ગંગાસ્નાન
ગંગાસ્નાન
અમે નર્મદા કેનાલ પહોંચ્યા, રિક્ષા ઊભી રહી મેં બાપુજી નો હાથ પકડ્યો ને એમણે મારો ખભા નો સહારો લઈ ને નીચે ઊતર્યા.મેં રીક્ષાવાળા ને કહ્યું : 'અડધો કલાક જેટલું થશે; ઓ કે ! કોઈ બાત નહીં; મેં ચા -પાની...' કહેતો એ દૂર ઊભેલી ચાની લારી તરફ ચાલવા માંડ્યો. બાપુજી ક્દાચ એકાદ વર્ષ પછી ઘરબહાર નીકળ્યા હતાં અને હું પણ કેનાલ બન્યા પછી પહેલી જ વખત આવ્યો હતો અહીંયા. બાપુજી ખુલ્લા આકાશમાં ઊડતા પંખીઓ સામે જોતા જોતા ચૂપચાપ આગળ વધી રહ્યા હતાં ; મેં મજબૂત રીતે એમનો હાથ પકડ્યો હતો ભારે શરીર ને પાછું ફ્રેક્ચર તે ખાટલા વશ એટલે પડ્યા પડ્યા વજન વધી ગયું હતું સ્વભાવ પહેલેથી ગુસ્સાવાળો વધુ ચિઢિયો થઈ ગયો હતો મા તો જીવી ત્યાં સુધી મૂંગે મોઢે બધું સહન કર્યું પણ હવે બિટ્ટુની મમ્મી તો ઠીક આ વેંત જેવડું નાનું બાળક પણ બાપુજી સાથે છણકાથી વાત કરતું થઈ ગયું હતું. થોડા દિવસ પહેલાંની વાત છે બાપુજી એ -'બૂમ પાડી બિટ્ટુ દીકરા ;પાણી લાવને જરા ! બે ચાર વાર કહ્યું પણ બિટ્ટુ રીતસર ટી.વી. સામે જોતો બેસી રહ્યો એની મમ્મી એ રસોડામાંથી બૂમ પાડી ને દાદા ને પાણી આપવાનું કહ્યું પણ બિટ્ટુ જીદે ચઢ્યો હોય તેં ટી.વી. જોતો બેસી રહ્યો મારો પીતો ગયો કે મારી હાજરીમાં જો મા દીકરો આવું વર્તન કરે છે તો હું બહારગામ હોઉં ત્યારે તો ? પણ હું આજે કઈ ના બોલ્યો.અમે ધીમે ધીમે પગથિયા ઉતરવા લાગ્યા, શ્રાવણ મહિના ને લીધે નહાવા આવનારા લોકોની અવરજવર ચાલુ હતી. ચડતા બપોર ને કારણે અમારા તરફના કિનારા બાજુ કોઈ રળ્યું ખળ્યું જ દેખાતું હતું કેનાલમાં પાણીની આવક વધી હતી. પાણી મા ઘૂમરીઓને લીધે ડૂબવા તણાવાની ઘટના વારંવાર બનતી હોવાથી હું સાવધ થઈ ગયો. બાપુજી ને કિનારે બેસાડ્યા ને કહ્યું હું બે ચાર ડૂબકી લગાવી લઉં પછી તમને સ્નાન કરાવું છું. મેં ઝટપટ સ્નાન કરી લીધું ને પછી બાપુજી નો હાથ પકડી ને બેસાડ્યા ને કહ્યું અહીંથી જરાય ખસતા નહીં લીલ છે પગ લપસી જશે તો ? રોજ ઘર મા બાપુજીના નામની રામાયણ ને એમા યા પાછું એમણે આંખે ઝામર એટલે એક આંખ તો ગઈ ને બાથરૂમમા પગ લપસ્યો તે ફ્રેક્ચર થયું ને પછી ઉપાધિઓ વધી. બા હતી ત્યાં સુધી તો બધું બરોબર ચાલતું હતું બાપુજી નો દુર્વાસા જેવો સ્વભાવ વેઠવાની ગજબની તાકાત હતી પણ હવેની જનરેશન નમતું ના જોખે.
