Himali Oza

Inspirational

4.0  

Himali Oza

Inspirational

ભૃણહત્યા

ભૃણહત્યા

2 mins
285


આ કહાણી આજકાલની નથી, સદીઓ જૂની છે ઘરમાં બાળકનો જન્મ થાય ત્યારે સહુ ને જોઈએ છે કુળદીપક ! 

લક્ષ્મી અંબા કે શક્તિ સ્વરૂપ ગણાતી દીકરી નહીં...... અને દીકરી નો જન્મ જ ન થાય એ માટે શું થાય છે ?

ખીલતી કળીને છૂંદી નાખવાનું પાપ....અમાનુષી કૃત્ય....સર્વનાશ ના એધાણ    દીકરી ને ભારતીય સંસ્કૃતિ માં દૈવી સ્વરૂપ ગણવામાં આવી છે. ઘર ઘરમાં ગવાતી આરતીમાં ગવાયું છે.

ગૌ ગંગા ગાયત્રી ગૌરી ગીતામાં સંસ્કૃતા, સ્ત્રી, શિવા શક્તિ સ્વરૂપ છે દીકરી....દુહિતા બને છે દીકરી. દીકરી દેવો ભવ : સૂત્ર શબ્દો માં જ નહિ, પ્રત્યેક ઘરની 

દીકરીઓને અસ્તિત્વના અણુ અણુ માં ધબકે છે. દીકરી તુલસીક્યારો છે. બાપની નાની નાની જરૂરિયાતોની સંભાળ લેનાર દીકરી વહાલના દરિયા તરીકે ઓળખાય છે.

આવું કેમ ?

દીકરો જન્મે કે દીકરી તે વાત માતા ને કે સ્ત્રી ના હાથ માં છે જ નહિ, તો પછી દીકરાના જન્મ પ્રસંગે પેંડા વહેચાય અને દીકરીનો જન્મ અભિશાપ ગણાય એવું કેમ ?,પુત્રેષણI, દહેજ,ધાર્મિક માન્યતા ઓ, અંધશ્રદ્ધા, રૂઢિઓ, રીતરીવાજો વગેરેને લીધે દીકરીને જન્મ લેતી જ રોકવાના પ્રયાસ થાય છે.

શિક્ષણનો અભાવ, સમજદારીની ઊણપ, પુરુષ પ્રધાન સમાજવ્યવસ્થા, સમાજમાં સ્ત્રીઓની સલામતીની ચિંતા કેટકેટલા કારનો છૂપાયેલા છે સ્ત્રી ભૃણ હત્યાની સમસ્યાની ભીતરમાં.........

દીકરીનો જન્મ એટલે જાણે માથે સાપનો ભારો અને દીકરો એટલે જાણે ચમકતો તારો, દીકરી નો જનમ એટલે દુઃખનો સાગર અને દીકરાનો જન્મ એટલે જાણે છલકતી ગાગર......

આ સ્થિતિ આપને ત્યાં આજથી નથી.. પરાપૂર્વથી ચાલી આવે છે, આટઆટલા સામાજિક સુધારાઓ પછી ઘટવાને બદલે વધારે વણસી રહી છે આ સ્થિતિ !

કોણ જનેજાને કેટલીયે બાળકીઓ ગર્ભમાં જ મોત ને શરણ થઇ જતી હશે ? વંશવેલો ચાલુ રાખવા અને ઘડપણનાં સહારા તરીકે દીકરો જરૂરી ગણાય છે, અને પરિણામે લક્ષ્મી, સરસ્વતી કે સાવિત્રી સ્વરૂપ માનતી દીકરીઓની અવગણના થાય છે.

તો શું મિત્રો તમને નથી લાગતું કે હજી પણ સમાજમાં આ વિષે ની જાગૃતિ લાવવા આહલેક જગાડવી જોઈએ ?

                દીકરીઓનો સંકલ્પ  દીકરીઓ એ સંકલ્પ કરવો પડશે સ્ત્રી ભૃણહત્યા કરનારા પરિવારમાં પરણીશું નહિ.

તબીબોએ ગમે તેટલા પૈસા મળે તો પણ છાનાછપના આવું પરીક્ષણ ન કરી આપવાના સોગંદ લેવા પડશે.

જન જન સુધી પ્રત્યેક ઘર સુધી આ દુષ્કૃત્ય અટકાવવાનો સંદેશ પ્રસરાવવો પડશે.

પુરુષોએ પીંડ બંધાતા પહેલા જ સ્ત્રી ભૃણહત્યા ના પિંડદાન રૂપી અભિશાપથી પરિવારને ઉગારવામાં મહત્વની ભૂમિકા ભજવવી પડશે....

ભૃણ માં બચશે, તો સંસાર રચશે, જ્યાં હશે સુખ શાંતિ, ને હૈયે પ્રેમ અપાર.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational