Himali Oza

Tragedy Thriller

4.0  

Himali Oza

Tragedy Thriller

જીવનનું સત્ય

જીવનનું સત્ય

1 min
101


પીપળા' ના પાનથી શરુ થતી જિંદગી

'તુલસી' ના પાન પર અટકે છે !

આ બને વચ્ચેના સમયમાં-

જીવન કેટ-કેટલું 'ભટકે' છે !!


આ જીવન નું સત્ય છે. જ્યારે કોઈ જન્મે છે ત્યારે તેના નામકરણ માટે પીપળાનું પાન ઉપયોગમાં લેવાય છે. પછી બાળક મોટું થાય ને બાલ્યવસ્થામાંથી કિશોરાવસ્થા ને સમયાંતરે દરેક જિંદગી ના પડાવ એક પછી એક પર કરે છે.

હમણાં હું ફૂલ બજાર પાસેથી પસાર થતી હતી ત્યારે અચાનક તેની બિલકુલ સામે આવેલા સ્મશાન પર મારી નજર પડી ત્યાં બહાર એક તરફ લગ્ન માટે ગાડી શણગારવામાં આવી રહી હતી ને તે જ સમયે કોઈ મૃત્યુલોકના બારણે પહોંચેલી વ્યક્તિ ને સ્મશાનગૃહ લાવવામાં આવી ત્યારે એક થડકાર ચૂકી જવાયો કે શું જિંદગીનો કોઈ ભરોસો છે ખરો ? એક બાજુ ફૂલોથી શણગારેલી ગાડી ને બીજી તરફ ફૂલોથી ઢાંકેલો મૃતદેહ. ફૂલ ભગવાનના ચરણોમાં ચઢે

કોઈના લગ્નની ચોરી માટે ને વરકન્યાનાં વરમાળા રૂપે ને આખરે મૃત્યુ સમયે લોકો શ્રદ્ધાંજલિ રૂપે ફૂલ ચઢાવે.

'ચોખા જો કંકુ ભેગા ભળે તો કોઇના મસ્તક સુધી પહોંચી જાય'

આજ જિંદગીનું સત્ય છે.

ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે નીકલે, ગોવિંદ નામ લેકર મેરે પ્રાણ તન સે નિકલે !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy