Bhumi Rathod

Abstract

3  

Bhumi Rathod

Abstract

શોકનું સુખ

શોકનું સુખ

6 mins
143


સવારના પરોઢિયે ચકલીઓ ઝાડ પર બેઠી-બેઠી ચિચિયારા કરતી હતી,તો સાથે સવાર પડતાં કાગડાઓએ કાં. . . . કાં. . . શોર મચાવ્યો હતો. આ પ્રકૃતિમય અવાજોમા વિધવા ગીતાનો પોક મૂકીને રડવાનો અવાજ ચકલીના અવાજને બેસૂરો બનાવતો હતો.

 'ગીતા આમ રોયે દી નહીં વળે. . . . 'હંસામાસી ખિજાયને ગીતાને કહી રહ્યા છે. ગીતા કાળી સાડીમાં ઘૂમટામા મોઢું સંતાડી ને રડી રહી છે. તેર વર્ષ ની પુત્રી રાધિ કાકી ને રસોઈ બનાવવા માં મદદ કરાવે છે. તો ગીતાનો નવ વર્ષનો પુત્ર પીન્ટુ ઓસરીના છેડે બેસી વારંવાર ગીતા સામુ જોઈ ને રડી રહ્યો છે. હંસામાસીની વાત સાંભળી ને ગીતા પોતાના અશ્રુ ઓને રોકી શકતી નથી. ફરી ગીતાના મોટા જેઠાણી ગીતાને સમજાવે છે ,' બસ કર. . ગીતા કેટલું રડીશ. . રડયે કોઈ પાછું આવ્યું છે કાં. . આજ તો ધનજી ને ગયાં પંદર દા'ડા થયાં'. તયા હંસામાસી બોલે છે,'જો ને ત્યારે હું પણ કહું છું. જે થવાનું હતું એ થય ગયું. હવે તારે છોકરા માટે જીવવાનું છે. 'હંસામાસીની વાતમાં સાથ પુરાવતા મોટા શેઠાણી બોલે છે,' હા. . . બેન છોકરાવ ને તો માઈ તું ને બાપએય તું. 'આ વાત સાંભળી ગીતા એના ઓસરી ના છેડે બેઠેલ પીન્ટુ ને ઓશિયાળી નજરથી જુએ છે.

 સમયની ક્ષણભંગુરતા દિન પ્રતિદિન વધતી જાય છે. આજે ધનજી ને ગયાં એક મહીનો થયો. પણ ગીતા બીમાર પતિના ચાલ્યા જવાથી ઘેરી નિરાશામાં ડૂબી ગયા છે. ગીતાના છોકરાવ તો ઘણા નાનાં છે. છોકરાવનો તો રમવામાં, ભણવામાં જીવ પરોવાઈ જાય છે. પણ ગીતા પોતાની જાતને સમજાવી શકતી નથી.

ગીતા વારંવાર એના પતિ સાંભરે છે. દિવસે તો કોઈ ખરખરો કરવા આવે,એને ચા-પાણી આપવામાં,છોકરાવ સાથે વાતો કરવામાં દિવસ તો પસાર થઈ જાય છે. પણ. . . ગીતા માટે ઓરડાની કાળી ઘેરી રાત કડવા દોડે છે. આંખના આંસુ પડ્યા-પડયા ગાલ પર સૂકાય રહ્યા છે. ગીતાની નીંદર હવે ઊડી ગયો છે. પતિ સાથે વિતાવેલા સુખના દિવસો ને યાદ કરતાં એક ઊંડો નિસાસો નાખતાં બોલે છે,'બધા સમજાવે છે. . સંતાનો માટે જીવવું પડે . . . . એના માઁ-બાપ તું જ. પણ મારે છોકરાંવને ખવડાવવું શું. . . . . . ?આ ઘરમાં કમાણી કરનાર કોઈ નથી રહ્યું. . . . 'આમ બોલતાં ગીતા જોર-જોરથી રડવા લાગે છે. તયા પડોશમાંથી હંસામાસી દોડી આવે છે. ગીતાને રડતી બંધ કરે છે. ગીતાને સૂવડાવી પોતાના ઘરે જાય છે.

  બીજી સવારે આ ઘર પર સૂર્ય નું કિરણ તો પડે છે,પણ ઘરના લોકો પર અંધારુ વ્યાપી ગયું છે. ગીતાને તો પતિના મુત્યુ નો ખૂબ આઘાત લાગ્યો છે. ઘરનુ કામ કરી શકે એ હાલતમાં નથી. સવારે ગીતા ખાટલે થી જાગી સફાળી બેઠી થઈ ને પીન્ટુ. . . પીન્ટુ. . ની બૂમ પાડે છે. તયા ઓરડામાં હંસામાસી દોડી આવતા બોલે છે,'જાગી ગય ગીતા, ચિંતા નય કરતી હો. . . રાધિ ને અને પીન્ટુ ને ખવડાવી , તૈયાર કરીને નિશાળે મૂકી ને આવી છું. બેય સંતાન ના નામ સાંભળીને ગીતા મોં ફરી વિલાય જાય છે.

  હંસામાસીને રાતની વાત યાદ આવતાં ગીતાને વ્હાલથી પૂછે છે,'શુ થયું ગીતા રાતે કેમ રડતી ‌હતી. તયારે ગીતા બોલી શકતી નથી. . . પણ તેનું ચહેરો રડવા જેવો થઈ જાય છે. હંસામાસી એના માથા પર હાથ મૂકતાં બોલે છે,'જો બેટા હું તારી માઁ સમાન છું, મને નહીં કહે શું થયું છે?'તયારે ગીતા રડતાં રડતાં કહે છે,'માસી તમે જાણો છો મારે ઘરે કમાવનાર હવે કોઈ નથી. મારે મારા સંતાનોને સારુ ભણતર ,વાતાવરણ આપવું છે. પણ હવે એ બધી જરૂરીયાતો કેમ પૂરી કરવી. ઘરમા એક રૂપિયો પણ નથી. આ સાંભળી હંસામાસી ગળગળા થતાં ગીતા ને કહે છે,'તુ ચિંતા ના કર. . ભગવાન બધું દય રહેશે. જોજે ગીતા સૌ સારા વાના થશે. હુ સાચવું છું ને તારા છોકરાને તું મુજામાં. . . . હો'.

 હવે ગીતા ધીમે-ધીમે મનથી સ્વસ્થ થતી જાય છે. એક ઘણા સગા- સંબંધી ઓ ગીતાના ખબર અંતર પૂછવા આવે છે. એટલા બધા લોકોની સાચવવા અને ગીતાની મદદ કરવા બાજુમાંથી હંસામાસી પણ આવે છે. બધા બૈરાઓ સાથે ઓસરી માં બેઠા હોય છે. તયા એવામાં ગીતા ના ઘરની પાછળ જે એના પતિની કરીયાણાની દુકાન છે એ દુકાન ના દરવાજે થી એક બાઈ કરીયાણાનો સામાન લેવા આવે છે. ગીતા ઓસરીમાં બેઠી હતી ત્યાંથી ઊભી થઈ પાછળ દુકાન ના દરવાજે જાય છે,સાથે હંસામાસી પણ જાય છે તયારે ગીતા એ બહેન ને કહે છે,'હવે અમે કરીયાણું નથી વેચતાં. પીનટુ ના પપ્પા ને ગયાં પછીથી દુકાન બંધ જ છે. આ શબ્દો બોલતાં ગીતાના મનમાં પતિની યાદની ઝણઝણાટી ઊપડે છે. ગીતાનો જવાબ સાંભળી એ બહેન ચાલ્યાં જાય છે. હંસામાસી ગીતાના સંવાદોને ધ્યાન થી સાંભળી રહ્યા હતાં. બધા મહેમાન જાય પછી હંસામાસી ગીતાને પૂછે છે'ધનજીના જવાથી તે દુકાન બંધ કેમ કરી ? ગીતા ને કય સમજાતું નથી. તે એકી નજરે હંસામાસી ને જોઈ રહે છે. ફરીથી ગીતા ને કહે છે,'જો તું મને કહેતી હતી ને હું છોકરાંવને શું ખવડાવું. તારી સામે જ એનો રસ્તો છે. ગીતાને નવાઈ લાગે છે,એ બોલે છે,'કયો રસ્તો?'

હંસામાસી કહે છે, 'તારા પતિ કરીયાણાની દુકાન ચલાવતા. . . હવે તું એ કામ કર. . . 'આ સાંભળી ગીતાથી ઉદગાર નીકળે છે,'હુ. . . પણ. . '

 હંસામાસી ગીતા ને સમજાવે છે ,'જો ગીતા કોઈ કમાયને પૈસા આપે એવું કોઈ નથી ત્યારે તારે કામ કરવું છે ને. અને તારે છોકરાને એકલા મૂકી બહાર કામ કરવાં નહીં જાવું પડે. અત્યાર સૂધી તારા પતિ કરતા ને છોકરાને મોટા કયૉ,હવે એ બધી જવાબદારી તારે સંભાળવાની છે. ગીતાને હંસામાસી ની વાત સમજાય તો છે પણ કહે છે,'ગામ લોકો શું વિચારશે. . . . હંસામાસી કહે છે કે શું વિચારે . . . કોઈ કાંઈ ન વિચારે. તું ત્યારે કામ કર. ગીતા કહે છે,'એ મારાથી ન થાય માસી'. મારી પાસે દુકાન માં સમાન લાવવા પૈસા પણ નથી. હંસામાસી તરત ઊભા થઈને કહે છે, હું છું ને હું તને તારી દુકાન માં બધો સામાન નાખી દઈશ ગીતા કહે છે, હંસા માસી તમે મારી માટે સગા એ કરતા પણ વધારે મદદ કરી છે, વારે - વારે તમારી પાસે થી પૈસા. . . . નાં . . . . . હંસા માસી કહે છે,. . . . લે. . . . માસી કહે છે ને. . . . પાછી ના પાડે છે. તારી પાસે પૈસા આવે ત્યારે તું મને આપી દે છે.

 ગીતા આ વાતથી સહમત થાય છે. બીજા દિવસે સવારે હંસામાસી દુકાનમાં કરીયાણાનો બધો સામાન નાખી દે છે. આજ સુધી જ્યાં ધનજી બેસતો એ સ્થાને હવે ગીતા બેસે છે. પતિના સ્થાને પર ગીતા ને બેસવાવેત'જ એક અલગ અનુભૂતિ અહેસાસ ગીતાને થાય છે. પોતાના ભૂતકાળને ગીતા ફરી વાગોળે છે. હવે થી ગીતા ઘરના કામની સાથ દુકાનનું કામ પણ કરે છે. ગીતાનું જીવન એના બાળકો,એની કરીયાણાની દુકાન સાથે જોડાય જાય છે. ઘરની આર્થિક સ્થિતિ પહેલાની સ્થિતિ કરતા સૂધરે છે. દિન-પ્રતિદિન દુકાન ના ગ્રાહકો વધતાં જાય છે. સાથે ઘરના કાર્યો માં પણ બદલાવ આવે છે. ગીતાના સંતાનો મોટા થતાં જાય છે. સવારે ઘરના કામ પરવારીને ગીતા દુકાન માંડે છે. કોઈપણ ગ્રાહક ને ખાલી હાથે પાછા નથી જવા દેતી. ગામના વડીલો વિધવા ગીતાને દુકાનનુ કામ કરતી જોઈ ગીતાની નિંદા કરે છે. પણ ગીતા બધા સાથે સારો વ્યવહાર રાખી મનથી મજબૂત થઈને કામ કરતી જાય છે.

 રાધિ- પીન્ટુને નિશાળે મૂકવા જાય ,વાસણ માજવા, કપડાં ધોવા,રસોઈ કરવી, કરીયાણાની દુકાન માંડવી સાંજે દુકાન બંધ કરી છોકરાવને લેશન કરાવવું,સવારે નદી કિનારે પાણી ભરવા જવું. . . આખા દિવસના આ બધા કાર્યો કરીને ગીતા સાંજે થાકીને લોથ-પોથ થઈ જતી. પણ પોતે કરતી મહેનતનો રોટલો પણ ભાળતી. છોકરાવને પ્રેમથી ખવડાવતી. પતિ જે કામ કરતાં એ કામ કરવાથી ગીતાને એના પતિ સાથે જ છે, એવી અનુભૂતિ થતી. પતિના આ આર્થિક કાર્ય ને લીધે ગીતા પતિના ગયા પછી પણ સુખેથી રહે છે.

  આજે ગીતા ના પતિને ગયા દોઢ વષૅ થયા આજે આ ઘરમાં સુખ-આનંદની ફોરમ ઊડે છે. નથી તો માત્ર એક પત્નીને પતિની છત્રછાયા ને છોકરાંવને પિતાની છત્રછાયા. . સાથે કરીયાણાની દુકાનમાં હંમેશા ગીતાના પતિની હાજરી છે જ.


Rate this content
Log in

Similar gujarati story from Abstract