Ignite the reading passion in kids this summer & "Make Reading Cool Again". Use CHILDREN40 to get exciting discounts on children's books.
Ignite the reading passion in kids this summer & "Make Reading Cool Again". Use CHILDREN40 to get exciting discounts on children's books.

Himali Oza

Tragedy Inspirational

4.0  

Himali Oza

Tragedy Inspirational

અભણ

અભણ

2 mins
21


દિકરા નું 12 માં નું પરિણામ આવ્યું.... પપ્પા બોલ્યા વાહ બેટા સરસ.... રસોડા માં દિકરાના પરિણામની રાહમાં લાપસી બનાવતી તેની પત્ની ને સાદ પડ્યો, " એ સાંભળે છે? , આપણો દિકરો 12 માં ધોરણ માં 90% અને 98 pr સાથે પાસ થયો છે..." તેની પત્ની દોડતી-દોડતી આવી.. બોલી બતાવો મને પરિણામ ! દિકરો બોલ્યો એ ઈંગ્લીશમાં છે, મમ્મી તું 'અભણ' છે ને, તું રે'વા દે, તને નહીં ખબર પડે..મા ની આંખ છલકાઈ ગઈ પણ બિચારી કઈ બોલી ના શકી..

ત્યારે તેના પપ્પા બોલ્યા; " બેટા અમારા લગ્નના ત્રણ જ મહિના માં તારી મા ને ગર્ભ રહ્યો હતો, મેં કહ્યું ચાલ અબોર્શન કરાવી લઈએ, હજુ તો જિંદગી માં કઈ ફર્યા જ નથી આપણે, તેણે ત્યારે મારી વાત નો વિરોધ કર્યો, કારણ કે તે 'અભણ' છે." તારી મા ને દૂધ નથી ભાવતું પણ તને પોષણ મળે એ માટે તેણે 9 મહિના દૂધ પીધું, કારણ કે તે 'અભણ' છે. તને સવારે 7 વાગ્યે શાળા એ મોકલવા એ પોતે 5 વાગ્યા માં જાગી ને તારા માટે તને ભાવતો નાસ્તો બનાવતી, કારણ કે તે 'અભણ' છે...તું રાત્રે વાંચતો- વાંચતો સૂઈ ગયો હોય ત્યારે તે તારી બુક વ્યવસ્થિત મૂકી, તને ગોદડું ઓઢાડી, તારો મોબાઈલ ચાર્જ માં મૂકી, હળવેકથી બત્તી બંધ કરી દેતી, કારણ કે તે 'અભણ' છે. આજ સુધી તે પોતે 'દેશી' હોવા છતાં પણ તને 'વિદેશી' સગવડો આપી છે, કારણ કે તે 'અભણ' છે...  તું નાનો હતો ને ત્યારે રાત્રે બહુ બીમાર પડી જતો, આખી રાત તારા માટે એ જાગતી રહે અને સવારે વળી પાછી પોતાના કામમાં વળગી જાય, કારણ કે તે 'અભણ' છે. તને સારા કપડાં પહેરાવવા તે પોતે સસ્તી સાડી માં ચલાવી લેતી, કારણ કે તે 'અભણ' છે....બેટા ભણેલા ઓ ને તો પ્રથમ પોતાનો સ્વાર્થ દેખાય, પણ તારી મા એ આજ સુધી ઘરમાં પોતાનો સ્વાર્થ નથી જોયો, તે આપણું જમવાનુ બનાવવામાં ક્યારેક પોતે જમતા ભૂલી જતી.... તેથી હું ગર્વથી કહું છું કે મારી જીવનસંગીની 'અભણ' છે... દિકરો આટલું સાંભળી રડી પડ્યો અને બોલ્યો: " મા " હું તો માત્ર કાગળ પર જ 90% લાવ્યો છું, પણ મારા જીવન ને 100% બનાવનારી પ્રથમ શિક્ષક તું છે...જે શિક્ષકનો વિદ્યાર્થી 90% લાવતો હોય, તે શિક્ષક પાસે કેટલું જ્ઞાન હશે એ તો હું વિચારી જ ન શક્યો...મા આજે 90% સાથે પણ 'હું' 'અભણ' છું, અને તારી પાસે આજે પીએચડી. થી પણ ઉચ્ચ ડિગ્રી છે...કારણ કે આજે મેં 'અભણ' માં ના સ્વરૂપ માં 'ડોક્ટર', 'શિક્ષક', સારી સલાહકાર '(વકીલ)', મારા કપડાં ને સિવતી 'ડિઝાઈનર' અને બેસ્ટ 'કૂક' વગેરે ના દર્શન કર્યા છે. રિસ્પેક્ટ ટુ ઓલ મધર્સ.


Rate this content
Log in

More gujarati story from Himali Oza

Similar gujarati story from Tragedy