Himali Oza

Tragedy

3  

Himali Oza

Tragedy

અધૂરી ઈચ્છા

અધૂરી ઈચ્છા

2 mins
267


   સવારથી વાતવરણ ખુશનુમા હતું. સલોની સવારના વહેલી ઊઠી રસોડામાંથી ચ્હા બનાવી ને બાલ્કનીમાં આવી ને બેઠી. ચ્હા પીતાં એ વાતવરણની લહેજત માણતી હતી ત્યાં અચાનક તેને એ દિવસ યાદ આવી ગયો ત્યારે પણ આવું જ કંઈક વાતવરણ હતું ને આમ જ સવારે ચ્હા બનાવીને સ્વરની રાહ જોઈ રહી હતી તે બહારગામથી પરત આવવાનો હતો. પણ 10 વાગવા આવ્યા તો પણ સ્વર આવ્યો ના હતો તેને ચિંતા થવા લાગી કે શું થયું હશે કઈ અજુગતું તો નહીં બન્યું હોય. આટલી ઉતાવળી એટલે થતી હતી કેમ કે આજે એમની લગ્ન ની બીજી વર્ષગાંઠ હતી. એ રસોઈ બનવાની તૈયારી મા લાગી. તો બીજા વિચારો ના આવે એટલે પોતાને વ્યસ્ત રાખવાના વ્યર્થ પ્રયત્નો.

એટલામાં ડોરબેલ વાગી તે દોડી ને દરવાજો ઉઘડવા પહોંચી ગઈ સામે સ્વર હતો તેને જોઈને સલોની એકદમ જ તેને વળગી પડી ને રડી પડી અને પછી સ્વર થી ગુસ્સે હોય એમ અંદર આવી ગઈ. સ્વર અંદર આવ્યો ને એના મટે લાવેલી ગિફ્ટ તેને આપી ને તેને મનાવી લીધી ને પછી બહુ ભૂખ લાગી છે એમ કહી ને એની સાથે રસોડાંમાં ગયો ને બંને જમ્યા પછી પિક્ચર જોવા ગયા ને રાતે પાછા આવ્યા ત્યારે રાત ના ઘરે આવી ને બીજે દિવસે વહેલા જવાનું છે એમ સ્વરે સલોની ને કહ્યું. ને બંને વાતો કરતા કરતા સૂઈ ગયા.

સવારે ચ્હા પીને સ્વર ગયો સ્વર ના ગયા પછી 8વાગ્યા ના સુમારે પોલીસ સ્ટેશનમાંથી બે જણા આવ્યા ને સલોની ને કહ્યું કે મેડમ તમારે અમારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે અમારે કંઈક જાણકારી જોઈએ છે તો પ્લીઝ આપ અમારી સાથે આવો..  ત્યાં ગયા પછી જે સાંભળ્યું ને જોયું તે સલોની ના માનવામા આવે તેમ ના હતું. પી.આઈ સાહેબ ના કહેવા પ્રમાણે ગઈ કાલે સવારે જ સ્વર નું આકસ્મિક મૃત્યુ નીપજ્યું હતું. સલોની વિચારવા લગી તો કાલે મારી સાથે હતો તે માત્ર મારી કલ્પના હતી કે મારા પ્રેમ નો પ્રતાપ હતો કે સ્વર મને મળ્યા વગર ના રહી શક્યો. એના માટે આ વાત ગળે ઉતારવી અઘરી હતી પણ તેનું બૉડી જોયા પછી માન્યા સિવાય બીજો કોઈ સવાલ નહોતો. ઘણી વાર કંઈક એવું બનતું હોય છે જેની આપણે કલ્પના પણ ના કરી હોય એવું જ કંઈક બન્યું સ્વર કે જે સલોની ને ખૂબ પ્રેમ કરતો હતો તે સલોની ને મળવાની અધૂરી ઇચ્છા એ મૃત્યુ પામ્યો ને કદાચ એટલે જ પોતાની પ્રબળ ઇચ્છા ઓ તેને સલોની પાસે લઈ આવી હશે. હજી પણ આ વાત યાદ આવતા સલોની ને લખલખું પસર થઈ જાય છે ને દરેક લગ્નની વર્ષગાંઠ પર એ સ્વરના આવવાની રાહ જોતી હોય છે કોઈ પણ સ્વરૂપે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy