Himali Oza

Others

2.9  

Himali Oza

Others

દાગ ધ ફાયર

દાગ ધ ફાયર

5 mins
827


સટાક અવાજ આવ્યોને તાપસી ફંગોળાઈ ગઈ. હાથમાંથી શાકનું વાસણ છટકી ગયું. મોઢામાંથી એક ઝીણી ચીસ નીકળી ગઈ, છાતી ચિરાઈ ગઈ સમીપે મારા પર હાથ ઉપાડ્યો ? ગાલ પર સોળ ઉઠી ગયા.   


એ પીડા કરતા દિલ પર પડેલા ઘાવ વધરે ઊંડા હતા. ના તો પાટાપીંડી થાય ના તો ઘા રૂઝાય. હાથમાંથી છ્ટ્કેલુ વાસણ સીધું કપડા પર ઢોળાયુંને પગ પણ દાઝી ગયો. સમય જતા બધા ઘા રૂઝાઈ ગયા માત્ર એક ડાઘ રહી ગયો. કપડા પર લાગેલો ડાઘ દૂર થાય પણ દિલ પર રહી ગયેલો ડાઘ રૂઝ આવા દેતો નથી. 

   

પછી સમીપ તો ઑફીસ ચાલ્યો ગયો. રોજ દિવસમાં બે વાર ફોન કરતો પણ આજે એકવાર પણ ફોન આવ્યો નહીં. તાપસી વિચારતી હતી કે 'શું શાક એટલું ખરાબ બન્યું હતું ?' પણ માની શિખામણ યાદ આવી 'બેટા પુરુષો આંખો દિવસ કામ કરીને થાક્યા હોય તો સાંજ પડે ઘરે આવે ત્યારે આપણું હસતું મોઢું જોઈને થાક ઉતરી જાય. કઈ પંણ થાય ઝઘડવું નહીં, જતું કરવું તો શાંતિથી જિંદગી પસર થઈ જાય.' માના એ શબ્દો જાણે કે મલમનું કામ કરતા હોય એવું લાગતું.


ઘરના બધા કામ પતાવીને પડખા ઘસ્યા કર્યા પછી, ઉઠીને પાછી કામે વળગી. સમીપને ભાવતું ભોજન બનાવ્યું. મા કહેતી કે પતિના દિલ પર રાજ કરવું હોય તો એનો રસ્તો સ્વાદિષ્ટ ભોજન છે. બધા વિચારો કરતી રસોઈ બનાવતી હતી ત્યા જોરથી ડોરબેલ રણકી તાપસીએ દરવાજો ખોલ્યો સમીપ હતો એની સામે જોયા વગર એ સીધી અંદર ચાલી ગઈ. સમીપ એની પાછળ જઈને વળગી પડ્યો, ને સવારે જે ગાલ પર તમાચો માર્યો હતો ત્યા પ્રેમથી પંપાળવા લાગ્યો તાપસીને જાણે કેં ના ગમ્યું પંણ કઈ બોલી નહીં. માના શબ્દો યાદ આવ્યા 'જતું કરવાનું.'


બસ પાછું એ જ રૂટીન. એક દિવસ સાફસૂફી કરતા એક ફાઈલ મળી જોયું તો ઘરના ડૉક્યુમેંટ હોય એમ લાગ્યું સમીપને પૂછ્યું, તો એને ગુસ્સામાં કહ્યું 'લઈશ ત્યારે બતાવીશ પેલો મેનેજર ફ્રોડ નીકળ્યો હવે વધારે પૂછપરછ કરવાનો સવાલ જ નહોતો.'


દર રવિવારે સમીપ પોતના મિત્રોને મળવા જતો પણ તાપસી એ ઘરમાંજ રહેવાનું. આમ તો એ ખુબ ખુશ હતી કે હુતો હુતી જ રહેવાનું છે. ક્યારેક સાસુ સસરા બીજા શહેરમાં રહેતા હતા મહિને બે મહિને આવે પણ સાસુમાની જીભ પર જાણે થોર હોય એમ ના બોલવાનું બોલે પછી જાય એટલે નિરાંત થાય. આમ જ જીવનનું ગાડું કોઈ પણ સવાલના જવાબ આપ્યા વગર નિરંતર ચાલ્યા કરતું હતું.


એક દિવસ ઘરે કામ કરવા આવતી શકૂબાઇ બહુ ખુશ હતી કહ્યું 'ભાભી આજે મારે જલ્દી જવું છે એટલે જલ્દી કામ આટોપજો. તાપસીને નવાઈ લાગી એને પૂછ્યું કેમ આજે કઈ ખાસ છે ? ઘરવાળા સાથે બહાર જવાનું છે ?' શકુબાઇ એ તરત કહ્યું 'ના મારી બહેનપણી શાથે પિક્ચર જોવા જવાનું છે. ભાભી મને 30 રૂપિયા આપોને ટિકિટ માટે, વડાપાઉંના રૂપિયા છે. તાપસી તો જોઈ જ રહી પછી પૂછ્યું 'પણ ઘરવાળાને પૂછ્યું કે નહીં ?' તો એને તરત જ જવાબ આપ્યો કે 'લગ્ન વખતે જ શરત મૂકી હતી કે તારી માતાને સાચવીશ પણ રવિવારે રસોડામાં રજા બાહર જવાનું ને પાછા આવવાનું. મારામારી વાળા પિક્ચર નથી ગમતા તો એ જોવા નહીં આવું રોમેંટિક હશે તો જોવા આવીશ. આવી શરતો મૂકીને પૂછ્યું કે 'મંજૂર હોય તો જ લગ્ન કરીયે નહીં તો પોતાનું કમાઈને પોતે જીવીએ.' 


તાપસીને પણ પિક્ચર જોવાની ઇચ્છા થઈ આવી. પણ સમીપને પૂછવું કઈ રીતે ? પાછી મા યાદ આવી કે 'પતિનું દિલ જીતવા કે પોતનું કામ સરળતાથી કઢાવવા ભાવતું ભોજન બનાવીને જમાડવા.' એક વાત નક્કી થઈ ગઈ કે પતિને પંપાળીને સાચવવાના હતા. સાંજે સમીપ આવી ફ્રેશ થઈને જમવા બેઠો ત્યારે તાપસી કઈ કહે તે પહેલાજ સમીપે કહ્યું કે 'રવિવારે તે પોતના મિત્રો સાથે ફાર્મહાઉસ પર જવાનો છે. સાથે એમ પણ કહ્યું કે મારા કાકાના દીકરા કામથી આવવાના છે તો મેં એમને ને ભાભીને જમવાનું આમંત્રણ આપી દીધું. ભાઈને તારા હાથની રસોઈ બહુ ભાવે છે ને. તો એ લોકો આવશે તું જમાડ્જે પ્રેમથી.' તાપસીએ હિંમત કરીને કહ્યું કે 'તો તમે રોકાઈ જાવ તમારા ભાઈ-ભાભી આવે છે.' તો તરત જ સમીપ બોલ્યો, કે 'હું ના જાઉં તો નહીં ચાલે પછી ફરી રજાનું સેટ્ટિંગ થાય નહીં એટલે ચર્ચાનો કોઈ મતલબ નથી.' તાપસીનું પિક્ચર જોવા જવાનું પડી ભાંગ્યું.એક ખૂણે પેલો તમાચાનો ડર એટલે મૂંગી રહી.


થોડા સમય પછી એ ઘરના કામમાં વ્યસ્ત હતી ત્યા જા અચાનક ડોરબેલ જોર જોરથી ધણધણી ઉઠી એને થયું અત્યારે કૌણ હ્શે સમીપ ? એને બારણું ખોલ્યું સામે એના કૉલેજ સમયની બહેનપણી શિખા ઊભી હતી. ટાઇટ જીન્સ ટી શર્ટમાં હેરસ્ટાઇલ પણ એકદમ જુદી. એને જોઈને તાપસી એકદમ અવાક થઈ ગઈ. 'શિખા ક્યા હતી આટલા સમયથી અને અચાનક આમ ?' શિખા બોલી 'બધા અલગ અલગ શહેરોમાંફરતી રહી. અહીં આવી તો તારી યાદ આવી એટલે સીધી તારા ઘરે આવી. પણ તું કેમ આવી થઈ ગઈ છે એકદમ ગ્રુહિણિ. તારું મોઢા પરનું તેજ ક્યા ગાયબ થઈ ગયું ? ચલ જલ્દી તૈયાર થઈ જા કૉફી પિતાપિતા ઘણી વાતો કરવી છે.'


તાપસી તૈયાર થઈને બંને બહેનપણીઓ કૉફી શોપમાં ગઈ. ઘણી વાતો કરી પછી બંને છુટ્ટા પડ્યા તાપસી ઘરે આવીને સાંજની રસોઈ બનાવીને સમીપની રાહ જોવા લાગી અને વિચારતી હતી કે કૉફી પીવા ગઈ હતી એ કહું કે નહીં ? થોડી વારમાં સમીપ આવ્યોને ફ્રેશ થઈને જમવા બેઠો જમતા જમતા જ એણે કહ્યું 'તું કેટલું ઘોરે છે ધ્યાન રાખ બપોરે કેટલા ફોન કર્યા' 'પણ હું હતી જ નહીં.' એકદમ સમીપ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો 'એટલે ?' બધી હિંમત ભેગી કરીને તાપસી એ કહ્યું, 'હું મારી સ્કૂલમાં સાથે ભણતી બહેનપણી શાથે કૉફી પીવા ગઈ હતી.'


સમીપ એકદમ રાડ પાડીને બોલ્યો 'એવી રખડેલ બહેનપણીઓ શાથે બહાર રખડવાનું નહીં. અધૂરામાં પૂરું સમીપે તાપસીને કહ્યું કે 'ખરેખર પુરુષ સાથે ગઈ હતી કે સ્ત્રી સાથે ?' અને જોરથી ટેબલ ક્લોથ ખેંચ્યુંને જમવાનું બધુ જ નીચે ઢોળ્યું. તાપસીની સાડી પણ ખરાબ થઈ ગઈ અને જે અત્યાર સુધી કોઈ દિવસ સમીપની સામે એક શબ્દ નોતી બોલતી એણે સામે રાડ પાડીને કહ્યું 'મારી બહેનપણી વિશે કોઈ પણ ખરાબ શબ્દ બોલવાનો નહીં. હું કોઈ દિવસ પૂછું છું કે દર રવિવારે તમે ક્યા મિત્રને મળવા જાઓ છો ?' આટલું બોલતા તો એનું શરીર ધ્રૂજવા લાગ્યું. સમીપ ઊઠ્યોને તાપસીનો હાથ પકડવા ગયો પણ ટેબલ પરથી બધુ નીચે પડ્યું તેમાં કાચ તૂટ્યો હતો જે સમીપના પગમા વાગ્યો. ને એ ખુરશીમાં બેસી પડ્યો. ને તાપસી એની ફિકર કર્યા વગર પોતનો રૂમ જોરથી બંધ કરીને અંદર જતી રહી.

એટલાંમા બાજુના ઘરમાંથી રેડિયો પર આવતું ગીત સંભળાયુ, 'પંખીડાને આ પીંજરું જૂનું જૂનું લાગે...


Rate this content
Log in