ઘણા વખત પહેલાંની વાત યાદ આવી અમે યાત્રા એ ગયા હતાં. બાપુજી એ બધા ને એટલા વિતાડ્યા ડાયાબિટીસ હોવા છતાં ખાવામાં જરાય ધ્યાન નો'તા આપતા ત્યારે બાએ બે હાથ જોડી એમણે કહ્યું કે જાત્રા ના ધામમા ક્યાંક પેટ બગડશે તો જાત્રા ને ઠેકાણે જાત્રા રહેશે ને થયું પણ એવું જ બાપુજી નું પેટ બગડ્યું ને બા બિચારી કપડા ધોવામાં ક્યાંય જઈ એ ના શકી પછી બાપુજી ને મનાવી ને હર કી પેઢી લઈ ગયા ત્યા ગંગાજી મા સ્નાન કરવા નું હતું પણ બાપુજી અમારા જિદ્દી નહાવાનું તો બાજુએ રહ્યું પગ સુદ્ધા ના મૂક્યો પાણીમા તે છેવટે બાએ કંટાળી ને હાથમા થોડું પાણી ભરી ને છાંટેલ ને બાપુજી ભડક્યા એક તો શરદી છે ને એમાય પાછું બરફ જેવું પાણી ! તારે તો મને મારી જ નાખવો છે ને બા એકદમ વિફરેલી મને કહે મારું એક ધક્કો તો જાય તારો આ કરમચંડાળ બાપ ! આવો નાસ્તિક ! વર્ષો પછી આજે વહેતા ઘુમરાતા નદી ના જલ્પ્રહાવ સામે ઊભો હતો બાપુજી નો દૂબળો કાંપતો હાથ પકડી ને તે દિવસે ગંગાનો કિનારો હતો અને બાનો ઉકળાટ : માર ધક્કો ! ને આજે નર્મદાનો કિનારો ! મેં બાપુજીના હાથની પક્કડ મજબૂત કરીને એ એકદમ તાડૂકી ઊઠ્યા : લ્યા એ ; હું કઈ સાવ નાનું છોકરું નથી છોડ મારો હાથ ને. મારા ઝબ્બામાંથી પાકીટ લાવ. પાકીટ કાઢી ને એમના હાથમા મૂક્યું. સહેજ ખોલી ને કટાક્ષમા બોલ્યા કઈ નથી અંદર સાવ ખાલીખમ ને અંદરથી ફોટો કાઢ્યો ને કહ્યું જો પચીસ વર્ષ પહેલાની તારી બા ને જો આ વીંટી તારી બાએ હરિદ્વારથી લીધેલી મારા માટે.. ને એમણે એ વીંટી પહેરી લીધી પછી નર્મદા ના ઘુમરાતા પાણીના પ્રવાહ સામે જોઈ રહ્યા ને પછી ઉખડુ ઉખડુ હસ્યા મારી સામે જોયું ને કહ્યું પાક્કો તરવૈયો છું ને પછી બાના ફોટા સામે જોતા આંખમા પાણી આવી ગયા ને બોલ્યા તમે ભઈ સાબ બહુ દુઃખ વેઠ્યા કેટલી ગાળો કેટલી લાતો ગણું તો પાર ના આવે ! મેં બાપુજી પાસે બાનો ફોટો માંગ્યો પણ એ તો જાણે કે કઈ સાંભળ્યું જ ના હોય એમ બા ના ફોટા સામે તાકી જ રહ્યા. ત્યાં તો નર્મદાના કિનારાની પાળ પરથી બિટ્ટુ એ દાદાના નામની બૂમ પાડી એની સામે જોઈ ને ફિક્કું હસ્યા ને પાછા બા ના ફોટા સામે જોયુંને હું કઈ સમજુ તે પહેલા તો પાણીમાં ધબ્બ દેતો અવાજ આવ્યો ને જોયું તો બાપુજી પાણીમા ડૂબકી લગાવી રહ્યા હતાં. થોડી વાર મા તેઓ બહાર આવ્યા તેમની મુઠ્ઠી ભિડેલી હતી મેં તેમની પાસે બા નો ફોટો માંગ્યો એમણે કહ્યું તારી બા એ બહુ જીવ બાળ્યો આખી જિંદગી તે આજે એની તિથિ છે તે આજે મેં એના ફોટા સાથે ડૂબકી લગાવી ને એની બધી ફરિયાદ દૂર કરી દીધી. એમ બોલતા એમની આંખો શ્રાવણ ભાદરવાની જેમ વરસવા લાગી.
