઈ. . . "કંટાળી ને વિક્રમ ભાઈ બોલે છે,"મોટાભાઈ એ લોકોએ બીજું કાંઈ કારણ નથી આપ્યું. અંતે કહ્યું હવે આ લગ્ન નહીં થાય. "

લગ્ન લેવાયેલા હાથે પણ ઢળતી સંધ્યાએ લીલૂડો માંડવો હવાના જોખામા લહેરાય રહ્યો છે. લગ્નની તૈયારી થઈ રહી છે, ગિરજાશંકર લાકડાની ખુરશીમાં પોતાના આખા શરીરને ટેકવીને બેઠકખંડમાં અંધારું કરીને ઊંડા વિચાર કરતાં બેઠા છે. ગૌરીબા પોતાના ઓરડામાં ઢોલીયે લાંબા તો થયાં છે. પણ કુમુદ ના ભવિષ્ય વિશે વિચારી વિહ્વળતા અનુભવી રહ્યા છે. રાત્રીનુ વાળું કોઈએ કર્યું નથી.

 મોટીબહેન, નાના ભાઈ,ગૌરીબા ,ફૈઈબા અને કાકી કુમુદ ને દિલાસો આપી થાક્યાં છે. આજ જીવન માની કુમુદ સામેથી જ બધાને ધરપત આપી રહી છે. ગૌરીબાને સમજાવવા કહે છે,"સાચે જ માઁ મને ભૂખ નથી એટલે હું નથી જમતી. કહીને કુમુદ સમી-સાજથી લયને સવારના છ વાગ્યા સૂધી ઓરડામાં દરબાર જાય છે.

ગિરજાશંકરપોતાના ઓરડાની બારીના ઓથારે ઝૂકીને નીચે મોં રાખીને બેઠી છે. થોડી -થોડી વારે ચંદ્ર ને નિહાળતી રહી છે. ઠંડી હવાના ઝોખાથી તેના કેશ ઓરડા બાજુ લહેરાય રહ્યા છે. તેનો લટકતો ચૂંદડીનો છેડો પણ હવામાં હાલક ડોલક કરી રહ્યો છે. ઠડા પવનના સૂસવાટા બોલી રહ્યા છે. એ બારીના દરવાજા ખોલ-બંધ થાય છે. પહેલા તો કુમુદ ને બારીના દરવાજાનો ખોલ-બંધનો આવાજ નહોતો ગમતો. પણ આજે જાણે એ આવાજ તરફ ધ્યાન જ નથી ધરાતું. એ આવાજ કુમુદ ને પવનના સૂસવાટા કરતાં પણ મીઠો લાગી રહ્યો છે. પણ મીઠો અવાજ સુખદ આનંદ માટે નહીં. . . . જાણે આ આવાજ કુમુદ ના થનાર પતિના વિયોગ પર મલમ લગાવી રહ્યો છે.

કુમુદ મનમાં વિચારી રહી છે, હું શું કામ દુ:ખી થાવ, મેં તો થનાર પતિને જોયા પણ નહોતાં. ફરી પાછા ચંદ્ર તરફ નજર જતાં બોલે છે,"પણ મનમાં તો એનું ચિત્ર કંડારયુ. . . . કુમુદ બોલતી -બોલતી રડવા લાગે છે. બારીની ઓથે માથું ટેકવે છે,પણ નીંદર તો કુમુદ સાથે સંતાકૂકડી રમી રહી છે. સવારે વહેલા જાગી ને અરીસા સામુ જોતાં મનમાં બોલે છે,મારા થનાર સાસરીયાનુ ઠેકાણું આ નથી તો. . . વિચાર કરી નિરાશા માં ડૂબે છે.

સવાર માં બધા મોં લટકાવી ધીમે ધીમે પોતાના કામે વળગે છે. મોટા-મોટા વડીલો ખાટલા ઢાળી ફળિયામાં બેઠાં બેઠાં નિણર્ય કરી રહ્યા છે. ગીરજાશકર બોલી રહ્યા છે,"ના. . . મારી દીકરીના લગ્ન તો આજ માંડવે થશે. વિકમભાઈ પણ મોટાભાઈ ને હિંમત આપતાં કહે છે,"હા. . . મોટાભાઈ તમે સાચું બરોબર કહો છો. નહીતર ગામ લોકો આપણા વિશે શું વિચારશે. ફૈઈબા બોલે છે,"હા. . . ભાઈ એ જ તારીખે કુમુદ ને પરણાવીશુ. . . . પણ દિનાલાલ કેમ ન આવ્યા. . . "લ્યો તમે યાદ કયૉ ને બહેન અમે હાજર થયા. "બધા દીનાલાલના આવવાથી ગૌરીબા , નાના કાકી પણ આવી ત્યાં ઊભા રહી જાય છે. ગીરજાશંકર આજુ બાજુ જોતા દીનાલાલને કંઈક ઈશારો કરતા કહે છે. દીનાલાલ બધું સમજતાં કહે છે,"હા શેઠ ધીમા પડો. . . હું કોઈને કાનો કાન ખબર નહીં થવા દઉં. "જો તમારી દીકરી માટે એક ભૂલો ને બીજો જોવો એવા માંગા તમારી દીકરી કુમુદ માટે લાવ્યો છું. અનેક છોકરાના ફોટા જોઈ સૌ લોકો ને એક મૂરતિયો પસંદ પડે છે. તરત એના ઘરના વિશે જાણકારી મેળવી, બીજા દિવસે પોતપોતાના ઘરે પાટે બેસાડી સગાઈ ની લીધી કરી લગ્ન નું નક્કી કરે છે. તયારે ગીરજાશંકર પાસે એકવાર પૂછ્યા પછી પણ વારંવાર મૂરતિયા ના પિતાને પૂછે છે, વેવાઈ તમે જાન લઈને માંડવે આવશો ને. . . "છોકરાના પિતા હા પાડે છે.

ફરીથી કુમુદ ના લગ્ન લેવાય છે. જાન માંડવે હજું સૂધી આવી નથી. તયારે કુમુદ ને હજી પોતાનું જીવન એની સાથે સંતાકૂકડી રમી રહ્યું હોય એવું લાગે છે. તયા જાન માંડવે આવે છે. ઘરના સૌને હાશકારો અનુભવે છે. ગૌરબાપા મંત્ર વાંચી રહ્યા છે ત્યાં મોટાબહેન કુમુદ ને લેવા ઓરડામાં જાય છેને બોલે છે,"થઈ ગઈ મારી નાની બહેન તૈયાર . . . . કુમુદ તો મનમાં વિમાસણને ઓઢી ચહેરો હસતો રાખી રહી છે. મોટાબહેન કુમુદ ને હાથ પકડી માંડવે લઈ જાય છે. તયારે પહેલીવાર કુમુદ તેના થનાર પતિ સાથે મિલન થાય છે. પતિનો ચહેરો કુમુદ ચોરીછુપીથી જોવે છે. ગોરબાપા લગ્નની વિધિ કરાવી રહ્યા છે. મોટાબહેન ધીમેથી કુમુદ ને પૂછે છે,"ગમ્યા"કુમુદ પણ જવાબ ન આપતાં એના મોટાબહેન સામું જોઈને હોઠોની સાથે હૃદયથી મલકાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract